Book Title: Bharatiya Darshanoma Jain Darshanu Sthan
Author(s): Harisatya Bhattacharya
Publisher: Popatlal Sakalchand Shah
Catalog link: https://jainqq.org/explore/022518/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ-વૃદ્ધિ-પૂર ગ્રંથમાળ, ભારતીય દર્શનોમાં જૈનદર્શનનું સ્થાન. પ્રકાશક પોપટલાલ સાકરચંદ શાહ શ્રી જૈન વિદ્યાશાળા–ભાવનગર, Page #2 -------------------------------------------------------------------------- ________________ કચિત વક્તથ. જૈન સાહિત્યની દિશામાં આજે જે કઈ પ્રચારકાર્ય થઈ રહ્યું છે. તેમાં યકિચિત ફાળો આપવાની ભાવનાથી “શ્રી બુદ્ધિ-વૃદ્ધિ-કપૂર ગ્રંથમાળા” ને પ્રથમ મણકા રજુ કરતાં અમને આનંદ થાય છે. એક રીતે કહીએ તે દુનિયાના સાહિત્ય ક્ષેત્રમાં આજે જે પ્રગતિ થઈ રહી છે તે અપેક્ષાએ, ભલે આપણે જૈન સાહિત્યના પ્રચાર માટે પ્રયાસો કરી રહ્યા હાઇએ છતાં આપણું સાહિત્ય ક્ષેત્ર ઘણું અણખેડાએલ છે. તત્ત્વ, ઈતિહાસ, કથા, ક્રિયાકાંડ, વગેરે દીશામાં અપૂર્વ પ્રકાશ પાડતા આ પણ પ્રાચિન સાહિત્યના ગૌરવને વાસ્તવિક પરિચય જૈન જૈનેતર જગતને કરાવવા જોઈએ તેટલો આજે આપણે કરાવી શકયા નથી, એટલે રોચક શૈલીએ જેનું સાહિત્ય તૈયાર કરીને તેને બનતે પ્રચાર કરવાની અનિવોચ અગત્ય આજે ઉભી છે, આ ગ્રંથમાળા આ દીશામાં પુષ્પ-પાખડી ૩૫ પિતાની સેવા આપવાના આશયથી જન્મે છે, એટલે જૈન જૈનેતર વિદ્વાનોના હાથે તૈયાર થએલ જેન-તત્વનું તુલનાત્મક સરળ સાહિત્ય, પ્રમાણભૂત ઇતિહાસ, ક્રિયાના આમાને સમજાવતું ક્રિયાકાંડનું સાહિત્ય તેમ જ લોકરૂચીને પહોંચી વળે તેવું કથા, ઉપદેશ કે ભકિતપ્રદ સાહિત્ય પ્રસિદ્ધ કરવાનો આ ગ્રંથમાળાને ઉદેશ છે. આ રીતે જૈન દર્શનની મહત્તા પર તુલનાત્મક પ્રકાશ પાડતા શ્રી હરિસત્ય ભટ્ટાચાર્યનો એક મનનીય નિબંધે ગ્રંથમાળાના પ્રથમ મણકા તરીકે સમાજ સમક્ષ કે રજુ કરતા અમે ઇચ્છીએ છીએ કે તેને યોગ્ય સત્કાર થાય. 3. આવા સાહિત્યનો બને તેટલે વધુ ફેલાવો થાય તે માટે બનતી ઓછી કિંમતેં તેને પ્રચાર કરવાનો ક્રમ જવામાં આવ્યો છે. એમ છતાં પ્રચારની વ્યાપક દીપ્ત માટે તો આવું સાહિત્ય જરૂરી સ્થાને મફત અપાય એજ વાસ્તવિક ગણાય, અને ત્યારે જ જૈન-જૈનેતર જનતામાં જૈન-દર્શનની મહત્તાને વધુ પ્રચાર થાય એટલા માટે સાહિત્યપ્રેમી શ્રીમંત જે આર્થીક સહકાર આપશે, તે જે ગ્રંથનો સંપૂર્ણ ખર્ચ મળશે તેને યોગ્ય દીશામાં મફત ફેલાવો કરવામાં આવશે સાથોસાથ સાહિત્ય સેવકો પાસે એટલું પણ માંગી લઈએ છીએ કે આ ગ્રંથમાળાને બંધ બેસતુ સાહિત્ય પ્રગટ કરવામાં અમને પોતાની લેખીનીનો લાભ આપે અને અમારા કાર્યને સરળ બનાવે. Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ-શિકાર થશમાળા મથક ૧ તા. ભારતીય દર્શનોમાં , જૈન દર્શનનું સ્થાન (એક તુલનાત્મક પ્રબંધ) SEPERLUAN ONMIDEO SOWIEK. SILAPANLARA SALA DE BETALE SIMILARLA KLEIDERONTAKTINFONIE SKARENA ARTIK YATIM KATEGORIER લેખકશ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય, એમ. એ. એલ. | [ કાલીઆવાવાળા સ્વર્ગસ્થ શેઠ રાયચ દુલભજીના પુણ્યાર્થે ભેટ.]. શાન્તમૂર્તિ શ્રી કરવિજયજી મહારાજ : KELEPHONMAK.com.mudami SOLIDARIOAK પ્રકાશકશાહ પોપટલાલ સાકરચંદ જૈન વિદ્યાશાળા- ભાવનગર, ૧૯૮૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કેટલાક વરસની વાત ઉપર “બંગ-બિહાર અહિંસા ધર્મ પરિપ”ના માસિક મુખપત્ર “જીનવાણું'ના કેટલાક જુના અંક જડી આવ્યા. શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય (એમ. એ. બી. એલ.) એના સહકારી સંપાદક હતા. શ્રીયુત ભટ્ટાચાર્યજી જૈન દર્શનના એક ઉંડા અભ્યાસી તરિકે સારી નામના મેળવી ચૂકયા છે. એમના કેટલાક મૂળ બંગાળી લે, તેમજ એમણે પિતે જ બંગાળીમાં અનુવાદિત કરેલા પિતાના અંગ્રેજી લેખે, આ માસિકમાં વાંચવાને મને લાભ મળ્યો. શ્રીયુત ભટ્ટાચાર્યજીનાં લખાણમાં જે તટસ્થતા, પરીક્ષાપ્રધાનતા અને સમતલતા દેખાય છે તેને લીધે એ બંગાળી લેખને અનુવાદ ગુજરાતીમાં કરવાની ફુરણું થઈ. આજે આ હાની પુસ્તિકામાં એમના એક લેખને અનુવાદ, જૈન સિદ્ધાંતના અનુરાગીઓ આગળ નમ્રભાવે રજુ કરું છું. સંભવિત છે કે જેને વાંચકોને એમાં કોઈ નવી વસ્તુ સાંભળવાની ન મળે. એમને સારૂ નિરૂપણની શૈલી અને ચિંતન પદ્ધતિ એ બે વસ્તુ જ બસ થશે. જેને સિદ્ધાંતના પ્રચારમાં જેઓ રસ લઈ રહ્યા છે, જેના દર્શનને વિશ્વમાં