Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 328
________________ ૩૦૧ સંગ્રહ ૫ છે. કાચ અને હીરે દ્રવ્યથી સરખાં જાણે છે તેથી જ્ઞાનીને રાગદ્વેષ થાય નહીં. તેથી પર્યાયથી તેને સરખાં જાણે એમ નથી. જેમ હોય તેમ જાણે પણ રાગદ્વેષ ન કરે. અજ્ઞાનને લઈને રાગદ્વેષ થાય છે. અજ્ઞાન જાય તે પછી રાગદ્વેષ થવાનું કંઈ કારણ રહેતું નથી. જ્ઞાન છે તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને જાણે છે, પણ રાગદ્વેષ ન કરે. રાગદ્વેષ ન કરે તે સુખી થાય. આત્મદષ્ટિ જેની થઈ છે એ યોગી હોય તેને રાગદ્વેષ ન થાય. નહીં તો નિમિત્તવાસી જીવ છે. મૂળ દ્રવ્ય ત્રિકાળ રહે છે. જેને દ્રવ્યદૃષ્ટિ થઈ છે તેને રાગદ્વેષ ન થાય. જેને રાગઠેષ થતા નથી તે ત્રણ લેકના નાથ થાય છે. “જેટલા પિતાની પુદ્ગલિક મેટાઈ છે છે તેટલા હલકા સંભવે.” (૮૫) જગતના જ પગલિક મેટાઈ ઈચ્છે છે, તે હલકા છે. જે કશું ઇચ્છતા નથી, તે મોટા છે. જેને આત્માનું માહાસ્ય લાગ્યું તેને “સકલ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન” લાગે છે. જેને આત્મદષ્ટિ થઈ છે તેને કોઈપણ પ્રકારને ભય નથી. આત્માને નાશ કરી શકે એવું જગતમાં કશું નથી. બીજી વસ્તુ “મારી માની ત્યાં ચિંતા ફિકર ઊભી થાય. “હું અને મારું થાય ત્યાં મિથ્યાત્વ આવી ઊભું રહે. સમભાવથી મોક્ષ થાય. “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંય; લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાય.” (૯૫૪) એટલું જ કહેવું છે. મૂળ વસ્તુ આ છે. [“ચારિત્ર ચક્રવતી” વંચાત] ૫૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૩, ૨૦૦૯ બધું પિતાના આત્માની શુદ્ધિ કરવા માટે કરવાનું છે. વૃત્તિ શુદ્ધ કરવા માટે આવશ્યક કહ્યાં છે. ભગવાનને વંદન કરવાથી શુભકર્મ બંધાય છે. બધું કરીને કરવું શું? આત્માને શુદ્ધ કરે છે. ગમે તે ક્રિયા, દાન, તપ, જપ કરે, પણ જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ન થાય, ત્યાં સુધી મેક્ષ થાય નહીં. લેગ ભેગવતે ન હોય તેમ છતાં કામ ક્રોધાદિમાં રહેતું હોય તે મનથી કર્મ બાંધે છે. મન બહુ ચપળ છે. એને સ્થિર કરવું. બહુ ચેતવા જેવું છે. નિરંતર ચિત્તની શુદ્ધિની જરૂર છે. ચિત્ત શુદ્ધ કર્યા પછી ભક્તિ થાય. રાગડા તાણ્યાથી કંઈ ભક્તિ થતી નથી. એ તે મન સ્થિર કરવા માટે મોટેથી બોલવાનું છે. નહીં તે કાત્સર્ગમાં જેટલે લાભ છે તેટલે મોટેથી બોલવામાં નથી. બે ઘડી જે સમતા રહે તે એને કેવળજ્ઞાન થઈ જાય. એ બે ઘડી પ્રાપ્ત કરવી બહુ મુશ્કેલ છે. તીર્થકર મહાવીર સ્વામીને પણ એ બે ઘડી માટે બાર વર્ષ રાહ જોવી પડી. ઋષભદેવને હજાર વર્ષ સુધી રાહ જોવી પડી. મેઢે ગમે તેમ કહે કે મન વશ કરું, પણ એ વશ કરવું બહુ મુશ્કેલ છે. ચિત્તને રેકવા ભક્તિ છે. એમાંય જે ચિત્ત ન રહે તે જીવ દુર્ભાગી છે. ભગવાનનું સ્વરૂપ વાણીમાં આવે એવું નથી, પણ ભગવાનના સ્વરૂપને બતાવનારા નામનું પણ સમરણ રહે તે નિર્મ. ળતા થવાનું કારણે થાય. ભાવના કરવા માટે સ્તવન, વંદના કરવાનું કહ્યું છે. મંત્ર, ભક્તિ એ બધાં જીવને નિર્મળ કરવા માટે કહ્યાં છે. ભગવાનના પવિત્ર ગુણોને ગાવા તે સ્તુતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380