________________
[ ૨૦ ]. પદાર્થ છે. તે પછી ઈન્દ્રિય, પંચતન્માત્રા અને ધીમે ધીમે મહાભતેને ઉભવ મનાય છે. પ્રકૃતિને સંપૂર્ણરૂપે જડ માનીએ તે પ્રકૃતિમાંથી વિશ્વને જન્મ એક અર્થહીન વ્યાપાર બની જાય. મહસ્તત્વ અથવા અહંકાર અધ્યાત્મપદાર્થ છે. અને કપિલને પિતાને મત એ જ છે કે કાર્ય અને કારણ એક જ સ્વભાવના પદાર્થ હેય છે. એટલે પ્રકૃતિમાતાએ જન્માવેલા તની જેમ માતા અને સંતાને પણ અધ્યાત્મ પદાર્થો જ છે એમ માનવું યુકિતસંગત લેખાશે. પ્રકૃતિ જે સંપૂર્ણપણે જડ સ્વભાવવાળી હોય તે જડ સ્વભાવી પંચતન્માત્રાને જન્મ પહેલાં પેલા બે અધ્યાત્મ-પદાર્થ કેવી રીતે જમ્યા તે નથી સમજાતું. મતલબ કે પ્રકૃતિને અધ્યાત્મપદાર્થ માન્યા વગર છૂટકો જ નથી. પ્રકૃતિ બીજરૂપી ચિતપદાર્થ છે. એને પૂર્ણરૂપે વિકસવા માટે સૌ પહેલાં લક્ષ્ય તથા આત્મજ્ઞાનની જરૂર પડે છે અને એમાંથી બુદ્ધિ તથા અહંકાર જન્મે છે. પછી પ્રકૃતિ પોતાની અંદરથી આત્મવિકાસના કરણસ્વરૂ૫. જરૂર પ્રમાણે કેમે કેમે ઈન્દ્રિય, તમાત્રા, મહાભૂતાદિ જેવા જડે ત સરજે છે. એ રીતે પ્રકૃતિને અધ્યાત્મપદાર્થ અને તેની સંતતીને પ્રકૃતિના આત્મવિકાસના સાધનરૂપ માનવાથી સાંપે કહેલી જગત-વિવર્ત ક્રિયા બરાબર સમજાય છે.
પ્રકૃતિતવને અધ્યાત્મપદાર્થરૂપે માન્યા સિવાય બીજે ઈલાજ નથી. અને પ્રાચીન કાળમાં કેઈને એવી કલ્પના નહીં આવી હોય એમ પણ ન કહી શકાય. કઠોપનિષદની ત્રીજી વલ્લીના નીચેના ૧૦-૧૧ મા લેકમાં પ્રકૃતિને અધ્યાત્મસ્વભાવસ્વરૂપે ઓળખાવી છે અને સાંયદર્શનને વેદાન્ત-દર્શનમાં પરિણમાવવાને એ ખુલ્લો પ્રયત્ન હોય એમ પણ લાગશે.
इन्द्रियेभ्यो पराह्यर्थाः अर्थेभ्यश्च परं मनः मनसश्र परा बुद्धिबुद्धरात्मा महान् परः