________________
[ ૨૨ ] ઘણા વિષયોમાં મળતાપણું છે તેમ જૂદાઈ પણ ઘણી ઘણી છે. એક જ વાત લઈએ. સાંખ્યમતમાં આત્માને નિવિકાર તથા નિષ્ક્રિય માને છે. જેના દર્શન કહે છે કે તેને સ્વભાવ જ એવો છે કે એ પરિપૂર્ણતા પામવા મથે, એટલું જ નહીં પણ એ અનંત ક્રિયાશક્તિને આધાર છે. ટુંકામાં આદર્શન સુયુક્તિમૂલક દર્શન છે યુતિ અને ન્યાય ઉપર જ એની પ્રતિષ્ઠા છે વૈદિક ક્રિયાકાંડના વિરોધે એને જબરજસ્ત શક્તિમાન બનાવ્યું. નાસ્તિક જેવા ચાર્વાક એની પાસે મુદ્દલ ટકી શકે નહીં. ભારતવર્ષના બીજા દર્શનની જેમ જૈન દર્શનને પણ પિતાનાં મૂળ સૂત્ર, તરવવિચાર અને મતામત વિગેરે છે. - જૈન અને વૈશેષિક-દર્શનમાં પણ એટલું મળતાપણું છે કે સામાન્ય અભ્યાસીને એ બે વચ્ચે ખાસ ભેદ જેવું ન લાગે. પર માણુ, દિશા, કાળ, ગતિ અને આત્મા વિગેરે તત્વવિચારમાં એ અને દર્શન લગભગ એકરૂપ છે; પણ જૂદાઈ જોવા જઈએ તે પણ ઘણું મળી આવે. વૈશેષિક દર્શન વિવિધતાવાદી હોવાને દા કરે છે, છતાં ઈશ્વરને સ્વીકાર કરી તે પણ એકત્વવાદ તરફ ગતિ કરે છે, પરંતુ જેના દર્શન એના વિવિધ તત્ત્વ ઉપર અડગપણે ઉભું રહી શકે છે.
ઉપસંહારમાં એટલું કહી દઉં કે જૈન દર્શન ખાસ ખાસ બાબતેમાં બૌદ્ધ, ચાક, વેદાન્ત, સાંખ્ય, પાતંજલ, ન્યાય અને વૈશેષિકને મળતું હોય એમ દેખાય છે પરંતુ એ એક સ્વતંત્ર દર્શન છે. એ પિતાની ઉન્નતિ કે ઉત્કર્ષ માટે કેઈનું પણ દેવાદાર નથી. એના બહુવિધ તના વિષયમાં એ સંપૂર્ણ સ્વતંત્ર અને વ્યક્તિત્વવાળું છે.