Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 3
________________ સમર્પણ વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા; અરેરે ! અવદશા તો ય તેમાં જ વિચરતા! સંસારનાં પરિ ભ્રમણને સહર્ષ સ્વીકારતા; ને પરિણામે દુ:ખ અનંત ભોગવતા! દાવાઓ કરારી, મિશ્રચેતન-સંગે ચૂકવતા; અનંત આત્મસુખને, વિષયભોગે વિમુખતા! વિષય અજ્ઞાન ટળે, જ્ઞાની ‘જ્ઞાન’ પથરાતા; ‘દ્રષ્ટિ’ નિર્મળતા તણી કૂંચીઓ અર્પતાં! ‘મોક્ષગામી’ કાજે – બ્રહ્મચારી કે પરિણતા; શીલની સમજ થકી મોક્ષપથને પમાડતા! અહો ! નિગ્રંથજ્ઞાનીની વાણીતણી અદ્ભુતતા; અનુભવીનાં વચનો નિગ્રંથપદને પમાડતાં! મોક્ષપંથે વિચરતા, ‘શીલપદ’ને ભાવતા; વીતરાગ ચારિત્ર્યના બીજાંકુર ખીલવતા! અહો ! બ્રહ્મચર્યની સાધના કાજે નીસરતા; આંતર્ બાહ્ય મૂંઝવણે સત્ ઉકેલ દર્શાવતા! જ્ઞાનવેણોની સંકલના, ‘સમજ બ્રહ્મચર્ય’ની કરાવતા; આત્મકલ્યાણાર્થે ‘આ’, મહાગ્રંથ જગચરણે સમર્પિતા! ܀܀܀܀܀ 3

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 217