વિજયવંતુ વર્તાવવાનાં જેમને અભિલાષ છે તેઓ એક બંગાળી વિદ્વાનની લેખિનીથી લખાએલા આ લેખો પ્રેમથી વાંચશે અને એને પ્રચાર કરશે એવી આશા છે. આ લેખમાળા સમાજને સત્કાર પામશે તે આવાં બીજાં પણ કેટલાક લેખ ગુજરાતી વાચકવર્ગ આગળ રજુ કરવાનું ઉત્તેજન મળશે. સુશીલ. Page #5 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દર્શનોમાં જૈન દર્શનનું સ્થાન. ( એક જૈનેતર વિજ્ઞાનની અભ્યાસદૃષ્ટિએ) ( અનુવાદક - સુશીલ ) ભૂતકાળના દુર્ભેદ્ય અંધારામાં ઘણી ઘણી વસ્તુઓ ઢંકાઈ ગઇ છે. સ ંશોધકે અથવા ઇતિહાસપ્રેમીએ ખંત અને ઉત્સાહપૂર્ણાંક અને મ્હાર પ્રકાશમાં લાવવા જે મહેનત કરી રહ્યા છે તે ખરેખર પ્રશ ંસાને પાત્ર છે, પરંતુ તે સમસ્ત ઘટનાઓને, સામાજિક પ્રસ ંગાને જ્યારે વિક્રમ પૂર્વની કે પછીની કોઈ એક સદીમાં મૂકવાના આગ્રહ પકડી બેસે છે ત્યારે તેઓ પાટા ઉપરથી ઉતરી પડે છે. વૈદિક ક્રિયાકાંડનો સમય નિજીત કરવા જતાં Page #6 -------------------------------------------------------------------------- ________________ [ ] વિદ્વાને એ જ પ્રમાણે અંદરઅંદરના વાદ-વિવાદમાં ગુંચવાઈ ગયા–ચોક્કસ સમય નક્કી કરી શકયા નહીં. વૈદિક ક્રિયાકાંડ અને બહુદેવવાદની પડખોપડખ અધ્યાત્મવાદ અને તત્ત્વવિચાર ઉગી નીકળતાં દેખાય છે, પરંતુ કેટલાક પંડિત માને છે કે અધ્યાત્મ અને તત્વવિદ્યા તે પાછળનાં છે, તત્ત્વવિચાર અને ક્રિયાકાંડ એક સાથે રહી શકે જ નહીં. પહેલાં ક્રિયાકાંડ હશે અને પછી કઈ એક ચોક્કસ સમયને વિષે–કેઈ શુભ મુહુ તત્ત્વવિચારનાં ફણગાં ફુટી નીકળ્યાં હશે. આ યુતિવાદ બરાબર નથી. જેન ધમ અને બૌદ્ધ ધર્મમાં પહેલું કેણ? એ વિષે ઘણે વાદ-વિવાદ થઈ ચૂકયો છે. કેઈએ જૈન ધર્મને બૌદ્ધ ધર્મની શાખા માની લીધી તે કેઈએ જૈનમતને બૌદ્ધમત કરતાં પણ પ્રાચીન મા. જરૂર, આ બધા વાદાનુવાદમાં એક પ્રકારની જીજ્ઞાસાવૃત્તિ-સત્ય ઉકેલવાની સ્પૃહા સમાએલી છે અને તે સન્માનને યોગ્ય છે. પરંતુ હું પોતે માનું છું કે એ પ્રકારને ઉહાપોહ કાનને રૂચીકર લાગે તે પણ એની બહ કીંમત નથી; એને મૂળ પાયો જ જોઈએ તેટલે મજબૂત નથી હોતે. આપણે જે મનુષ્યપ્રકૃતિને વિચાર કરીએ તે ચિંતન, મનન એ મનુષ્યમાત્રની પ્રકૃતિનું એક ખાસ લક્ષણ છે એમ સ્વીકારવું પડે. એટલે કે ઘણા લાંબા કાળથી મનુષ્યસમાજની અંદર અધ્યાત્મચિંતા તેમ જ તત્ત્વવિચારની ઝરણુઓ વહેતી રહી છે. જે સમયે સમાજ અર્થહીન ક્રિયાકાંડના બેજ નીચે છેક દબાઈ ગયેલ હોવાનું આપણે માનીએ છીએ તે સમયે પણ-પ્રારંભિક અવસ્થામાં ચે-કઈક ને કઈક આધ્યાત્મિકતા તે જરૂર હશે. વાસ્તવિક રીતે સામાજિક બાલ્યાવસ્થામાં જે છૂપી મૂઢતા હોય છે તેનાં ક્રિયાકાંડ આધ્યાત્મિકતાની પ્રસ્તાવનાની કઈક ગરજ સારે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ એ આધ્યાત્મિકતા જોઈએ તેટલી પરિસ્ફટ નથી હતી છતાં સમાજની પ્રત્યેક અવસ્થામાં કઈક ને કઈક વિચારવિકાસ, પ્રચલિત નીતિ-પદ્ધતિમાં પલટે આણવાની મને ભાવના અને એ રીતે આદર્શને ક્રમે ક્રમે ઉચ્ચ સ્થાને સ્થાપવાની આકાંક્ષા અહાનિશ જાગૃત રહે છે જ. એટલા માટે કોઈ પણ દર્શનની જન્મતિથિ. નકકી કરવી અશકય બને છે. જેઓ જૂદા જૂદા દર્શનના અધિકાતા તરિકે ઓળખાય છે તેમની પહેલાં એમણે પ્રવર્તાવેલા દર્શનનાં સૂક્ષમ બીજ હોય છે. બૌદ્ધમતને પ્રચાર બુદ્ધદેવે કર્યો અને જૈન મતને પ્રથમ પ્રચાર શ્રી વર્ધમાન–મહાવીરે કર્યો એ એક ટી. ધારણું છે. એટલું નિશ્ચિત છે કે એ બે મહાપુરૂષો પહેલાં લાંબા સમય પૂર્વે બૌદ્ધ અને જૈનશાસનના મૂલ તત્વે સૂત્રરૂપે પ્રચલિત હતા. એ તને ખૂબ સ્પષ્ટરૂપે પ્રચાર કરે, એમાંનાં માધુર્ય તથા ગાંભીર્ય જનસમૂહને સમજાવવાં અને વૃદ્ધથી માં બાળક સુધીના તમામ સ્ત્રી-પુરૂષ. એને સમાદર કરે એવી પરિસ્થિતિ ઉપજાવવી એને એ મહાપુરૂષોએ પિતાના જીવનનું ગૌરવમય વ્રત માન્યું હતું. મૂળ તત્વના હીસાબે, બુદ્ધ અને મહાવીરના જન્મ પહેલાં ઘણા સમયથી બૌદ્ધ અને જૈનમત હતાં બન્ને મત પ્રાચીન છે, ઉપનિષદુના જેટલા જ પ્રાચીન છે એમ કહી શકાય. ' બોદ્ધ અને જૈનમતને ઉપનિષદ્દના સમકાલીન માનવાનું કઈ ખાસ પ્રમાણ નથી અને તેથી તે બન્ને મતને ઉપનિષ૬ જેટલા પ્રાચીન માની શકાય નહીં, એ જે કઈ વાંધો ઉઠાવે તે તે ઠીક નથી. ઉપનિષદે ખુલ્લી રીતે વેદને વિરોધ ન્હાતા કરતા તેથી તેના શિષ્યની સંખ્યા બીજા કરતાં ઘણી વધારે હતી. અવૈદિક મતવાળા પ્રથમ અવસ્થામાં કઈક ને કઈક શંકાગ્રસ્ત હતા અને તેથી તેમને