________________
C[ ૧૮ ]. એવા કેઈ શુદ્ધ, પરિપૂર્ણ પરમાત્માને સ્થાન નથી. પવિત્ર પરમાત્માના અસ્તિત્વ વિષે શ્રદ્ધા ધરાવવાની મનુષ્ય-પ્રાણુને જે કુદરતી પ્રેરણા જન્મે છે તેને સંતોષવાને ચગદર્શને પ્રયત્ન કર્યો છે. સાંખ્યની જેમ ગદર્શન આત્માની સત્તા અને સંખ્યા સ્વીકારે છે, પણ તે એક પગલું આગળ વધે છે. જીવમાત્રને અધીશ્વર, અનન્ત આદર્શરૂપી એક પરમાત્મા હોવાનું તે ઉપદેશે છે. અહીં યોગદર્શન અને જૈન દર્શન વચ્ચે સમાનતા દેખાય છે. વેગ દર્શનની જેમ જેને પણ પ્રભુ, પરમાત્મા અથવા અરિહંતને માને છે. જેના ઇશ્વર જગના સુષ્ટા નથી છતાં તે આદર્શરૂપ, પરિપૂર્ણ શુદ્ધ અને નિર્દોષ તે છે જ. સંસારી જી એકાગ્રમને તેનું ધ્યાન-પૂજા વિગેરે કરી શકે. પરમાત્માની ભકિત, પૂજા અને ધ્યાન-ધારણાથી જીનું કલ્યાણ થાય, ઉપાસકને નિમલ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને અનેકવિધ બંધનથી બંધાયેલા પ્રાણુને ન પ્રકાશ તથા નવું બળ મળે એમ તે કહે છે. જૈન અને પાતંજલ એ બન્ને દર્શને ઉપરોકત સિદ્ધાંત સ્વીકારે છે.
હવે આપણે કણદપ્રણીત વૈશેષિક દર્શનતરફ વળીએ, ટુંકામાં, વૈશેષિક દર્શનના સંબંધમાં આટલું કહી શકાય
આત્મા અથવા પુરૂષથી જે કઈ સ્વતંત્ર તે બધું પ્રકૃતિમાં સમાઈ જાય એમ સાંખ્ય અને ગદશન કહે છે. એને તાત્પર્ય એ છે કે સત્ પદાર્થ માત્ર વિશ્વપ્રધાનને વિષે બીજરૂપે વર્તમાન હોય છે. એટલા સારૂ કપિલ અને પતંજલી, આકાશ, કાળ અને પરમાણુઓ વિષે તાત્વિક નિર્ણય કરવામાં ખાસ લક્ષનથી આપતા. તેઓ તો આ બધું પ્રકૃતિની વિકૃતિ છે એમ માની છૂટી જાય છે, પણ એ વાત એટલી બધી સહજ નથી. સાધારણ માનવીની દષ્ટિએ તે આ દિશા, કાળ અને પરમાણુઓ પણ અનાદિ અને