Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 372
________________ ૩૪પ ૨૬ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૯, ૨૦૦૮ દ્રવ્ય-ગુણ-પર્યાયની આ વાત છે. તે કઈ વખતે સાંભળી નથી તેથી સમજવી મુશ્કેલ છે. ઘણી વાર સાંભળ સાંભળ કરે ત્યારે કેઈક વખતે સમજાય. જગતની વાતે ઘણી સાંભળી છે, પણ આ તે કઈ દિવસે સાંભળ્યું નથી. દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધ અને સંસારી જીવમાં ભેદ નથી. બીજા દ્રવ્યથી મોક્ષ થાય છે એમ નથી. એને એ જીવ પરિણમે છે. શુદ્ધ અવસ્થા છે તે સિદ્ધ છે અને મલિન અવસ્થા છે તે સંસારી છે. પરને સંગ હતું ત્યારે મલિન પર્યાય હતે. અસંગ થયે ત્યારે શુદ્ધ પર્યાય થયે. બધાય છે સિદ્ધ સમાન છે, કર્મને લઈને ફેરફાર દેખાય છે. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહીં, બન્ને સાથે રહેલ.” બને નય સાથે રાખે છે તે સ્વાદુવાદ છે. ર૭ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ વદ ૦)), ૨૦૦૮ જ્ઞાનચેતના એ સ્વાભાવિક છે. હું શુભ કરું, અશુભ કરું એમ કર્તવ્ય સમજીને કરે તે કર્મચેતના છે. જ્ઞાનચેતના એટલે જેને ભેદજ્ઞાન છે તે કર્મના ઉદયે તેમાં ભળી જતે નથી. કર્મને ઉદય આવે ત્યારે સુખસામગ્રી મળે. પુણ્યથી મળે ત્યારે જીવ સુખ માને છે. એથી વિપરીત થાય ત્યારે દુઃખ માને છે. પિતાના ભાવ શુભાશુભ કરે છે તે કર્મ ચેતના છે ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ” જ્યાં સુધી સમ્યકત્વ થયું નથી, ઈષ્ટ અનિષ્ટ કરે છે ત્યાં સુધી કર્મચેતના છે. જ્યાં જીવને ભાન નથી એવા એકે દ્રિય આદિમાં કર્મફલચેતના છે. જ્ઞાનચેતનામાં ચેતન છે, કર્મચેતનામાં ચેતન છે અને કર્મફતચેતનામાં પણ ચેતન તે છે. કર્મચેતના અને કર્મ ફલચેતનામાં આત્મા અશુદ્ધ છે. ૨૮ શ્રીમદ્ રા. આ. અગાસ, અષાડ સુદ ૮, ૨૦૦૮ શરીર તે હું નથી. જેને આત્મા અસંગ છે, એક છે, અખંડ છે એમ આત્મભાવના થાય તેને પરિપૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય. ગર્ભમાં તે સુખ હોતું નથી અને જન્મ વખતે પણ ઘણું દુઃખ હોય છે, તે વખતે બેભાન છે. બાલ્યાવસ્થામાં તે આત્માને કંઈ વિચાર આવી શકે નહીં. પછી યુવાવસ્થા છે, તેમાં સમજણ હોય છે, પણ એ પછી બીજા કામમાં વાપરે છે–સ્ત્રીમાં, ધનમાં વાપરે છે. પછી વૃદ્ધાવસ્થા આવે છે ત્યાં પણ કંઈ ન થાય. બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચેને જે શેડો કાળ છે તેમાં આત્માનું હિત કરે તે થઈ શકે છે. પિતાને માટે કરવાનું છે, જ્યાંત્યાંથી જીવને જન્મમરણથી છોડાવવાનું છે. મેહ કરે તે છુટાય નહીં. હું, મારું ભૂલશે ત્યારે કલ્યાણ થશે. પિતાનું નહીં તેને પિતાનું માની તન્મય થ છે. દેખાય તે એનું છે નહીં. માટે મોટા પુરુષોએ કહ્યું છે કે સત્સંગ કરે. સત્સંગમાં ભૂલે નીકળે છે. સને રંગ ચઢાવે તે સત્સંગ. પુણ્યને ઉદય હોય ત્યારે જીવને તીર્થયાત્રા કે ધર્મના સ્થાનમાં જવાનું બને છે. કેઈ જ્ઞાનીની આજ્ઞા આરાધાય તે કલ્યાણ થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380