Book Title: Bharatiya Darshanoma Jain Darshanu Sthan
Author(s): Harisatya Bhattacharya
Publisher: Popatlal Sakalchand Shah

View full book text
Previous | Next

Page 20
________________ [ ૧૬ ] સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, પણ જૈન દર્શન જગતના દાર્શનિક તને એક સમૃદ્ધ ભંડાર છે એમ કહું તે ચાલે. આ જેના દર્શનમાં તકદિ તત્ત્વની છટાદાર આલેચના મળે છે. એ સંબંધે ન્યાય દર્શન અને જૈન દર્શન વચ્ચે ઘણું મળતાપણું છે; પરન્તુ એટલા ઉપરથી જે કેઇ એમ માને કે ન્યાયદર્શનને અભ્યાસ કર્યા પછી જૈનદર્શનને અભ્યાસ કરવાની કઈ જરૂર નથી તે તે છેતરાશે. કારણ કે જેનદર્શન અને ન્યાયદર્શન વચ્ચે સમાનતા હોવા છતાં બન્ને વચ્ચે કેટલેક ભેદ છે. સ્યાદ્વાદ અથવા સપ્તભંગી નય નામે જૈનદર્શનમાં જે સુવિખ્યાત યુક્તિવાદની અવતારણ જેવામાં આવે છે તે તે ગૌતમ દર્શનમાં પણ નથી. એ યુક્તિવાદ જેનેને પિતાને જ અને એમના ગૌરવને દીપાવે એવો છે. ભારતીય દર્શનેમાં જૈન દર્શનને કેટલું ઉચ્ચ સ્થાન છે તે એટલા પરથી સમજાશે. કેટલાકેએ જૈનદર્શનને બૌદ્ધદર્શન જેવું જ માની લીધું હતું. લૅસેન અને વેબરે એવી ભૂલ કરી હતી. ઈ. સ. ના સાતમા સૈકામાં હયુએનસંગે પણ એમજ માની લીધેલું. જે કેબી અને બલરે એ ભૂલ ભાગી. એમણે જૈનધર્મને સ્વતંત્ર જાહેર કર્યો એટલું જ નહીં પણ બુદ્ધની પૂર્વે પણ એ હતું એમ પુરવાર કર્યું. હું અહીં પુરાતત્ત્વ સંબંધી વિષયની ચર્ચા કરવા નથી માગતે. મેં ઉપર જ કહી દીધું છે કે બૌદ્ધ અને જૈન ધર્મના જેમને પ્રવર્તકે માનવામાં આવે છે તેમની પૂર્વે–ઘણા વખત પહેલાં, બૌદ્ધ અને જૈન હૈયાત હતા. બૌદ્ધમતને બુધે ઉપજાવ્યું નથી તેમ જૈનધર્મને મહાવીરે કઈ પહેલવહેલે પ્રવર્તાવ્યો નથી. જે વિરોધમાંથી ઉપનિષદ્ ઉપજ્યાં તે જ વિરોધમાંથી–વેદશાસન અને કર્મકાંડની વિરૂદ્ધ, જૈન અને બૌદ્ધ બહાર આવ્યા. હયુએનસંગે શા સારૂ જૈનધર્મને બૌદ્ધધર્મની અંદરને ગયે તે એટલા જ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28