Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ જે પ્રમાણે સિદ્ધાંતોને વિષે કહ્યું છે તેમજ સમ્યગદષ્ટિ જીવોને એ નવતત્ત્વ તે “જ્ઞ પરિજ્ઞાએ કરી જાણવા યોગ્ય છે અને કેટલાં એક પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ કરી છાંડવા યોગ્ય
એ નવતત્ત્વ માંહેલા જીવ અને અજીવ એ બે તત્ત્વ માત્ર જાણવા યોગ્ય છે; પુણ્ય, સંવર, નિર્જરા, અને મોક્ષ એ ચાર તત્ત્વ ગ્રહણ કરવા યોગ્ય છે; પરંતુ એમાંનું પુણ્ય તત્ત્વ વ્યવહારનયે કરી શ્રાવકને ગ્રહણ કરવા યોગ્ય છે અને નિશ્ચયનયે ત્યાગ કરવા યોગ્ય છે, તેમજ મુનિને ઉત્સર્ગ ત્યાગ કરવા યોગ્ય છે અને અપવાદે ગ્રહણ કરવા યોગ્ય છે તથા પાપ, આશ્રવ અને બંધ એ ત્રણ તત્ત્વ તો સર્વથા સર્વને ત્યાગ કરવા યોગ્ય જ છે.
એ નવતત્ત્વનાં નામ કહ્યાં. અન્યથા સંક્ષેપથી તો જીવ અજીવ એ બે તત્ત્વ જ શ્રીઠાણાંગમાંહે બીજા ઠાણે કહ્યાં છે, કેમકે જીવને પુણ્ય તથા પાપનો સંભવ છે તથા કર્મનો બંધ પણ તાદાત્મિક છે અને કર્મ જે છે તે પુદ્ગલ પરિણામ છે અને પુદ્ગલ તે અજીવ છે તથા આશ્રવ જે છે તે પણ મિથ્યા દર્શનાદિરૂપ ઉપાધિએ કરી
જીવનો મલિન સ્વભાવ છે. એ પણ આત્માના પ્રદેશ અને પુદ્ગલ વિના બીજ કાંઈ નથી તથા સંવર જે છે તે પણ આશ્રવ નિરોધ લક્ષણ દેશ સર્વ ભેદ આત્માનો નિવૃત્તિરૂપ સ્વભાવ પરિણામ જ્ઞાનાત્મક છે તથા નિર્જરા જે છે તે પણ જીવ અને કર્મને પૃથક ઉપજાવવાને કારણે દધિ મંથન ન્યાયે કરી કર્મનો પરિપાક છે તથા સર્વ શક્તિએ કરી સકલ કર્મ દુઃખનો ક્ષય નવનીતગત દગ્ધ જલ નિર્મળ વૃત પ્રગટરૂપ દષ્ટાંતે ચિદાનંદમય આત્માનું પ્રગટ થાવું તે મોક્ષ તત્ત્વ છે, તે માટે જીવ અને અજીવ એ બે તત્ત્વ જ કહીએ ૧. “શ' પરિજ્ઞાએ = શાનથી જાણવું. ૨. ઉત્સર્ગ =મુખ્યમાર્ગ કાયમીમાર્ગ, ધોરી માર્ગ ૩. , તાદાત્મિક = એકરૂપ જેવો. ૪. નવનીત.. વૃત = માખણમાં રહેલ પાણીનો અંશ બાળી નિર્મળ ઘી પ્રગટ કરવા રૂપ.