Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ રમણિ યશોગાન ૧૫૫ (ભાવાર્થ-આ છાબ ભર્યો શણગાર શિયા તરફને આવેલ મને ના શોભે કારણે મારે ભરથાર તે હલામણ છે ને શિયો તે મારે સારો છે.) સેનને માટે આ સમાચાર સાંભળી દાસીઓ તુર્તજ છાબ લઈ પાછી ફરી દરબારમાં આવી, તે સેનને ત્યાં બનેલી સઘળી હકીકત શિયાજીને કહી બતાવી. સને મ્હારું અપમાન કર્યું સમજી શિયો ગુસ્સે થયો અને આપણે વાત કેમ ખુલી તેનો વિચાર કરતો બેઠો. થોડી વખતે એને વિચાર થો કે, આ કામમાં હલામણનો હાથ હોવું જોઈએ. એવું અનુમાન કરી તેણે તુર્તજ કુમાર હલામણને બોલાવ્યો ને તુરતજ દેશ છેડી જવા હુકમ કર્યો. હલામણ દેશવટે જવા નીકળે, તેને સેનની દાસી રસ્તામાં મળી. તેણે જેઠવાની ખબર પુછતાં હલામણે કહ્યું કે – દેશવટે દરાર, સાચ દીધે શિયે જેઠવે; હવે જઈને ભણજે જુહાર, હાંભે ગયો હલામણે. (ભાવાર્થ-શિયાએ મને દેશવટો દવાથી હું જાઉં છું. તારી બાઈને મહારા જુહાર કહી કહેજે કે હલામણ હાંભા ગામ ગયે.) - દાસીએ હલામણને સંદેશ સેન કુંવરીને જણાવ્યું છે તેને એક વ% સમાન લાગે અને એલી કે -- ઉતારે અંગાર મને લાગે જાતાં જેઠવો; | મારી ઉરમાં માર ક્યાં, હાલ્યો ગયે હલામણે ! ( ભાવાર્થ-જેડી જવાથી મને આ ઉતારે અમિ સમાન લાગે છે. અરેરે ! મારા હદયનો ચુરો કરીને હલામણ કપ ચા ?) એટલું બેલતાં જ સેન ઘરણ પર ટી પડી મુ.ગત થઈ. પોતાનું અપમાન સોને કર્યાનું દાસીઓને મેં સાંભળી ગુસ્સે થયેલે રાણે રિયાજી હલામણને દેશવટો આપી સનને ઉતારે આવ્યો. સોનની સુલક્ષણ દાસીઓએ આ સમાચાર સેનને પહોચાડી તુરત તેને સાદ્ધ કરી, ને સાવધ થતાં તે અંદરના ઓરડામાં જઈ બેઠી, અને બારણે ચક નાંખ્યો. શિયાઇ ધસ્ય ધ અંદર જવા લાગ્યું. તેને સેનની દાસીઓએ રોકવાથી તે ગુસ્સે થઈ ગયો, અને પડદે તોડી અંદર જવા તૈયાર થયે, એટલે સેને ભલાઝાથી બહાર આવી શિયાજીને કહ્યું કે:-પિતાછ પુત્રવધૂ પર કુદષ્ટિ ન કરે, તેનું પરિણામ સારૂ આવશે નહિ. સોન કુંવરીના આ શબ્દોચ્ચાર શિયાને વજુ સમાન લાગ્યા, અને તે એર ગુસ્સામાં આવ્યો અને ઉશ્કેરાઈ જઈ સેનને વશ કરવાને તત્પર થયે પણ સેન જરા પણ ન ડગતાં પિતાનું “શિયળ સાચવવા તૈયાર રહી.” અહા ! કુદરત તારી ગતિ ન્યારીજ છે. સત્ય માર્ગે ચાલનારને સંકટ સે પડે છે, પણ શુદ્ધ હૃદયવાળાને તું સદા સંકટમાં સહાય કરે છેજ. શિયા અને સેન બેલચાલ ચાલે છે તે દરમ્યાન એક પ્રવાસે આવી શિયાને કહ્યું કે – દેશની સરહદ પર સિંધી લોકોનું જબર જસ્ત ટોળું ચઢી આવ્યું છે, અને ત્યાં જવા માટે તમારી હાજરીની ઘણી જરૂર છે. ” શિયાને આ સંદેશ એક ઘા સમાન લાગે પણ શું કરે? ગયા વિના છૂટકોજ નહિ હોવાથી અત્રે પુર્ણ બંદોબસ્ત કરી તે ત્યાંથી ચાલી ગયે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32