________________
[ ૧૮ ] એ પણ બરાબર નથી. એટલું કહી શકાય કે વૈદિક સંપ્રદાયના નિષ્ફર ક્રિયાકાંડને અંગે જે વિરોધ અને વિપ્લવ થયે તેને લીધે ઉભય પક્ષેને એક સરખો સામનો કરવો પડ્યો-એક સરખી કિલ્લેબંધી કરવી પડી હોય.
જરા ઉંડા ઉતરીને જોઈશું તે જણાશે કે તત્વ દષ્ટિએ જૈન અને બૌધ પરસ્પરથી ભિન્ન અને સ્વતંત્ર છે. બૌધ્ધ મત શૂન્યને જ વળગી રહે છે, જેને ઘણું પદાર્થ માને છે. બૌદ્ધમતમાં આત્માનું અસ્તિત્વ નથી, પરમાણુનું અસ્તિત્વ નથી, દિશા, કાળ અને ધર્મ (ગતિ સહાયકે) પણ નથી, ઈશ્વર પણ નથી.જૈન મતમાં એ બધાની સત્તા સ્વીકારવામાં આવી છે. બૌદ્ધમત પ્રમાણે નિર્વાણ મેળવવું એટલે શૂન્યમાં ભળી જવું; પણ જૈનમતમાં મુકત-જીને અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને આનંદમય માનવામાં આવ્યા છે અને એ જ સાચું જીવન છે. બૌદ્ધ દર્શનના કર્મ અને જૈન દર્શનના કર્મ પણ જુદા જુદા અર્થમાં વપરાયા છે.
જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા નથી એટલું એથી સહેજે સિદ્ધ થાય છે. બૌદ્ધ દર્શન કરતાં સાંખ્ય દર્શનની સાથે જેન દર્શનનું મળતાપણું અધિક પ્રમાણમાં હોય એમ લાગે છે. સાંખ્ય અને જેન એ બન્ને, વેદાન્તને અદ્વૈતવાદ નથી માનતા અને આત્માની વિવિધતા સ્વીકારે છે. વળી, એ બન્ને, જીવથી જૂદું અવતત્વ માને છે, પણ એ ઉપરથી એકે બીજાની પાસેથી ઉછીનું લીધું છે અથવા તે એક મૂળ છે અને બીજું શાખારૂપ છે એમ ન કહી શકાય, કારણ કે બારીકીથી જોઈએ તે સાંખ્ય અને જૈનનું મ્હારનું સ્વરૂપ સામાન્ય હોવા છતાં ભીતરમાં ઘણે ભેદ છે. દાખલા તરીકે સાંખ્ય દશને અજીવતત્ત્વ–એટલે કે પ્રકૃતિ એક જ માની છે, પરંતુ જૈન દર્શનમાં અજીવના પાંચ ભેદ છે અને એ પાંચમાં પુદ્ગલ તે અનંતાનંત પરમાણુમય છે. સાંખ્ય બે જ તવ માને છે ત્યારે જૈન દર્શનમાં ઘણા તત્ત્વ છે. એક બીજો મુખ્ય