Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના ભારતીય સંસ્કૃતિ ધર્મ પ્રધાન સંસ્કૃતિ છે. આથી ભારતીય સ ંસ્કૃતિના દરેક અભ્યાસીએ ભારતીય ધર્માનું જ્ઞાન મેળવવુ આવશ્યક છે એમ હું માનુ છું. ધર્માં દ્વારાજ માનવી નીતિમય અને સંસ્કારી જીવન જીવી શકે છે. ધર્મ જીવનના પ્રાણ છે અને સતા સંસ્કૃતિનું મૂલ્યવાન ધન છે. ભારતીય ધર્મો વિષે વિવિધ ભાષાઓમાં અનેક પુસ્તકે લખાયાં છે, અને લખાતાં રહે છે, પણ ઘણા સમયથી ગુજરાતી ભાષામાં યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિના અભ્યાસને અનુરૂપ ધર્મ વિશેના પુસ્તકના અભાવ વર્તાતા હતા. આ વસ્તુને ધ્યાનમાં લઈ યુનિ. ગ્રંથ નિર્માણ માટે આવા એક ગ્રંથ તૈયાર કરવાનું વિચાર્યું. અને એ માટૅ મને નિમંત્રણ પાઠવતાં મેં તેને આભાર સાથે સહર્ષ સ્વીકાર કર્યાં. પ્રસ્તુત ગ્રંથમાં ભારતમાં પ્રવર્તતા વર્તમાન ધર્મોને આવરી લઈ દરેક ધર્મ નું ભારતીય સ્વરૂપ, તેનાં દેવસ્થાન, સમાજ ઉપર તેની અસર વગેરે વિવિધ પાસાંની ચર્ચા કરેલ છે. શરૂઆતમાં પ્રાક્વેદકાલીન ભારતીય ધર્મીના સ્વરૂપનો ખ્યાલ આપ્યા બાદ હિંદુ ધર્મીનું સ્વરૂપ અને તેની વિવિધ શાખાએની વિગતે ચર્ચા કરેલ છે. ત્યાર બાદ ભારતમાં પ્રવર્તમાન અન્ય ધર્મો જેવા કે જૈન, બૌદ્ધ, જરથાસ્તી, ઈસ્લામ, શીખ, યહૂદી, ખ્રિસ્તી વગેરેના વર્તમાન ભારતીય સ્વરૂપના ઉપલબ્ધ સાધનાને આધારે ખ્યાલ આપવા નમ્ર પ્રયત્ન કરેલ છે. સમગ્ર ગ્રંથ યુનિવર્સિ ટીના ભારતીય સંસ્કૃતિના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમને અનુરૂપ તૈયાર કરેલ છે. ગ્રંથના દરેક પ્રકરણને અ ંતે ઉપયોગી પ્રથાની યાદી તયા ગ્રંથને અંતે પારિભાષિક શબ્દ સૂચિ આપી ગ્રંથને પૂર્ણ કરેલ છે. આ ગ્રંથને તૈયાર કરવામાં ૐ।. ચીનુભાઈ નાયક તથા ડૉ. પનુભાઈ ભટ્ટ રચિત જગતના ધર્મોની વિકાસરેખા તથા ૐા. નગીનભાઈ શાહ રચિત બૌદ્ધ ધ દર્શનના મહદ્અંશે ઉપયોગ કરેલ છે. અને એ રીતે હું એ વિદ્વાનાના ઋણુના સ્વીકાર કરું છુ. મારા અધ્યાપક તરીકેના શિક્ષણકાય દરમિયાન આ વિષયમાં અનેકવાર એક અંગત મિત્ર તરીકે ડૉ. ચીનુભાઈ નાયકે ઉપયોગી માર્ગદર્શન આપેલ છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 240