ખુલ્લી રીતે બહાર પડતાં ઘણે સમય વીતાવ પડ્યો હશે. તે Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] અપ્રકટ હતા તેથી આધ્યાત્મવાદસ્વરૂપે, ઉપનિષના યુગમાં હૈયાત જ નહીં હાય એમ ન કહી શકાય; કારણ કે જે સમયે ચિતકા, સાધકે અથવા તપસ્વીઓ તત્ત્વની ચિંતામાં તલ્લીન હતા તે વખતે તેમણે ઉપનિષમાં વણુ વેલા માર્ગની જ શોધ કરી હાય એ અસભવિત છે. એ સમયે વિચાર અને ચિંતનની સૌ કોઇને સપૂણ સ્વતંત્રતા હતી અને પૂરેપૂરા વિચાર-સ્વાતંત્ર્યના પ્રતાપે અવૈદિક ઘણા માર્ગો અસ્તિત્વમાં આવ્યા હતા. ખીજા મતવાદ કરતાં ઉપનિષમાં એવી કોઇ વિશેષતા નથી કે જેથી ઉપનિષદ્ન આપણે પહેલા નંબર આપી દઇએ. હવે જો વૈશ્વિક અને અવૈશ્વિક મતવાદ્ય એક જ સમયને વિષે ઉદ્ભવ્યા હાય, ઉત્તરાત્તર ઉત્કર્ષ પામ્યા હાય તે। એ મધામાં ઘણી ઘણી વાતાની સમાનતા હાવી જોઈએ. એ વિષય ઘણા મહત્ત્વના છે અને એટલા જ માટે ભારતવના કોઈ એક ખાસ દનના અભ્યાસ કરવા હાય તા અન્યાન્ય ભારતવર્ષીય પ્રસિદ્ધ દનની તુલના કરવી જોઇએ, એ બહુ યુક્તિસંગત ગણાય છે. સામાન્યતઃ ભારતવના દાનિક મતવાદમાં જૈન દર્શન સારૂ માનવ ંતુ સ્થાન ભાગવે છે અને ખાસ કરીને જૈન દશન એક સંપૂર્ણ` દર્શીન છે. તત્ત્વવિદ્યાના બધા અંગ એમાં મળે છે. વેદાતમાં તર્ક વિદ્યાના ઉપદેશ નથી, વૈશેષિક કર્માંકમ અને ધર્માંધ વિષે કઇં ફાડ પાડતું નથી. જૈન દશનમાં તેા ન્યાયવિદ્યા છે, તત્ત્વવિચાર છે, ધર્મનીતિ છે, પરમાત્મ તત્ત્વ છે અને બીજું પણ ઘણુ છે. પ્રાચીન યુગના તત્ત્વચિંતનનું ખરેખર જ જો કાઇ એક અમૂલ્ય મૂળ હાય તા તે જૈન દર્શન છે. જૈન દર્શનને બાદ કરીને જો તમે ભારતીય દનની આલેાચના કરી તેા તે અપૂણું જ રહી જવાની. Page #9 -------------------------------------------------------------------------- ________________ હું જે પદ્ધતિએ જૈન દર્શનની આલેચના કરવા માગું છું તે પરત્વે ઉપર ઇસારો કરી ગયે છું. મારી આલેચના સંકલનાત્મક અથવા તુલનાત્મક છે. આવી આચના કરવી એ જરા અઘરી વાત છે, કારણ કે એવી આલોચના કરનારને ભારતવષય સમસ્ત દર્શનેનું સારું જ્ઞાન હોવું જોઈએ. પરંતુ અહીં હું બહુ ઉંધ વિગતમાં ઉતરવા નથી માગતે. માત્ર મૂળ તત્ત્વને અંગે જ એક-બે વાતે કહીશ. જૈન દર્શન સંબંધે વિવેચન કરતાં પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની છે. જેમિનીય દર્શન સિવાય, ભારતવર્ષના પ્રાય પ્રત્યેક દશને, સીધી અથવા આડકતરી રીતે, વેદોકત કિયાકલાપમાં અંધશ્રદ્ધા રાખવા સામે સખત વિરોધ દાખવ્યું છે. ખરી રીતે તો અંધશ્રદ્ધાની સામે યુક્તિવાદનું જે અવિરામ યુદ્ધ ચાલે છે તેનું જ નામ દર્શન. પ્રસ્તુત લેખમાં, ભારતવર્ષના દર્શનેનું એ દષ્ટિએ નિરીક્ષણ કરવાને અને એમના પોતાના મુખ્ય મુખ્ય તત્ત્વો વિષે આલોચના કરવાને ઉદ્દેશ રાખે છે. ભારતીય દર્શનેને જે કમવિકાસ અહીં હું બતાવવા માગું છું તે કાળની દ્રષ્ટિએ નહીં, પણ યુક્તિની દષ્ટિએ જ હશે એટલું યાદ રાખવું. (જેનેëજીકલ નહીં પણ લૈંકલ.) અર્થહીન વૈદિક ક્રિયાકાંડ સામેને સંપૂર્ણ પ્રતિવાદ ચાર્વાકસૂત્રોમાં મળે છે. સમાજમાત્રમાં આવા વિરોધી સ્વતંત્ર સંપ્રદાય હોય છે જ. પ્રાચીન વૈદિક સમાજમાં પણ એવા સંપ્રદાય હતા. વૈદિક ક્રિયાકલાપની સખત ભાષામાં ઝાટકણી કાઢવી એ સહજ વાત છે. વિચારશીલ અને તત્ત્વજ્ઞાસુ વર્ગ લાંબા સમય સુધી એ પ્રકારના કર્મકાંડથી સંતુષ્ટ રહી જ શકે નહીં. એટલે અર્થશૂન્ય ક્રિયાકાંડ, જેવાં કે યજ્ઞ સંબંધી વિધિવિધાન પર સબળ Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ↑ ] વિરાધ જન્મે એમાં કઈં આશ્ચર્યની વાત નથી. ચાર્વાક દનના અથ વૈદિક ક્રિયાકાંડના સતત વિરોધ, ચાર્વાકદર્શન એટલે એક વિાધી દન. ગ્રીસના સેાટ્રીસ્ટાની જેમ ચાર્વાકાએ પણ કાઇ દિવસ વિરાટ વિશ્વ વિષે કઇ અભિપ્રાય ઉચ્ચારવાની તકલીફ નથી લીધી. ઘડવા કરતાં ભાંગીને દાટી દેવા તરફ જ તેની અધિક પ્રવૃત્તિ હતી. વેદ પરભવમાં માને છેઃ ચાર્વાક એ વાતને ઉડાવી દે છે. કઠોપનિષદ્ની બીજી વલ્લીમાં છઠ્ઠા શ્લોકમાં આવા નાસ્તિકવાદના પરિચય મળે છેઃ 46 साम्परायः प्रतिभाति बालम् प्रमाद्यन्तम् वित्तमोहेन मूढम् अयं लोको नास्ति पर इति मानी पुनः पुनर्वशमापद्यते मे - " ઉક્ત લેાકમાં પરલેાકમાં એ નથી માનતા તેમને વિષે ઉલ્લેખ છે. એ જ ઉપનિષદ્ની છઠ્ઠી વટ્વીના ખારમા શ્ર્લાકમાં નાસ્તિકતાને વખાડી કાઢી છે: अस्तीति ब्रुवतो ऽन्यत्र कथं तदुपलभ्यते - પ્રથમ વહીના વીશમા