Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકનું પુરોવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને તે માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથ સામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તક અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બર્ડ સ્થાપવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીઓનાં પ્રાધ્યાપક અને અન્ય વિદ્વાને દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠ્ય પુસ્તક અને સંદર્ભ ગ્રંથે પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે. આ યોજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનિયન વિદ્યાશાખાના ઇતિહાસ અને સંસ્કૃતિ વિષય માટે નિયત થયેલ પાઠ્યક્રમના સંદર્ભમાં “ભારતીય ધર્મો ” નામનો ગ્રંથ પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરે એ વાતે થાય છે કે આ ગ્રંથના લેખક ડૉ. નવીનચંદ્ર આનંદીલાલ આચાયે પિતાના જ્ઞાન અને અનુભવોને લાભ વિદ્યાર્થીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ ગ્રંથનું પરામર્શન કરવા માટે છે. હરિપ્રસાદ ગ, શાસ્ત્રીને આભાર માનું છું. આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે અને એ બધાને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બેર્ડ, જે. બી. સેડિલ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, અધ્યક્ષ. ઓગષ્ટ, ૧૯૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 240