Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 370
________________ સંગ્રહ ૬ ૩૪૩ અશુભ ભાવ છેડે તે શુભ ભાવ થાય, પછી શુદ્ધભાવમાં આવે. શુભભાવ અને શુદ્ધભાવ બનેમાં ચારિત્ર સંભવે છે. અશુભમાં ન સંભવે. ચારિત્ર તે આત્મા છે. શુભભાવમાં પરિણમે તે સરાગ ચારિત્ર અને શુદ્ધભાવમાં પરિણમે તે વીતરાગ ચારિત્ર. કષાયભાવ હેય ત્યાં ચારિત્ર નથી. આત્મા શુભાશુભ ભાવ ન કરે અને શુદ્ધભાવમાં રહે તે કર્મનું જેર ચાલતું નથી. ૨૦ શ્રીમદ્ રા. આ અગાસ, જેઠ સુદ ૭, ૨૦૦૮ “આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય.” દ્રવ્યને કહેનાર તે દ્રવ્યાકિનય છે અને પર્યાયને કહેનાર તે પર્યાયાર્થિકાય છે. આત્મા ધ્રુવ છે, પણ પર્યાય પલટાય છે. દ્રવ્ય અપેક્ષાએ છ દ્રવ્ય ધ્રુવ છે અને પર્યાય અપેક્ષાએ ઉત્પાદવ્યયરૂપ છે. એમ દરેક દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ હોય છે. કઈ પણ વસ્તુ હોય તે તેના ગુણપર્યાય હોય છે. દ્રવ્ય–ગુણ પર્યાયરૂપ વસ્તુ છે. તેની સાથે પર્યાયના પલટવાથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ હોય છે. કેવળજ્ઞાનમાં જગત ભાસે છે, ત્યાં જ્ઞાન યરૂપે પરિણમે છે, (યાકાર થાય છે, પણ જ્ઞાન (દ્રવ્યથી) યરૂપ થતું નથી. દર્પણમાં દેખાય તેમ ચેતનમાં જગત ભાસે છે. આત્માને કેવળજ્ઞાન થયું એટલે ઇન્દ્રિયની જરૂર રહેતી નથી. ઈન્દ્રિયેથી પહેલાં કેવળજ્ઞાન જાણું લે છે. કેઈની મદદ વગર જ જાણે છે. પરવસ્તુથી આનંદ આવતું હતું, તેને બદલે આત્માથી જ આનંદ આવે છે. પરની જરૂર રહેતી નથી. ઇન્દ્રિયેનું જ્ઞાન તે અસ્પષ્ટ છે, પણ કેવળજ્ઞાન સ્પષ્ટ જાણે છે. ઈન્દ્રિય-મનનું જ્ઞાન મર્યાદાવાળું છે, પણ કેવળજ્ઞાન અમર્યાદિત છે. મોહનીયકર્મને ક્ષય કરી, સ્વરૂપમાં સ્થિત થઈ કેવળજ્ઞાન પ્રગટાવે છે. એ અતીન્દ્રિયજ્ઞાન છે. એનું સુખ પણ અતીન્દ્રિય છે. બાહ્યવસ્તુને આધારે સુખદુઃખ નથી. ૨૧ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૮, ૨૦૧૮ પરપદાર્થની સાથે આત્માને યજ્ઞાયક સંબંધ વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી આત્મા અસંગ છે. પરપરિણામ સાથે કેવલી પરિણમતા નથી. તેને ગ્રહણ કરતા નથી. નિશ્ચયથી આત્માને કેઈને સંગ નથી. ૨૨ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૧૨, ર૦૦૮ ઈન્દ્રિયસુખ પરાધીન અને બાધાયુક્ત છે. ઈન્દ્રિયસુખમાં સમભાવ હોતો નથી. અશાતાના ઉદયે તે નાશ પામે છે. ચંચળ છે. ઇન્દ્રિય સુખ અને દુઃખ બંને એક જ છે. પુણ્ય પાપ બેય સરખાં બંધનરૂપ છે. આત્માને મુક્ત કરવા માટે બધું કરવાનું છે. આત્માર્થ થી ચૂક્યો તે પડી જશે. અશુદ્ધભાવમાંથી જેની પ્રીતિ ઊઠે તેને શુદ્ધઉપગ પ્રત્યે પ્રીતિ થાય છે. શુદ્ધ ઉપયોગથી સંવર, નિર્જરા, મોક્ષ બધું થાય છે. શુદ્ધ ઉપગ ન રહેતું હોય તે મારે શુદ્ધઉપયોગ માટે કરવું છે એ લક્ષ રાખ. સમ્યગ્દર્શનને લક્ષ રાખીને કરે તે શુદ્ધઉપગ પ્રાપ્ત થાય. “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380