લેાકમાં આવા અવિશ્વાસુઓનું વર્ણન આપ્યુ છેઃ ये प्रेते विचिकित्सा मनुष्ये ऽस्तीत्येके नायमस्तीति चैके વેદ, યજ્ઞ અને કર્મકાંડના ઉપદેશ દેતા, નાસ્તિકા એ યજ્ઞ અને ક્રિયાકાંડ વિષે શકા ધરાવતા એટલુ જ નહીં પણ એ વિધિવિધાનમાં કેટલી વિચિત્રતા સમાએલી છે તે લેાકેાને કહેતા. ઉપનિષને વેદના અંશરૂપ માનવામાં આવે છે, છતાં ઘણે સ્થળે એ જ ઉપનિષદોમાં વૈદિક ક્રિયાકાંડના ઢાષા અતાવવામાં આવ્યા છે. હું અહીં માત્ર એક જ ઉદાહરણ ટાંકું છુઃ Page #11 -------------------------------------------------------------------------- ________________ [[ ૭ ] .... प्रवाह्येते अदृढा यज्ञरुपा अष्टादशोकमवरं षेषु कर्म एतत् श्रेयो ये ऽभिनन्दंति मूढा जरामृत्युम् ते पुनरेवापि यान्ति મુંડકેપનિષદ્ ૧ઃ ૨: ૭ ય અને તેના અઢાર અંગે તેમજ કમેં બધાં અઢ અને વિનાશશીલ છે. જે મૂઢ એ સર્વને શ્રેયઃ માને છે તેઓ ફરી ફરીને જરા અને મૃત્યુના ફેરામાં પડે છે.” પણ ઉપનિષદ્ અને ચાર્વાક વચ્ચે એક ભેદ છે. ઉપનિષદ એક ઉચ્ચતર અને મહત્તર સત્યને માર્ગ બતાવવા વૈદિક ક્રિયાકાંડની ખબર લે છે ત્યારે ચાર્વાકને માત્ર દે દેખાડવા સિવાય બીજું કઈ કરવા જેવું જ નથી લાગતું. ચાવાકદર્શન એક નિષેધવાદ છે. એને પોતાને વિધિ જેવું કઈ નથી. વૈદિક વિધિવિધાનને ઉથલાવી પાડવા એ તેને મુખ્ય ઉદ્દેશ છે. છતાં અહા એટલું સ્વીકારવું જોઈએ કે સૌ પહેલાં યુક્તિવાદને આશ્રય જે કેઈએ લીધું હોય તે આ ચાર્વાક દર્શને. ભારતવર્ષના બીજા દશામાં પછી એ જ યુક્તિવાદ ફા કુલ્ય લાગે છે. છે નાસ્તિક ચાર્વાકની જેમ જૈન દર્શનમાં વૈદિક ક્રિયાકાંડની નિરર્થકતા બતાવવામાં આવી છે. જૈન દર્શને વેદના શાસનને ખુલ્લી રીતે વિરોધ કર્યો હતો અને બીજા નાસ્તિક મતની જેમ યજ્ઞાદિ ક્રિયાને મુક્તકંઠે પ્રતિવાદ કર્યો હતે એ વાત સૌ સારી પેઠે જાણે છે. ચાર્વાક અને જૈન દર્શન વચ્ચે જે કઈ સારશ્ય હોય તે એટલા જ પૂરતું. બાકી બરાબર તપાસીએ તે જૈન દર્શન, ચાર્વાકની જેમ માત્ર નિષેધાત્મક નથી. એક સંપૂર્ણ દાર્શનિક મત ઉપજાવવાને જૈન દર્શનને ઉદ્દેશ દેખાઈ આવે છે. સૌ પહેલાં તે જેના દર્શને ઈન્દ્રિય સુખ-વિલાસને અવજ્ઞાપૂર્વક પરિહાર કર્યો. Page #12 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ]. અથહીન વૈદિક કિયાકલાપને વિરોધ કરવામાં ચાર્વાક ભલે વ્યાજબી હોય, પણ એ પછી કોઈ ગંભીર વિષય પર વિચાર કરવાનું એને ન સૂઝયું. મનુષ્યપ્રકૃતિમાં જે એક પાશવતાને અંશ રહેલે છે તેને જ વળગીને ચાર્વાક દર્શન પી રહ્યું. વૈદિક ક્રિયાકાંડ ગમે તેવાં હોય, પણ એનાથી લેકેની લાલસા કઈક કાબૂમાં રહી શકતી, સ્વચ્છેદ ઇન્દ્રિયવિલાસને માર્ગ હેજ કંટકમય બનતે. ચાર્વાક દર્શનને એ ન પાલવ્યું, તેથી તેણે વેદશાસન અમાન્ય કર્યું. હવે જે ખરેખર જ નિરર્થક–ભારભૂત કર્મકાંડ સામે સફળ બળ જગાવ હોય તે બળવાખાએ કઈક વધુ કરી બતાવવું જોઈએ. આંધળી શ્રદ્ધા અને આંધળા ક્રિયાનુરાગથી મનુષ્યની બુદ્ધિ અને વિવેકશક્તિનું પણ હડહડતું અપમાન થાય છે, એ દષ્ટિએ કર્મકાંડને વિરોધ કરવામાં આવે એ બરાબર છે; પરંતુ નરી ઇન્દ્રિય સુખવૃત્તિ એટલે દૂર દષ્ટિ નાખી શકતી નથી. જેના દર્શનને એ વાત સૂઝી, તેથી જ બૌદ્ધોની જેમ અધ્યાત્મવાદી–જેનદર્શને ચાર્વાક મતને પરિહાર કર્યો. ચાર્વાકની પછી સુપ્રસિદ્ધ બોદ્ધ દશનની સાથે જૈન દર્શનની સરખામણી કરીએ. બૌદ્ધએ પણ બીજા નાસ્તિક મતની જેમ વેદિક ક્રિયાકલાપને વિરોધ કર્યો છે, પરંતુ એમણે વધુ સારી યુક્તિથી કામ લીધું. વૈદિક કર્મકાંડ વિષેને તેમને દેષારોપ યુક્તિવાદ ઉપર પ્રતિષ્ઠા પામ્યું. બૌદ્ધમત પ્રમાણે જીવન સુખ-દુખ કર્માધીન છે. જે કઈ કરીએ છીએ અને જે કઈ કર્યું છે તેને લીધે જ સુખ-દુઃખ પમાય છે. અસાર અને માયાવી ભેગવિલાસ પામર જીવેને મુંઝવી મારે છે અને સંસારી સુખની પાછળ દેડનાર છવ જન્મજન્માંતરની ઘટમાળમાં સપડાય છે. આ અવિરામ દુઃખ-કલેશ Page #13 -------------------------------------------------------------------------- ________________ માંથી છુટવું હોય તે કર્મનાં બંધન તૂટવાં જોઈએ. કર્મની સત્તામાંથી છુટવા પહેલાં કુકર્મની જગ્યાએ સુકર્મ સ્થાપવા જોઈએ; અર્થાત ભંગ લાલસાના સ્થાને વૈરાગ્ય, સંયમ, તપ, જપ અને હિંસાને બદલે અહિંસા વિગેરે આચરવાં જોઈએ. વૈદિક કર્મોના અનુષ્ઠાનથી ઘણા નિરપરાધ પ્રાણુઓની હત્યા થાય છે એટલું જ નહીં પણ એ કર્મના અનુષ્ઠાન કરનાર જીવ, કૃતકર્મના