________________
[ ૧૩ ]. સ્વતંત્ર એક અચેતન પ્રકૃતિ છે પણ કઈવાર પુરૂષ સાથે મળી ગએલી લાગે છે. આ વિજાતીય પ્રકૃતિના અધિકારથી આત્માને. અલગ પાડ–અલગ અનુભવે એનું નામ જ મેક્ષ.
આપણે જોઈ ગયા કે જૈન દર્શન પણ આત્માનું અનંતત્વ અને અનાદિ માને છે. કપિલ દર્શનની જેમ જૈન દર્શન પણ કુદરતી રીતે જ સ્વાધીન આત્માની સાથે વળગેલા એક વિજાતીય પદાર્થનું અસ્તિત્વ કબૂલ રાખે છે. સાંખ્યની જેમ જૈન પણ આત્માનું બહુ માને છે. સાંખ્ય અને જૈન દર્શન અને વિજાતીય પદાર્થના વળગાડથી આત્માને છૂટે પાડ તેને મેક્ષ કહે છે.
એક બીજી વાત અહીં આપણું લક્ષ ખેંચે છે. પ્રત્યેક માણસ, પિતે પણ ન સમજે એવી રીતે પોતાનાથી ઉચ્ચતર, મહત્તર અને પૂર્ણતર એક આદર્શ કપે છે. ભકતે માને છે કે એક એ પુરૂષ, એક એ ઈશ્વર, પ્રભુ યા પરમાત્મા છે કે જે દરેક વાતે પરિપૂર્ણ છે. સુમહાન, પવિત્ર, આદર્શ, પૂર્ણજ્ઞાન–વીર્યઆનંદનો આધાર એવા એક પુરૂષ પ્રધાનમાં મનુષ્યમાત્રને, કુદરતી રીતે જ શ્રદ્ધા જન્મે છે. અદ્દભૂત દૈવી શક્તિમાં વિશ્વાસ મૂક એ ધર્મ હોય તે મનુષ્યને માટે એ બહુ સહજ છે. જ્ઞાન, વર્ય, પવિત્રતા વિગેરે વિષયમાં આપણે બહુ પામર છીએ, પરિમિત છીએ, પરાધીન છીએ. એટલે જે વિષયમાં આપણે આગળ વધવા માગીએ છીએ–અધિકાર મેળવવા વાંછીએ છીએ તે જેનામાં ઉજજવળ અને પરિપૂર્ણપણે હાય એવા શુદ્ધ, નિષ્પાપ પ્રભુ અથવા પરમાત્મામાં આપણે શ્રદ્ધા ધરાવીએ એમાં કઈ આશ્ચર્યની વાત નથી.. બ, ટીકાકારોની વાત એક બાજુ રહેવા દઈએ. સાંખ્ય દર્શનમાં