Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ બુદ્ધિપ્રભા, આ પ્રમાણેજ શિક્ષણુ પદ્ધતિની બાબતમાં પણ છે. કોઈ પણું દેશના વિશ્વવિદ્યાલયની કીર્તિ પરથી ત્યાંની ઉચ્ચતમ શિક્ષણ પદ્ધતિની કલ્પના કરી શકાય નહિ. અઠ્ઠુ જનસમાજ માત્ર સારી કીર્તિ અગર નામથીજ માહિત થઈ જઈ તે ત્યાં દોડી જાય છે. કાઇ પણ દેશને, બીજા દેશના માત્ર નામ પરથીજ ત્યાં દેાડી જવા કરતાં, ત્યાંની ખરી સ્થિતિ-અતર્ગત સ્થિતિ અવલોકન કરીને, તેમાંની કેવળ ઉત્તમ બાબતનું અનુકરણ કરવાથીજ ખરા કાયદે થાય છે. કેમ્બ્રીજ યાતા ઓકસફર્ડતાં વિદ્યાલયો એક વખતે અત્યંત પ્રસિદ્ધ થયાં હતાં, એટલે તે હમણાં પણ તેને તેજ સ્થિતિપર હશે એમ કહી શકાય નહિ, અગર તે જેમનાં નામના કાર્તિકા અદ્યાપિ આપણા કર્ણપથ પર નથી આવ્યા તે વિધાલયે પણ ખરેખર અત્યુત્તમ હા ભુ શકે. ૧૪૦ આવી સ્થિતિ અમેરિકાનાં વિશ્વવિધાલયેની છે. આ વિશ્વવિદ્યાલયા, કાઈ પણ દેશનાં વિશ્વવિદ્યાલયેા કરતાં શ્રઘ્ર પ્રતિનાં છે, એમ કાર્ય પણ મનુષ્યને સુક્ષ્મ અવલેાકન પરથી કહેવુંજ પડશે, તેની કીર્તિ જો કે હજી અખિલ વિશ્વમાં પ્રસરી નથી, પણ એ તેના દોષ નથી. જે પ્રમાણે ઓગણીશમા સૈકામાં ઇંગ્લેંડ અને જર્મની, તેજ પ્રમાણે આ વીશમા સૈકામાં અમેરિકાનું નામ વિશ્વના હૃદયપટ પર કતરાતું જાય છે, અને આગળ ઉપર વધારે તે વધારે કાતરાતું જશે એ નિ:સય વાર્તા છે. હાલ અમેરિકન રાષ્ટ્ર ભરજુવાનીમાં છે, અને તેની વૃદ્ધિ ઝપાટાબંધ ચાલુજ છે, અને આ દૃદ્ધિને કારણભુત એવી શિક્ષણપદ્ધતિનું અવલોકન કરવાનો—કરાવવાના સકલ્પ છે. અહિનાં ને ત્યાંનાં બધાંય વિશ્વવિધાલયે સરખાંજ હોવાં જોઇએ, એવે સરસ ટેક નિયમ બાંધવે! એ અદૂર દ્રષ્ટિનો જણાય છે. જુદા જુદા દેશમાં વિશ્વવિધાલયા, તે તે દેશની જરૂરીયાત પ્રમાણે જુદા જુદા તત્ત્વો પર અવલખીતે સ્થપાયેલાં હોય છે એ ખરું, તે પણ જગતના સર્વ દેશનાં વિશ્વવિધાલયોની નીચે પ્રમાણે ચાર વિભાગમાં વહેંચણી કરી શકાશે. (૧) જે વિશ્વવિધાલયની સ્થાપના કેવળ સત્યાન્વેષણા માટેજ છે. (૨) જેની સ્થાપના શીલસવર્ધન-સર્તન અર્થે અને વિદ્વતા માટેજ છે. (૩) જેની સ્થાપના સુસંસ્કૃત મનુષ્યો ( Cultured man or gentleman ) નિર્માણ કરવા માટે છે. (૪) જેની સ્થાપના લોકોને રાટલા રળી ખાવા જેવુ શિક્ષણ આપવા માટે છે. પ્રસિદ્ધ શિક્ષણ શાસ્ત્રી સ્પ્રિંગ કહે છે કે, પહેલા વર્ગમાં જર્મનીને મુકી શકાશે. અમેરિકન વિશ્વવિદ્યાલયેયને પહેલા અને ભીન્ન વર્ગમાં મુકી શકાશે. ત્રીજા વર્ગમાં ઇંગ્લીશ વિશ્વવિદ્યાલયને મુકી શકાશે અને ચોથા વર્ગમાં જાપાનીઝ વિશ્વવિધાલયને મુકી શકીશું. ખરૂં જોઈશું તો કોઈ પણ વિશ્વવિદ્યાલયને ઉપરના ચારે વર્ગમાં મુકી શકાશે, પણ જે જે વિશ્વવિદ્યાલયાની શિક્ષણ પદ્ધતિમાં જે જે વિશેષ તત્ત્વનું અવલંબન કરવામાં આવ્યું હશે તે તે અનુસારે ઉપર લખ્યા પ્રમાણે ભાગ પડી શકે છે. પ્રે. સ્વિંગ મેમને અમેરિકા તરફથી એ ચાર વર્ષ પહેલાં જગનાં જુદાં જુદાં વિશ્વવિદ્યાલયેાનુ સૂક્ષ્મ અવલેૉકન કરવા માટે મોકલવામાં આવ્યા હતા, તેમણે જમના પ્રત્યેક દેશના વિશ્વવિધાલયા જોને The Universities of the world "6 "

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32