બળે સ્વર્ગાદિ લિગમય ભૂમિમાં જાય છે. એ પ્રમાણે વૈદિક ક્રિયાકલાપ પ્રત્યક્ષ કે પરોક્ષભાવે જીવનાં દુ:ખમય ભવભ્રમણમાં એકનિમિત્તરૂપ બને છે. બૌદ્ધમત એટલા સારૂ વૈદિક કર્મકાંડને ત્યાગ કરવાનું કહે છે. બોદ્ધની આ મુખ્ય માન્યતા છે કે વૈદિક ક્રિયાકાંડ હિંસાના પાપથી ખરડાયેલાં છે તેમ તે નિર્વાણના માર્ગમાં સીધી કે આડકતરી રીતે અંતરાયભૂત છે; માટે વૈદિક વિધિવિધાન નકામાં છે. અહીં એટલું જણાઈ આવશે કે ચાર્વાક દર્શનની જેમ બૌદ્ધદર્શન વેદશાસનને વિરોધ કરે છે, પણ બૌદ્ધદર્શન, ચાર્વાકેના ભેગવિલાસ સામે મજબૂત હુમલો લઈ જાય છે. વૈદિક ક્રિયાકાંડને ત્યાગ કરવા જતાં, લાલસાના ઉંડા-અંધારા કુવામાં ગબડી ન જવાય એ વિષે બૌદ્ધ દર્શન બરાબર સાવચેત રહે છે. કઠિન સંયમ અને ત્યાગવડે કર્મની લેહશંખલા ભાંગવા તે ઉપદેશે છે. • - • - આ કર્મ બંધનને કારણે સંસારમાં જ સુખ-દુઃખ ભેગવે છે એ વાત બૌદ્ધ દર્શનની જેમ જૈન દર્શન પણ સ્વીકારે છે. બૌદ્ધમતની જેમ જૈન દર્શન વેદ-શાસન અમાન્ય કરે છે અને ચાકેના ઇન્દ્રિય ભેગવિલાસને તુચ્છકારી કહાડે છે. અહિંસા અને વેરાગ્ય જ આદરવા ચોગ્ય છે એમ જૈન અને બૌદ્ધ સાથે મળીને સમવરે ઉચ્ચારે છે. ખાસ કરીને નમતમાં અહિંસા અને વૈરાગ્ય ઉપર તે ખૂબ જ ભાર મુકવામાં આવ્યા છે. આમ બહારથી એક Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] સરખા દેખાતા જૈન દર્શન અને બૌદ્ધ દર્શન વચ્ચે ઘણે પ્રભેદ છે. બૌદ્ધ દર્શનના પાયામાં જે નબળાઈ છે તે જૈન દર્શનમાં નથી. પરીક્ષા કરવાથી સ્પષ્ટ દેખાઈ આવશે કે બૌદ્ધમતની સુંદર અટ્ટાલિકાને નીતિન પાયે સાવ કાગે છે. વેદ-શાસનને અમાન્ય કરવાને ઉપદેશ તે બરાબર છે, અહિંસા અને ત્યાગને આગ્રહ પણ સમજી શકાય છે, કર્મબંધન છેદવાની વાત પણ અર્થવાળી છે, પરંતુ આપણે બૌદ્ધ દર્શનને જ્યારે એમ પૂછીએ કેઃ “આપણે કેણ? તમે જેને પરમપદ તરીકે ઓળખાવે છે અને જેને સાધ્ય માને છે તે શું છે?” ત્યારે તે જે જવાબ આપે છે એ સાંભળીને તે આપણે થીજીજ જઈએ છીએ. તે કહે છે કેઃ “આપણે એટલે શૂન્ય–અર્થાત્ કઈ નહીં.” ત્યારે શું આપણે સદાકાળ અંધકારમાં જ અથડાવાનું? અને આખરે પણ શું અસાર એવા મહાશૂન્યમાં જ સૌએ મળી જવાનું? એ ભયંકર મહાનિર્વાણ અથવા એ અનન્તકાળવ્યાપી મહા નિસ્તબ્ધતા માટે મનુષ્ય-પ્રાણીએ કઠેર સંચમાદિ શા સારૂ સ્વીકારવા? મહાશુન્યને અર્થે જીવનનાં સામાન્ય સુખ શા સારૂ જતાં કરવાં? આ જીવન ભલે નિસાર હાય, પણ તેની પછી જે મળવાનું છે તે એના કરતાં પણ વધુ નિસાર હોય તે તે મુદ્દલ ઈચ્છવાયેગ્ય નથી એમ જ કહેવું પડે. મતલબ કે બૌદ્ધ દર્શનને આ અનાત્મવાદ સામાન્ય મનુષ્યને સંતોષ આપી શકતું નથી, બૌદ્ધધર્મે એક વાર પોતાની સત્તા સંપૂર્ણપણે સ્થાપી હતી અને જનતા ઉપર તેને પ્રભાવ પડ્યો હતે તે આ અનાત્મવાદને આભારી હશે એમતે ભૂલેચૂકે પણ કેઈ નહીં માને. બૌદ્ધમાં એક “મધ્યમ માર્ગ” છે અને બુદ્ધદેવે બતાવેલા આ માર્ગમાં કઠેરતા રહિત તપશ્ચર્યાનું જે એક પ્રકારનું આકર્ષણ હતું તેને લીધે જેને પણ બૌદ્ધ દર્શન તરફ ખેંચાયા હતા. “હું છું” એ Page #15 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] અનુભવ તે સૌને હોય છે. “સાચેસાચ હું છું-હું માત્ર છાયા નથી ” એમ સૌ અંતરથી માને છે. આત્મા અનાદિઅનન્ત છે એ વાત ઉપનિષદની પ્રત્યેક પંક્તિમાં ઉજ્જવળ અક્ષરે આલેખાઈ છે, અને વેદાન્ત દર્શન પણ એ જ વાતને પ્રચાર કરે છે. આત્મા છે, આત્મા સત્ય છે, એ કેઈએ - સરજાવેલો પદાર્થ નથી, એ અનંત છે, આત્મા જન્મ-જન્માંતર પામે છે, સુખ-દુઃખ ભેગવે છે એમ લાગે; પરન્તુ વસ્તુતઃ તે એક અસીમ સત્તા છે, જ્ઞાન ને આનંદ સંબંધે અસીમ અને અનન્ત છે. વેદાન્ત દર્શનને એ મૂળ પ્રતિપાદ્ય વિષય છે અને આત્માનું અસીમત્વ તેમજ અનંતત્વ સ્વીકારી, જૈન દર્શને વેદાન્તદશનના અવિધી દશન તરિકે ખ્યાતિ મેળવી. - બૌદ્ધ દર્શનના અનાત્મવાદની ઝાટકણી કાઢવામાં અને આ ત્માની અનંત સત્તાની ઉદ્દઘોષણા કરવામાં જૈન અને વેદાન્ત એક થઈ જાય છે, પણ એ બને અભેદ નથી–બનેમાં પાથકય છે. વેદાન્તિક જીવાત્માની સત્તા સ્વીકારી, એટલેથી જ અટકતું નથી. વન–જગતમાં તે એક ડગલું આગળ વધે છે અને ખુલ્લી રીતે કહે છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે કઈ ભેદ નથી. વેદાન્તમત પ્રમાણે આ ચિદચિન્મય વિશ્વ, એક-અદ્વિતીય સત્તાને વિકાસમાત્ર છે. “ હું તે છું;” વિશ્વનું ઉપાદાન તે જ છે. હું કંઇ તેનાથી ભિન્ન અથવા સ્વતંત્ર