Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 353
________________ બેધામૃત નકામાં છાપાં, પુરાણે વગેરેમાં કેટલે નકામે કાળ ગાળે છે! જેમાં આત્માનું કંઈ કલ્યાણ ન હોય એવી નિ:સત્વ ક્રિયામાં ખળી રહે તે મનુષ્યભવ નકામે જતે રહે. મનુષ્યભવની ક્ષણેક્ષણ દુર્લભ છે. કોઈ વખતે એને સમકિત થઈ જાય, કોઈ વખતે એને ચારિત્ર આવી જાય, કોઈ વખતે કેવળજ્ઞાન થઈ જાય, કેઈ વખતે મોક્ષ થઈ જાય એવી એવી મનુષ્યભવની દુર્લભ ક્ષણે છે. અસત્સંગ, અસત્શાસ્ત્ર, અસદ્ગુરુ એથી જીવ પાછો ન વળે, એને આત્મઘાતી ન જાણે ત્યાં સુધી એને આત્મસ્વરૂપ ન સમજાય. જ્ઞાનીનું એક એક વચન કલ્યાણ કરનાર છે, પણ જીવમાં બીજા સંસ્કાર પડ્યા છે, તેથી સમજાતાં નથી. બહુ સાવચેતીથી વર્તવાનું છે તેને બદલે જીવ અભિમાનમાં તણાઈ જાય છે. આત્મવરૂપની વાત કરનાર તે ઘણા મળે, પણ જેણે આત્મવરૂપ પ્રાપ્ત કર્યું છે, તેમનાથી આત્મા જાણ્યા વિના આત્મા પ્રાપ્ત થાય નહીં. જ્યાં આત્મસ્વરૂપ પ્રગટ છે, ત્યાંથી જ પ્રાપ્ત થાય. એવો દૃઢ નિશ્ચય કરવાનું છે. જ્ઞાની પુરુષ સિવાય મેં આત્મા જાણે છે એવી કલપના કરવી નહીં. જગતમાં ચમત્કારવાળા હોય તેમની પાછળ લેકે ફરે છે, પણ આત્માનું કલ્યાણ કરવું હોય તે જ્ઞાની વિના થાય નહીં. જ્ઞાનીથી જ કલ્યાણ થાય છે તેથી એમના સત્સંગની નિરંતર ભાવના રાખવી. પ્રવૃત્તિ કરવી પડતી હોય તે ઉદાસીનતા રાખવી. પિતાની મોટાઈને અર્થે કઈ પ્રવૃત્તિમાં તણાઈ જવું નહીં. સપુરુષને વેગ ન હોય તે વખતે સત્સંગની ભાવના રાખવી. બધાં સાધનોમાં મુખ્ય સાધન સત્સંગ છે એની ભાવના હમેશાં રાખવી. સપુરુષને સત્સંગ નથી તે લે આપણે વેપાર કરીએ એવું કરવાનું નથી, પણ મુમુક્ષુઓએ પરસ્પર સત્સંગ કરે. પ્રવૃત્તિ કરવી પડે તેમાં મોટાઈની ઇચ્છા ન રાખવી. પ્રમાદ ન કરે. મુમુક્ષુએ કેમ વર્તવું તે બધું લખ્યું. કૃપાળુદેવને એક પત્તે લખવાની ઈચ્છા હતી, પણ એક લખ્યું, પછી બીજું લખ્યું એમ આઠ પત્તાં લખ્યાં. એ ઉદય કઈક વખતે જ એમને હોય છે. છેવટે લખે છે –“અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તે પછી તમ સર્વેને એ રાખવો ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમે અપ આરંભને અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠાં પ્રારબ્બનિવૃત્તિરૂપે ઈચ્છીએ છીએ, મહત આરંભ અને મહતુ પરિગ્રહમાં પડતા નથી, તે પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી.” (૪૪૯) ૭૫ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૧૦, ૨૦૦૯ લેકવ્યાપક અંધકાર છે. જડ વસ્તુ તે કશું જાણે નહીં. એક ચેતન છે તે સ્વયં જાણે છે. “સ્વયંતિ સુખધામ.” જેણે પોતે પિતાને જાણે છે તે યથાર્થ દેખે છે. જગત પાંચ ઈન્દ્રિયેના વિષયોને ઇચછે છે, પણ જ્ઞાની તેથી ઉદાસ રહે છે, નિસ્પૃહ રહે છે. એમને કંઈ ઈચ્છા નથી. એ પિતાને ભૂલતા નથી. ગમે તેવાં આકર્ષણ હોય તે પણ પોતે પિતારૂપે જ રહે છે. આખું જગત ગમે તેમ વર્તતું હોય પણ જેણે આત્મા જાણે છે તે આત્મામાં સ્થિર રહી જગતને દેખે છે. જ્ઞાની જ્ઞાનસ્વરૂપ જ છે. કૃપાળુદેવ જ્ઞાનસ્વરૂપ જ છે. તે લખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380