Book Title: Bharatiya Darshanoma Jain Darshanu Sthan
Author(s): Harisatya Bhattacharya
Publisher: Popatlal Sakalchand Shah

View full book text
Previous | Next

Page 6
________________ [ ] વિદ્વાને એ જ પ્રમાણે અંદરઅંદરના વાદ-વિવાદમાં ગુંચવાઈ ગયા–ચોક્કસ સમય નક્કી કરી શકયા નહીં. વૈદિક ક્રિયાકાંડ અને બહુદેવવાદની પડખોપડખ અધ્યાત્મવાદ અને તત્ત્વવિચાર ઉગી નીકળતાં દેખાય છે, પરંતુ કેટલાક પંડિત માને છે કે અધ્યાત્મ અને તત્વવિદ્યા તે પાછળનાં છે, તત્ત્વવિચાર અને ક્રિયાકાંડ એક સાથે રહી શકે જ નહીં. પહેલાં ક્રિયાકાંડ હશે અને પછી કઈ એક ચોક્કસ સમયને વિષે–કેઈ શુભ મુહુ તત્ત્વવિચારનાં ફણગાં ફુટી નીકળ્યાં હશે. આ યુતિવાદ બરાબર નથી. જેન ધમ અને બૌદ્ધ ધર્મમાં પહેલું કેણ? એ વિષે ઘણે વાદ-વિવાદ થઈ ચૂકયો છે. કેઈએ જૈન ધર્મને બૌદ્ધ ધર્મની શાખા માની લીધી તે કેઈએ જૈનમતને બૌદ્ધમત કરતાં પણ પ્રાચીન મા. જરૂર, આ બધા વાદાનુવાદમાં એક પ્રકારની જીજ્ઞાસાવૃત્તિ-સત્ય ઉકેલવાની સ્પૃહા સમાએલી છે અને તે સન્માનને યોગ્ય છે. પરંતુ હું પોતે માનું છું કે એ પ્રકારને ઉહાપોહ કાનને રૂચીકર લાગે તે પણ એની બહ કીંમત નથી; એને મૂળ પાયો જ જોઈએ તેટલે મજબૂત નથી હોતે. આપણે જે મનુષ્યપ્રકૃતિને વિચાર કરીએ તે ચિંતન, મનન એ મનુષ્યમાત્રની પ્રકૃતિનું એક ખાસ લક્ષણ છે એમ સ્વીકારવું પડે. એટલે કે ઘણા લાંબા કાળથી મનુષ્યસમાજની અંદર અધ્યાત્મચિંતા તેમ જ તત્ત્વવિચારની ઝરણુઓ વહેતી રહી છે. જે સમયે સમાજ અર્થહીન ક્રિયાકાંડના બેજ નીચે છેક દબાઈ ગયેલ હોવાનું આપણે માનીએ છીએ તે સમયે પણ-પ્રારંભિક અવસ્થામાં ચે-કઈક ને કઈક આધ્યાત્મિકતા તે જરૂર હશે. વાસ્તવિક રીતે સામાજિક બાલ્યાવસ્થામાં જે છૂપી મૂઢતા હોય છે તેનાં ક્રિયાકાંડ આધ્યાત્મિકતાની પ્રસ્તાવનાની કઈક ગરજ સારે છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28