સત્તા નથી. આ બહારનું અંસહન જગત-જે મારાથી સ્વતંત્ર દેખાય છે તે પણ તેનાથી જુદું અથવા સ્વતંત્ર નથી. એક અદ્વિતીય સત્તાને જ આ બધે વિલાસ છે–તમે અને હું-ચિત્ અચિત એવી કઈ વસ્તુ નથી કે “સત્ર સત્ય” થી જૂદી પડે. Page #16 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ]. - વેદાન્તને આ “ પ્રમવાદિતા” વાદ ઘણે ગંભીર અને જમ્બર છે. પણ સાધારણ માણસ એટલી ઉંચાઈએ પહોંચી શકે કે કેમ તે એક સવાલ છે. સામાન્ય માનવી, જીવાત્મા નામે એક સત્તા છે એટલે અનુભવ કરી શકે, પણ માણસ માણસની વચ્ચે કંઈ ભેદ જ નથી, મન એક જડ પદાર્થ છે અને બીજા નજરે જણાતાં પદાર્થોમાં કોઈ પ્રકારને ભેદ નથી; આવી વાતો વિચારતાં તે તેની બુદ્ધિ પણ બુંડી બની જાય, અને ધારે કે કઈ બુદ્ધિવાન એ સિદ્ધાન્ત કરી બેસે કે હું બીજા બધા કરતાં જુદો છું–સ્વતંત્ર છું, મારે બીજાં જડ-ચેતન સાથે કઈ સીધે સંબંધ નથી અને ચરાચર વિશ્વમાં અસંખ્ય સ્વતંત્ર પદાર્થો ભર્યા છે– તે તેને એ સિદ્ધાન્ત છેક યુક્તિરહિત છે એમ આપણે કઈ રીતે કહી શકીએ ? સાચું પૂછે તે એ સિદ્ધાન્ત સાવ કાઢી નાખવા જે નથી. દુનીયાને મેટે ભાગ તે એ જ અનુભવ મેળવે છે અને એ જ સિદ્ધાન્ત માને છે. એ કારણે જ વેદાન્તમત સૌના સ્વીકારને એગ્ય નથી રહ્યું. - કપિલ-પ્રણીત સુવિખ્યાત સાંખ્યદર્શનને મતવાદ પણ અહીં વિચારવા જેવો છે. વેદાન્તની જેમ સાંખ્ય પણ આત્માનું અનાદિપાણું અને અનંતપણું સ્વીકારે છે. પરંતુ સાંખ્ય, આત્માનું મહત્વ સ્વીકારવાની ના પાડતું નથી. વેદાન્તમતની સાથે સાંખ્યને બીજે પણ એક મતભેદ છે. સાંખ્યમત પ્રમાણે પુરૂષ અથવા આત્માની સાથે અચેતન છતાં ક્રિયાશીલ પ્રકૃતિ નામની વિશ્વ-રચના-ફ્રેશળ એક શક્તિ મળી ગઈ છે અને એ બને મળીને બધી ઘડભાંજ કયાં કરે છે. એ રીતે સાંખ્ય દર્શન આત્માનું અનાદિપણું, અનંતપણું અને અસીમપણું સ્વીકારે છે. એ મતમાં આત્માની બહુ સંખ્યા માનવામાં આવી છે. કપિલમત કહે છે કે જે કે પુરૂષથી જદી Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ]. સ્વતંત્ર એક અચેતન પ્રકૃતિ છે પણ કઈવાર પુરૂષ સાથે મળી ગએલી લાગે છે. આ વિજાતીય પ્રકૃતિના અધિકારથી આત્માને. અલગ પાડ–અલગ અનુભવે એનું નામ જ મેક્ષ. આપણે જોઈ ગયા કે જૈન દર્શન પણ આત્માનું અનંતત્વ અને અનાદિ માને છે. કપિલ દર્શનની જેમ જૈન દર્શન પણ કુદરતી રીતે જ સ્વાધીન આત્માની સાથે વળગેલા એક વિજાતીય પદાર્થનું અસ્તિત્વ કબૂલ રાખે છે. સાંખ્યની જેમ જૈન પણ આત્માનું બહુ માને છે. સાંખ્ય અને જૈન દર્શન અને વિજાતીય પદાર્થના વળગાડથી આત્માને છૂટે પાડ તેને મેક્ષ કહે છે. એક બીજી વાત અહીં આપણું લક્ષ ખેંચે છે. પ્રત્યેક માણસ, પિતે પણ ન સમજે એવી રીતે પોતાનાથી ઉચ્ચતર, મહત્તર અને પૂર્ણતર એક આદર્શ કપે છે. ભકતે માને છે કે એક એ પુરૂષ, એક એ ઈશ્વર, પ્રભુ યા પરમાત્મા છે કે જે દરેક વાતે પરિપૂર્ણ છે. સુમહાન, પવિત્ર, આદર્શ, પૂર્ણજ્ઞાન–વીર્યઆનંદનો આધાર એવા એક પુરૂષ પ્રધાનમાં મનુષ્યમાત્રને, કુદરતી રીતે જ શ્રદ્ધા જન્મે છે. અદ્દભૂત દૈવી શક્તિમાં વિશ્વાસ મૂક એ ધર્મ હોય તે મનુષ્યને માટે એ બહુ સહજ છે. જ્ઞાન, વર્ય, પવિત્રતા વિગેરે વિષયમાં આપણે બહુ પામર છીએ, પરિમિત છીએ, પરાધીન છીએ. એટલે જે વિષયમાં આપણે આગળ વધવા માગીએ છીએ–અધિકાર મેળવવા વાંછીએ છીએ તે જેનામાં ઉજજવળ અને પરિપૂર્ણપણે હાય એવા શુદ્ધ, નિષ્પાપ પ્રભુ અથવા પરમાત્મામાં આપણે શ્રદ્ધા ધરાવીએ એમાં કઈ આશ્ચર્યની વાત નથી.. બ, ટીકાકારોની વાત એક બાજુ રહેવા દઈએ. સાંખ્ય દર્શનમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ C[ ૧૮ ]. એવા કેઈ શુદ્ધ, પરિપૂર્ણ પરમાત્માને સ્થાન નથી. પવિત્ર પરમાત્માના અસ્તિત્વ વિષે શ્રદ્ધા ધરાવવાની મનુષ્ય-પ્રાણુને જે કુદરતી પ્રેરણા જન્મે છે તેને સંતોષવાને ચગદર્શને પ્રયત્ન કર્યો છે. સાંખ્યની જેમ ગદર્શન આત્માની સત્તા અને સંખ્યા સ્વીકારે છે, પણ તે એક પગલું આગળ વધે છે. જીવમાત્રને અધીશ્વર, અનન્ત આદર્શરૂપી એક પરમાત્મા હોવાનું તે ઉપદેશે છે. અહીં યોગદર્શન અને જૈન દર્શન વચ્ચે સમાનતા દેખાય છે. વેગ દર્શનની જેમ જેને પણ પ્રભુ, પરમાત્મા અથવા અરિહંતને માને છે. જેના ઇશ્વર જગના સુષ્ટા નથી છતાં તે આદર્શરૂપ, પરિપૂર્ણ શુદ્ધ અને નિર્દોષ તે છે જ. સંસારી જી એકાગ્રમને તેનું ધ્યાન-પૂજા વિગેરે કરી શકે. પરમાત્માની ભકિત, પૂજા અને ધ્યાન-ધારણાથી જીનું કલ્યાણ થાય, ઉપાસકને