Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 378
________________ સંગ્રહ ૬ ૩૫ મળે છે. આખી જિંદગી સુધી એને અભ્યાસ કરી મૂક્યો હોય તે છેવટે એ સાંભરી આવે “સહજામસ્વરૂપ એમ સાંભરે તેથી સમભાવ રહે. “સમભાવ” એ આપણું ઘર છે. જ્ઞાનીએ જે મંત્ર આપ્યું છે તે કાનમાં મૂકી રાખવા જેવું છે, ભૂલ નહીં. ૫૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૨, ૨૦૦૯ પ્રશ્ન—આપણે એકાસણું, ઉપવાસ, વત, નિયમ જે જે કરવાં હોય તે ભગવાનને પૂછીને કરવાં? ઉત્તર–હા, કાળા ધ રાઈ તો, તમે જે સુખ જાણ્યું છે, અનુભવે છે તે સુખ પ્રાપ્ત કરવા તમારી આજ્ઞાથી આ નિયમ વગેરે કરું છું, એમ ચિત્રપટ આગળ ભાવ કરી કરવું. જ્ઞાનીની આજ્ઞા ઓળંગીને કંઈ કરવું નથી. જ્ઞાની પ્રત્યક્ષ હોય તે પૂછીને કરે અને પ્રત્યક્ષ ન હોય તે એમના ચિત્રપટ આગળ જઈ આ પ્રત્યક્ષ જ છે એમ જાણું, હે ભગવાન! આપની આજ્ઞાથી આ કરું છું, એમ ભાવના કરી વ્રત નિયમ વગેરે કરવાં. ૫૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૩, ૨૦૦૯ પ્રશ્ન–“પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં” એટલે શું? ઉત્તર–જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે શરીરમાં, કુટુંબમાં વેરી નાખી છે તે બધેથી ઉઠાવી સપુરુષ પ્રત્યે પરમ પ્રેમ કરવાને છે. પ્રેમ સંસારમાં રોકાયો છે. પ્રેમની જેટલી શક્તિ છે તે બધી પ્રભુ પ્રત્યે વપરાય છે તે પરપ્રેમ એટલે પરમ પ્રેમ છે. પ્રેમ એ આત્મા છે. શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૩, ૨૦૦૯ જ્યાં ત્યાંથી સંસારનાં કામેથી કંટાળો આવે એવું કરવું. વૈરાગ્ય ઉપશમ વગર કામ ન થાય. કાળ એ છે કે બધાનાં મન સરખાં ન હોય. કલેશ માટે એવું કરવું. સમભાવ કેળવવે. આમ થાય તેય શું અને તેમ થાય તેય શું ? એમ સંસારના કામમાં ઉપેક્ષા રાખવી. વધારે વખત ધર્મમાં જાય તેવું કરવાનું છે. કર્મ આગળ તે કેઈનું ચાલતું નથી. સમજણ વધશે એમ સુખી થવાશે. ૫૭ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧૩, ૨૦૦૯ સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં કર્મોમાં ફેરફાર થાય છે, તેની પોતાને ખબર પડે છે. નરકમાં પણ જીવને સમકિત થાય છે. ત્યાં એને જાતિસ્મરણ થાય તેથી મનુષ્યભવમાં જ્ઞાન મળ્યા હોય અને પિતે કંઈ કર્યું ન હોય તો એમ થાય કે અહ! મને જ્ઞાની મળ્યા છતાં મેં કંઈ ન કર્યું. એમ પશ્ચાત્તાપ કરતાં એને ખોટું તે ખોટું અને સાચું તે સાચું લાગે. ૫૮ શ્રીમદ્ રા. આ. અગાસ, કાર્તિક સુદ ૪, ૨૦૧૦ સપુરુષને આશ્રય હેય તે જીવનું કલ્યાણ થડા કાળમાં થઈ જાય. પછી એક-બે ભવ કરવા પડે. અનંતકાળથી રખડતે રખડતે આવ્યા છે ત્યાં એક બે ભવની શી ગણતરી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380