Book Title: Bhramcharya Purvardha Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 4
________________ સંપાદકીય જીવનમાં જોખમો તો જાણી જોયાં પણ અનંતા જીવનનાં જોખમોની જડ, જે છે તે જેણે જાણી હોય તો જ તે તેમાંથી છુટકારો પામી શકે ! અને તે જડ છે વિષયની ! આ વિષયમાં તો કેવી ભયંકર પરવશતા સર્જાય છે ?! એમાં આખી જિંદગી કોઈના ગુલામ બની રહેવાનું ! કેમ પોષાય ? વાણી, વર્તન એટલું જ નહીં, પણ એનાં મનને પણ દિન રાત સાચવ્યા કરવાનું ! તેમ છતાં પલ્લે શું આવવાનું ?! સંસારની નરી પરવશતા, પરવશતા ને પરવશતા ! પોતે આખા બ્રહ્માંડનો માલિક બની સંપૂર્ણ સ્વતંત્રપદમાં આવી શકે તેવી ક્ષમતા ધરાવનારો વિષયમાં ડૂબી પરવશ બની જાય છે. આ તે કેવી કરુણાજનક સ્થિતિ ! વિષયની બળતરામાં કારણ વિષય પ્રત્યેની ઘોર આસક્તિ છે ને સર્વ આસક્તિનો આધાર વિષયના વાસ્તવિક સ્વરૂપની ‘અજ્ઞાનતા છે. ‘જ્ઞાની પુરુષ' વિના એ અજ્ઞાનતા કઈ રીતે દૂર થાય ?! જ્યાં સુધી વિષયની મૂછમાં વર્તે છે, ત્યાં સુધી જીવના અધોગમન કે ઊર્ધ્વગમનની કોઈ પારાશીશી જ ગણવી હોય, તો તે તેની વિષય પ્રત્યેની અનુક્રમે રુચિ અગર તો અરુચિ છે ! પરંતુ જેને સંસારનાં સર્વ બંધનોથી મુક્ત થવું છે, તે જો એક વિષયબંધનથી મુક્ત થયો તો સર્વ બંધનો સહેજે છૂટે છે ! સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલન થકી જ વિષયાસક્તિની જડ નિર્મલ થઈ જાય તેમ છે. યથાર્થ બ્રહ્મચર્ય પાળવામાં, એની શુદ્ધતાને સર્વપણે સાર્થક કરવામાં ‘જ્ઞાની પુરુષ'ના આશ્રયે રહીને એક ભવ જાય તો તે અનંત ભવોની ભટકામણનો અંત લાવે એવું છે !!! આમાં અનિવાર્ય કારણ જો કોઈ હોય તો તે પોતાનો બ્રહ્મચર્ય પાળવાનો દ્રઢ નિશ્ચય છે. એને માટે બ્રહ્મચર્યના નિશ્ચયને છેદતાં એકે એક વિચારને પકડી, તેને મૂળથી ઉખેડી નાખ્યા કરવાના છે. નિશ્ચયને છેદતા વિચારો, જેવા કે ‘વિષય વિના રહેવાશે કે કેમ ? મારા સુખનું શું ? પત્ની વિના રહેવાશે કે કેમ ? મારે આધાર કોનો ? પત્ની વિના એકલા કેમ નિભાવાશે ? જીવનમાં કોની હૂંફ મળી રહેશે ? ઘરનાં નહીં માને તો ?!' .......ઈ. ઈ. નિશ્ચયને છેદતાં અનેક વિચારો સ્વાભાવિકપણે આવવાના. ત્યાં તેને તુરત ઉખેડી નિશ્ચય પાછો વધારેને વધારે મજબૂત કરી લેવાનો રહે છે. વિચારોને ઉડાડતું યથાર્થ ‘દર્શન’ મહીં પોતાની જાતને દેખાડવું પડે, કે ‘વિષય વિના કેટલાય જીવી ગયા, એટલું જ નહીં પણ સિદ્ધેય થયા. પોતે આત્મા તરીકે અનંત સુખધામ છે, વિષયની પોતાને જરૂર જ નથી ! પત્ની મરી જાય તે શું એકલા નથી જીવતા ? હુંફ કોની ખોળવાની ? પોતાનું નિરાલંબ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે ને બીજી બાજુ હુંફ ખોળવી છે ? એ બે કેમ બને ?” અને જ્યાં પોતાનો નિશ્ચય મેરુ પર્વતની જેમ અડોલ રહે છે, ત્યાં કુદરત પણ તેને યારી આપે છે ને વિષયમાં લપસવાના સંજોગો જ ભેગા નથી થવા દેતી. એટલે પોતાના નિશ્ચય ઉપર જ બધો આધાર છે. બ્રહ્મચર્ય પાળવું છે એવો અભિપ્રાય દ્રઢ થાય એનાથી કંઈ પતતું નથી. બ્રહ્મચર્ય માટેની જાગૃતિ ઉત્પન્ન થવી અતિ અતિ મહત્ત્વની વસ્તુ છે. બ્રહ્મચર્ય માટેની જાગૃતિ ક્ષણે ક્ષણે વર્તાતી રહે ત્યારે બ્રહ્મચર્ય વર્તનામાં રહે. એટલે જ્યારે રાત-દિવસ બ્રહ્મચર્ય સંબંધીની જ વિચારણાઓ ચાલતી રહે, નિશ્ચય દ્રઢ થતો રહે, સંસારનું વૈરાગ્ય નિપજાવનારું સ્વરૂપ દિનરાત દેખાતું રહે, બ્રહ્મચર્યનાં પરિણામો સતત દેખાતાં રહે, કોઈપણ સંજોગોમાં બ્રહ્મચર્ય ના ભૂલે, એવી ઉત્કૃષ્ટ દશામાં આવે ત્યારે અબ્રહ્મચર્યની ગાંઠો તૂટવા માંડે. બ્રહ્મચર્યની જાગૃતિ એટલી બધી વર્તતી હોય કે વિષયનો એક પણ વિચાર, વિષય તરફ એક ક્ષણ પણ ચિત્તનું ખેંચાણ તેની જાગૃતિની બહાર જતું નથી, ને તેમ થતાં તત્કણે પ્રતિક્રમણ થઈ તેનું કોઈ સંદન રહે નહીં, એટલું જ નહીં પણ સામાયિકમાં તે દોષનું ઊંડેથી વિશ્લેષણ થઈ જડમૂળથી ઉખેડવાની પ્રક્રિયાઓ ચાલતી રહે, ત્યારે વિષયબીજ નિર્મૂલનના યથાર્થ માર્ગે પ્રયાણ થાય. બ્રહ્મચર્યનો નિશ્ચય દ્રઢ થઈ જાય, ને ધ્યેય જ બની જાય, પછી તે ધ્યેયને નિરંતર ‘સિન્સીયર’ રહ્ય, ધ્યેયે પહોંચવાના સંયોગો સહેજા સહેજ સામે આવતા જાય છે. ધ્યેય પકડાયા પછી ‘જ્ઞાની પુરુષ'ના વચનો પોતાને આગળ લઈ જાય છે, અગર તો ગબડવાની પરિસ્થિતિમાં એ વચનોPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 217