નિમલ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને અનેકવિધ બંધનથી બંધાયેલા પ્રાણુને ન પ્રકાશ તથા નવું બળ મળે એમ તે કહે છે. જૈન અને પાતંજલ એ બન્ને દર્શને ઉપરોકત સિદ્ધાંત સ્વીકારે છે. હવે આપણે કણદપ્રણીત વૈશેષિક દર્શનતરફ વળીએ, ટુંકામાં, વૈશેષિક દર્શનના સંબંધમાં આટલું કહી શકાય આત્મા અથવા પુરૂષથી જે કઈ સ્વતંત્ર તે બધું પ્રકૃતિમાં સમાઈ જાય એમ સાંખ્ય અને ગદશન કહે છે. એને તાત્પર્ય એ છે કે સત્ પદાર્થ માત્ર વિશ્વપ્રધાનને વિષે બીજરૂપે વર્તમાન હોય છે. એટલા સારૂ કપિલ અને પતંજલી, આકાશ, કાળ અને પરમાણુઓ વિષે તાત્વિક નિર્ણય કરવામાં ખાસ લક્ષનથી આપતા. તેઓ તો આ બધું પ્રકૃતિની વિકૃતિ છે એમ માની છૂટી જાય છે, પણ એ વાત એટલી બધી સહજ નથી. સાધારણ માનવીની દષ્ટિએ તે આ દિશા, કાળ અને પરમાણુઓ પણ અનાદિ અને Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] સ્વતંત્ર-સત્પદાર્થ છે. જર્મન-દાર્શનિક કાન્ટ કહે છે કે દિશા અને કાળ તે મનુષ્યના મનનાં સંસ્કારમાત્ર છે; પણ એ સિદ્ધાંત, ઠેઠ લગી પાળી શકાયું નથી. ઘણીખરી જગ્યાએ કાન્ટને પિતાને જ કહેવું પડયું છે કે દિશા અને કાળને પણ પિતાની સ્વતંત્ર, સત્તા છે. તે ઉપરાંત ડેમેક્રિટસથી માંડી આજસુધીના લગભગ બધા જ વૈજ્ઞાનિકોએ પરમાણુની અનાદિતા-અનંતતા માની છે, માત્ર કપિલ અને પતંજલી જ દિશા, કાળ અને પરમાણુઓની અનાદિ-અનંતતા માની શક્યા નથી. પ્રકૃતિ અને લક્ષણ પણ ભિન્ન ભિન્ન હોવા છતાં દિશા, કાળ અને પરમાણુ વિગેરે એ એકઅદ્વિતીય વિશ્વપ્રધાનના વિકાર શી રીતે સંભવે એ નથી સમજાતું એટલું છતાં સાંખ્ય અને વેગ દર્શને એ મત અંગીકાર કર્યો છે. વૈશેષિક દશને પરમાણુ, દિશા અને કાળનું અનાદિ અનંતપણું માન્યું છે. પ્રત્યક્ષવાદી ચાર્વાકને તે દિશા, કાળ વિગેરે બાબત વિચાર કરવા જેવું જ નથી લાગ્યું. શૂન્યવાદી બૌદ્ધ પણું, દિશા ને કાળ ભલે આપણી નજરે સત્ય લાગે તે પણ એને અવસ્તુ તરીકે ઓળખાવે છે. વેદાન્ત પણ એને મળતી જ વાત કહે છે. સાંખ્ય અને ગમત પ્રમાણે દિશા ને કાળ અય પ્રકૃત્તિની અંદર બીજરૂપે છુપાયેલાં રહે છે. એક માત્ર કણદમત દિશા, કાળ અને પરમાણુની સત્તા નિત્યતા અને સ્વતંત્રતા સ્વીકારે છે. વૈશેષિક દર્શનની જેમ જૈન દર્શન એ બધાનું અનાદિ અનંતપણું કબૂલ રાખે છે. - ભારતીય દર્શનના સુયુકિતવાદરૂપ વૃક્ષનાં આ બધાં સુંદર ફળ-ફુલ છે. ન્યાય દર્શનમાં યુકિતપ્રયોગ સારૂં જેવું સ્થાન રેકે છે. તર્કવિદ્યાની જટિલ નિયમાવલી આ ન્યાય દર્શનના એક અંગભૂત છે. ગૌતમ દર્શનમાં હેતુન્નાનાદિનું ખૂબ સરસ રીતે Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, પણ જૈન દર્શન જગતના દાર્શનિક તને એક સમૃદ્ધ ભંડાર છે એમ કહું તે ચાલે. આ જેના દર્શનમાં તકદિ તત્ત્વની છટાદાર આલેચના મળે છે. એ સંબંધે ન્યાય દર્શન અને જૈન દર્શન વચ્ચે ઘણું મળતાપણું છે; પરન્તુ એટલા ઉપરથી જે કેઇ એમ માને કે ન્યાયદર્શનને અભ્યાસ કર્યા પછી જૈનદર્શનને અભ્યાસ કરવાની કઈ જરૂર નથી તે તે છેતરાશે. કારણ કે જેનદર્શન અને ન્યાયદર્શન વચ્ચે સમાનતા હોવા છતાં બન્ને વચ્ચે કેટલેક ભેદ છે. સ્યાદ્વાદ અથવા સપ્તભંગી નય નામે જૈનદર્શનમાં જે સુવિખ્યાત યુક્તિવાદની અવતારણ જેવામાં આવે છે તે તે ગૌતમ દર્શનમાં પણ નથી. એ યુક્તિવાદ જેનેને પિતાને જ અને એમના ગૌરવને દીપાવે એવો છે. ભારતીય દર્શનેમાં જૈન દર્શનને કેટલું ઉચ્ચ સ્થાન છે તે એટલા પરથી સમજાશે. કેટલાકેએ જૈનદર્શનને બૌદ્ધદર્શન જેવું જ માની લીધું હતું. લૅસેન અને વેબરે એવી ભૂલ કરી હતી. ઈ. સ. ના સાતમા સૈકામાં હયુએનસંગે પણ એમજ માની લીધેલું. જે કેબી અને બલરે એ ભૂલ ભાગી. એમણે જૈનધર્મને સ્વતંત્ર જાહેર કર્યો એટલું જ નહીં પણ બુદ્ધની પૂર્વે પણ એ હતું એમ પુરવાર કર્યું. હું અહીં પુરાતત્ત્વ સંબંધી વિષયની ચર્ચા કરવા નથી માગતે. મેં ઉપર જ કહી દીધું છે કે બૌદ્ધ અને જૈન ધર્મના જેમને પ્રવર્તકે માનવામાં આવે છે તેમની પૂર્વે–ઘણા વખત પહેલાં, બૌદ્ધ અને જૈન હૈયાત હતા. બૌદ્ધમતને બુધે ઉપજાવ્યું નથી તેમ જૈનધર્મને મહાવીરે કઈ પહેલવહેલે પ્રવર્તાવ્યો નથી. જે વિરોધમાંથી ઉપનિષદ્ ઉપજ્યાં તે જ વિરોધમાંથી–વેદશાસન અને કર્મકાંડની વિરૂદ્ધ, જૈન અને બૌદ્ધ બહાર આવ્યા. હયુએનસંગે શા સારૂ જૈનધર્મને બૌદ્ધધર્મની અંદરને ગયે તે એટલા જ Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] ઉપરથી સમજાશે. તે