Book Title: Bodhamrut Part 1
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 363
________________ ૩૩૬ બેધામૃત ડરે. “ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯). ખેદ કરવાથી કંઈ કલ્યાણ થતું નથી. રેજ મરણું સંભારવું. મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે. ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછી કેમ મૂકે પાછી ?” નિર્ભય હોય તે જ શૂરવીર થઈ શકે. સમ્યજ્ઞાન થવા નિર્ભયતાની જરૂર છે. આત્મા ઓળખવા માટે “આત્મા સત્ જગત મિથ્યા એ કરવાનું છે. જીવને અભિમાન છે કે હું મોટો છું. એ અભિમાન છોડી બધાય આત્મા છે એમ કરવું. અભિમાન, મોટાઈ બધું દૂર કરે ત્યારે જ પરમાર્થ હૃદયમાં પેસે. મોટાઈ બધી મિથ્યા છે. ધૂમાડાના બાચકા જેવું છે. એની ને એની જ ઈચ્છા રહ્યા કરે તે પરમાર્થ સમજાય કેમ કરી? નિર્ભય થાય તે જ આત્મામાં પસાય એવું છે. જોકેથી ડરે, રૂડું દેખાડવા કરે તે ક્યારે પાર આવે? “નહીં કાયરનું કામ જેને.” શૂરવીરનું કામ છે. મહાપુરુષના અંતરમાં કેવું શૂરવીરપણું હોય છે ! આત્મજ્ઞાન ત્યાં મુનિ પણું છે; વેષમાં મુનિપણું નથી. પરમાર્થમાં તે બહુ વિડ્યો છે. માટે ન થાય” એવી શંકા કરવાની નથી. નિરભિમાની થવું. જ્યાં માન હોય ત્યાં ભગવાન રહે નહીં. માન અને ભગવાનને વેર છે. “મેહનવરને માન સંગાતે વેર જે. શ્રીમદ્ ભાગવતમાં એક કથા આવે છે. શરદુપૂર્ણિમાની રાત્રિ હતી. શ્રીકૃષ્ણ જંગલમાં આવી વાંસળી વગાડી. તે સાંભળીને બધી ગેપીઓ ઘરનાં કામ વગેરે છોડીને ત્યાં શ્રીકૃષ્ણ પાસે આવી. શ્રીકૃણે કહ્યું કે તમે અહીં કેમ આવી? તમારા પતિને મૂકીને અહીં શા માટે આવી છો? ગોપીઓએ કહ્યું કે પતિ પરદેશ જાય ત્યારે કેઈને પિતાનું ચિત્રપટ, કોઈને લાકડાનું પૂતળું વગેરે પૂજવા માટે આપી જાય છે. પછી તે જ તેની પૂજા કરતી હોય અને જ્યારે પતિ ઘેર આવે અને કહે કે પાણી લાવ, તે તે કંઈ એમ કહે કે ના, મને પહેલાં પૂજા કરવા દ્યો. તેમ અમારા પતિ તે તમે છો. બીજા તે બધા લાકડાના પૂતળા જેવા છે. જ્યારે ખરા પતિ ઘેર આવે ત્યારે લાકડાના પતિની કેણ સેવા કરે? તે સાંભળી શ્રીકૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને પછી બહુ આનંદથી રાસ રમ્યા. તે વખતે એક એક ગેપી અને એક એક કૃષ્ણ, દરેક ગોપી સાથે એક એક કૃષ્ણ. તે વખતે ગોપીઓના મનમાં થયું કે આપણે કેવી ભાગ્યશાલિની છીએ! આ વખતે બીજાં બધાં ઊંઘે છે અને આપણે ભગવાન સાથે લીલા કરીએ છીએ. એમ જરાક અભિમાન આવી ગયું, એટલામાં તે એ કેય કૃષ્ણ ન મળે. કૃષ્ણ અલેપ થઈ ગયા. જ્યાં ભગવાન હોય ત્યાં માન ન રહે અને જ્યાં માન હોય ત્યાં ભગવાન ન રહે, એવું છે. માટે અભિમાન મૂકવાનું છે. ગમે તેટલે વિષમ ઉદય હોય પણ તે વખતે સમભાવ રાખ. જ્ઞાની પાસે કશું ઇચ્છવું નથી. અભિમાન ટાળી સમભાવમાં આવવાનું છે. કર્મના ઉદયમાં સમભાવ રાખતાં ન શીખે ત્યાં સુધી જ્ઞાનીનું કહેલું સમજાય નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380