Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ બુદ્ધિપ્રભા. આ રિવાજથી આપણા જૈન ભાઓએ શું ધ્યાનમાં લેવાનું છે, કચ્છ જેવા પહેલી પતિના રાજકુટુંબમાં પણ જૈન ધર્મ ગુરૂ પાસેથી શિક્ષણુની શરૂવાત કરવાના જે રિવાજ છે, તે રિવાજને તે આ સુધરેલા જમાનામાં વહેમ, યા ખરાબ રિવાજ છે, એમ કહી ત્યાગ કરતા નથી. છતાં આપણા જેવા ભાઈ પોતાની પ્રજાની કેળવણીની શરૂઆત ધાાત્મક શિક્ષણુધી નહિ કરાવતાં વ્યવહારિક કેળવણીની શરૂવાત કરે છે; વાસ્તવિક તે આપણી પ્રજાની શરૂવાત ધાર્મિક શિક્ષણથી શરૂ કરાવવાની જૈન નામ ધરાવનારતે ખાસ જ છે. पर्युषण अने श्रावकोनुं कर्तव्य. ( લેખકઃ—ધડીઆળી સાકર માણેકય—સુબાઈ. ) થોડા વખતમાં નેનના પર્યુષણ પર્વના તેહવારે શરૂ થશે અને કહેવાતા દયાના કાર્યોમાં લાખ રૂપીઆ ખર્ચાશે. પર્યુષણ પર્વ વિષે અમે નથી ધારતા કે અમારા વાંચકોમાંના કોઈ અજાણ હોય, છતાં જેઓને તે વિષે જાણવાની ફચ્છિા હોય તેને માટે અમે કાંઈકે ટુંક વિગતો આપીશું, એ પર્વ શ્વેતામ્બરા શ્રાવણુ વદ બારસ લગભગથી તે ભાદરવા શુદી ચોથ——પાંચમ સુધી ગણે છે, જ્યારે દિગંબરી ભાદરવા શુદી પાંચમથી આશરે નવ દિવસ સુધી ગણે છે. એ વખતે ધર્મને લગતાં અનેક કાર્યો થાય છે અને સ્ત્રી તેમજ પુરૂષો અનેક પ્રકારના લાડવા લે છે. શ્વેતામ્બરા એ પર્વના દિવસે! દરમાન મંદિરામાં ધૃજા કરે છે, ઉપાશ્રયે જાય છે, ઉપવાસ કરે છે, વો ડરે છે, વ્યાખ્યાન સાંભળે છે અને વ્યવહારના કાર્યોંમાંથી નિવૃત્તિ લે છે. ઉપાશ્રયે લાંબે વખત સુધી વ્યાખ્યાને વંચાય છે, જેમાં તીર્થંકર ભગવાનનાં ચરિત્રા મુખ્ય કરીને સંભળાવવામાં આવે છે. દીઆના ઉત્તમ પુસ્તામાં ઉત્તમ ગણાતાં પુસ્તક-કપત્રને ધામધુમથી વધેડે કાઢી ઉપાશ્રયે લઈ જઇ તેની પૃદ્ધ પણ કરવામાં આવે છે. વળી ઉપવાસ કરવામાં આવે છે. તેમાં પણ અહિંસાના તત્વને બેહદ અગ્રસ્થાન આપવામાં આવે છે. ખાવા પીવાની ચીજ ઉપરી જેટલા મેહ ઘટાડવામાં આવે અને ચિા ઉપરના માને ત્યાગ કરવામાં આવે તે કર્મ ખપે અને પુણ્ય વધતાં મેાક્ષના માર્ગ સુલભ થઈ શકે એવું માનીને હારા શ્રાવીકા અને શ્રાવકોને, સાધુ અને સાધ્વીએ એક બે, ત્રણ ત્રણુ અને તેથી વધીને આ, દશ, પંદર, વીસ, પચીસ, ત્રીસ દિવસના ઉપવાસ કરે છે, જે દરમ્યાન તેએ કાંઈ પણ ખાતા નથી, અને કવચિતજ પાણીને ઉપચાર કરે છે. છાશને ઉપયોગ કરનાર-મુખ્ય કરીને સ્થાનકવાસી પૃથના હેાય છે, જેએ છ છ મહીનાના ઉપવાસ કરે છે. પણ મૃત્ પૂજકોમાં વધુમાં વધુ ઉપવાસ ધણું ખરૂ એક મહિના લગભગના હોય છે, જે દરમ્યાન કાંઈ પણ ખાઈ શકાતું નથી અને પાણી સીવાય કાંઇ પી શકાતું નથી. ત્રણુ ચાર દિવસના ઉપવાસ કરનાર કેટલાક તે! પાણી પણ પીતા નથી, અને છ સાત વરસના માળકો પણ ઉપવાસ કરે છે. એ સિવાય અહિંસાને ઉત્તેજન આપવા માટે ગાય, બકરા વગેરે જાનવરોને કસાઈ પાસેથી ડવવામાં આવે છે. માછીમારીને પૈસા આપી માછલાં પકડતા અટકાવવામાં આવે છે. પાણી ફેરવતા ઘાંચીએને ધાણી ફેરવવાના કામથી દૂર રાખી આદુ દિવસ માટે અમુક પૈસા આપવામાં આવે છે, ઘરમાં ગુ અનાજ વગેરે ૬૨

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32