Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ બુદ્ધિપ્રભ રીતે જ્ઞાનના જથ્થા કરતાં લાગુ પડે તેવા વિષયના સામાન્ય જ્ઞાનની અને તેની શિક્ષ પદ્ધતિની વિશે અગત્ય છે. ભૂમિતિ કે ત્રિકોણ મિતિનું જ્ઞાન હવાથી કાંઇ વ્યાવહારિક કે દશાંશ અપૃણાક એવાજ ખીન્ન દાખલાની રીતે અને કારણ જાણ્યા વિના તે વિષય સારી રીતે શીખવી શકાતો નથી. અલબત ભૂમિતિ અને ત્રિણ મિતિનું જ્ઞાન તર્કશક્તિને બળવાન કરે છે અને પ્રસ્તુત વિષયના જ્ઞાન વિનાના શિક્ષકો કરતાં તેને અધૃણાક કે તેવા વિષયની શિક્ષણ પદ્ધતિ અને રીતે જાવાને સમજવાને સારી રીતે લાયક કરે છે. તાં આથા પદ્ધતિના જ્ઞાનની અગત્ય કાંઈ ઓછી થતી નથી આથી સ્પષ્ટ થાય છે કે વિશ્વનું જ્ઞાન યેાગ્ય કે પુરતા પ્રમાણમાં હોવું તેઈએ એટલુંજ નહિ પણ તેને લગતી હુકીકત પૈકી કઇ કઇ અને કેટલીક બાબતેની આવશ્યકતા છે તેવું તથા તે કેવા રૂપમાં રજુ કરવી જોઇએ તેને તેણે નિર્ણય કર જોઇએ. વળી આ ઉપરાંત અમુક વિષયના શિક્ષણ માટે ચાયેલી જાણીતી પદ્ધતિઓ પૈકી કઈ કઈ ઉત્તમ છે અને તે વિષે કેળવણીના સુધારકોને ા અભિપ્રાય છે તે તેણે નવું એએ. ડેસ્કાર્ટીસ કડ઼ે છે કેઃ "Drawing a bow at random is not a good practice for a teacher." અમુક ઉદ્દેશના નિર્ણય વિના શિક્ષણ આપ્યા કરવું એ શિક્ષક માટે યોગ્ય પદ્ધતિ નથી. આવું છતાં પણ આપણુ સર્વેને જેમ વિતિ છે તેમ આપણે આવીજ રીતે ઉદ્દેશને નિર્દેશ કર્યા વિના શિક્ષણ આપીએ છીએ. શિક્ષણ આપવાની અગાઉ ભાગ્યેજ આપણે વિષય matter અને તેની પદ્ધતિ mthodના નિર્ણય કરીએ છીએ. પરંતુ આ એક ગંભીર ભૂલ છે. વાસ્તવે પદ્ધતિનું જ્ઞાન હોવા ઉપરાંત, દિનપ્રતિદિન કેળવણીના વિષયમાં જે જે પ્રગતિ અને સુધારા વધારા થતા હોય તેથી શિક્ષકે એનશીલ રહેવું ન ોઇએ. જમાનાની રાળમાં રહેવાને માટે તેણે કેળવણીના શાસ્ત્ર અને ફીલસૂરીનું અધ્યયન કરવુ ોઇઍ. પેટી કહે છે કે જેને અમુક ધંધાની કે વિષયની પ્રગતિ' કરવી હોય તેમણે પરસ્પર જ્ઞાનની આપલે” કરવી જેએ. તે કહે છે કે લોકોની બુદ્ધિ અને યના છુટા છવાયા જ્ઞાનની ચીખુંગારી જેવા છે; કે જે એકત્રતા વિના જલદી ઓલવાઈ જાય છે, પરંતુ તેમને એકત્ર કરવામાં આવે તે તે પુષ્કળ પ્રકાશ અને ગરમી આપી શકે છે. આ રૂપક બળ કેળવણીના વિષયને સારી રીતે લાગુ પડી શકે છે. તે આગળ વધતાં જણાવે છે કે હાલની મનુષ્યની સ્થિતિ અલ્પ સમયપર યુદ્ધ થયું હોય તેના એક રક્ષેત્ર જેવી છે; કે જ્યાં હાથ પગ આદિ અવયવો અહિં તદ્ધિ વેરાયેલા દૃષ્ટિએ પડે છે, પરંતુ તે એકત્રતા વિના કે તેમને સજીવન રાખનાર વવિના નિષ્ફળ થાય છે અને ઉલટા હવાને વિકૃત કરે છે. આ પ્રમાણે ઘણી બુદ્ધિ અને ચતુરાઈ દુનીઆમાં અહિં તહિં પ્રસરાએલી આપણને દૃષ્ટિાચર થાય છે કે જે બુદ્ધિમાંની ઘણીખરી અગાઉથી જે સિદ્ધ થયું હેય તેને પુનઃ સાધિત કરવામાં શકાઈ હાય છે, અગર જેની રોાધ થઈ હોય તેની પુનઃ શૈધ કરવાના ગુંચવાડામાં પડેલી હાય છે. આ સિવાયની કેટલીક શક્તિએ તે અન્ય મનુષ્ય સડેલાઈથી જે આપી શકે તેવી સુચનાના અભાવે મુશ્કેલીએમાં સજ્જડ દબાઇ ગઇ હોય છે. તે જણાવે છે કે મને અય એ લાગે છે કે આવીજ રીતે કેટલાક જુવાન શિક્ષકે તેમને અને તેમના વિદ્યાર્થીને સમય આવી વિચિત્ર અને મુશ્કેલી બરેલી સ્થિતિમાં નિષ્ફળ ગુમાવે છે. પરંપરાગત જ્ઞાનના સંગ્રહમાં લાભ લેવે એ હિતકારક છે. જેએ આ પ્રમાણે ઉપલબ્ધ થતાં જ્ઞાનના લાભ લેતા નથી તેઓ એક ઉપયોગી સાધન ગુમાવે છે. આ પ્રમાણે જોતાં એ સ્પષ્ટ થાય છે કે દરેક શિક્ષકે .. ૧૩૮

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32