જ્યારે ભારતવમાં આભ્યા ત્યારે ખૌદ્ધધર્મને પ્રમલ પ્રતાપ હતા, જૈનદનની જેમ મોઢેા પણ અહિંસા અને ત્યાગના ઉપદેશ આપતા. વૈદિક ક્રિયાકલાપની સામે બૌદ્વેએ જે મળવા જગાડ્યો હતા તેમાં અહિંસા અને ત્યાગ એ મે શસ્ત્રો અચાવ તેમજ આક્રમણુ કરવામાં પણ છૂટથી વપરાતાં. અવૈદિક સંપ્રદાયા પણ અહિંસા ને ત્યાગના પક્ષપાત ધરાવતા. વૈદિક યજ્ઞા હિંસાથી ખરડાયેલા અને આ લેાક તથા પરલેાકના ક્ષણિક સુખના અર્થે જ ચેાજાયાં હતાં. જૈન-સપ્રદાયે વેદશાસનની ધુંસરી ફગાવી દીધી અને અહિંસા તથા વૈરાગ્ય ઉપર ખૂબ ભાર મૂકયા. એથી સામાન્ય જોનારને મૌદ્ધ તથા જૈન એક સરખાં લાગ્યાં. અને વૈવિવિધ અગ્રાહ્ય માનતા અને અહિંસા તથા ત્યાગ તરફ ખૂલ્લું વલણ બતાવતા. એક વિદેશી મુસાફર, ઉપર કહ્યું તેવુ બ્હારનુ સ્વરૂપ નીહાળી જૈન તથા મૌને એક માને એમાં કંઇ આશ્ચયની વાત નથી. એ સિવાય બન્ને સંપ્રદાયામાં આચાર-વિચારનું પણ કઈંક મળતાપડ્યું હતું છતાં તાત્વિક દ્રષ્ટિએ સપૂર્ણ અલગ હતા એ વાત હવે ઘણા સમજવા લાગ્યા છે. દાખલા તરિકે એમ કહી શકાય કે સંસારનાં ક્ષણિક સુખાના ત્યાગ કરી, ખૂબ સખત સંયમ પાળવા જીવનને ક્રમે ક્રમે વિશુદ્ધ બનાવવું અને માક્ષ મેળવવા એ ભા રતવર્ષના પ્રત્યેક દર્શનના ઉદ્દેશ હૈાય છે. પણ એથી કરીને બધાં દના તત્ત્વતઃ એક જ છે એમ ન કહેવાય. ઉત્તર અને દક્ષિણ દિશા જેમ એક બીજાથી અલગ અને સ્વતંત્ર છે તેમ દના અને સિધ્ધાંતા । પણ મ્હારથી સમાન દેખાવા છતાં ભિન્ન અને સ્વતંત્ર હાઇ શકે છે. એક સમય એવા હતા કે જે વખતે બૌધ્ધ અને જેના સંપૂર્ણ ત્યાગને પેાતાના આદરૂપ માનતા એટલે આચા– રામાં પણ સામાન્ય સાદૃશ્ય દેખાતું; પણ વસ્તુતઃ તે ભિન્ન હતા. એકે બીજાની પાસેથી અમુક નીતિ ઉછીની લીધી છે એમ કહેવુ Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] એ પણ બરાબર નથી. એટલું કહી શકાય કે વૈદિક સંપ્રદાયના નિષ્ફર ક્રિયાકાંડને અંગે જે વિરોધ અને વિપ્લવ થયે તેને લીધે ઉભય પક્ષેને એક સરખો સામનો કરવો પડ્યો-એક સરખી કિલ્લેબંધી કરવી પડી હોય. જરા ઉંડા ઉતરીને જોઈશું તે જણાશે કે તત્વ દષ્ટિએ જૈન અને બૌધ પરસ્પરથી ભિન્ન અને સ્વતંત્ર છે. બૌધ્ધ મત શૂન્યને જ વળગી રહે છે, જેને ઘણું પદાર્થ માને છે. બૌદ્ધમતમાં આત્માનું અસ્તિત્વ નથી, પરમાણુનું અસ્તિત્વ નથી, દિશા, કાળ અને ધર્મ (ગતિ સહાયકે) પણ નથી, ઈશ્વર પણ નથી.જૈન મતમાં એ બધાની સત્તા સ્વીકારવામાં આવી છે. બૌદ્ધમત પ્રમાણે નિર્વાણ મેળવવું એટલે શૂન્યમાં ભળી જવું; પણ જૈનમતમાં મુકત-જીને અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને આનંદમય માનવામાં આવ્યા છે અને એ જ સાચું જીવન છે. બૌદ્ધ દર્શનના કર્મ અને જૈન દર્શનના કર્મ પણ જુદા જુદા અર્થમાં વપરાયા છે. જૈન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા નથી એટલું એથી સહેજે સિદ્ધ થાય છે. બૌદ્ધ દર્શન કરતાં સાંખ્ય દર્શનની સાથે જેન દર્શનનું મળતાપણું અધિક પ્રમાણમાં હોય એમ લાગે છે. સાંખ્ય અને જેન એ બન્ને, વેદાન્તને અદ્વૈતવાદ નથી માનતા અને આત્માની વિવિધતા સ્વીકારે છે. વળી, એ બન્ને, જીવથી જૂદું અવતત્વ માને છે, પણ એ ઉપરથી એકે બીજાની પાસેથી ઉછીનું લીધું છે અથવા તે એક મૂળ છે અને બીજું શાખારૂપ છે એમ ન કહી શકાય, કારણ કે બારીકીથી જોઈએ તે સાંખ્ય અને જૈનનું મ્હારનું સ્વરૂપ સામાન્ય હોવા છતાં ભીતરમાં ઘણે ભેદ છે. દાખલા તરીકે સાંખ્ય દશને અજીવતત્ત્વ–એટલે કે પ્રકૃતિ એક જ માની છે, પરંતુ જૈન દર્શનમાં અજીવના પાંચ ભેદ છે અને એ પાંચમાં પુદ્ગલ તે અનંતાનંત પરમાણુમય છે. સાંખ્ય બે જ તવ માને છે ત્યારે જૈન દર્શનમાં ઘણા તત્ત્વ છે. એક બીજો મુખ્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ ભેદ એ છે કે કપિલ દર્શન ઘણે અંશે ચૈતન્યવાદી દેખાય છે ત્યારે જૈન દર્શન જાણે કે જડવાદની નજીકમાં જતું હોય એમ લાગે છે. ( પરંતુ અહીં કઈ એવી ભૂલ ન કરે કે સાંખ્યદર્શન પૂર્ણરૂપે ચૈતન્યવાદી છે અને જૈન દર્શન જડવાદી છે. લેખકને એમ કહેવાને મુદ્દલ આશય નથી.) સાંખ્યદર્શનના અભ્યાસીને સૌ પહેલાં એ પ્રશ્ન ઉદ્દભવે કે “પ્રકૃતિનું સ્વરૂપ શુ?” એ જડસ્વરૂપ છે કે ચિતન્ય સ્વરૂપ હવે પ્રકૃતિ સંપૂર્ણ જડ છે એમ તે માની શકાય જ નહીં. સાધારણ રીતે આપણે જેને જડ કહીએ છીએ તે તે પ્રકૃતિની વિકૃતિકિયાનું છેલ્લું પરિણામ હોય છે, તે પછી પ્રકૃતિ એટલે શું સમજવું? જૂદા જૂદા ભાવવાળા ગુણોની સામ્યાવસ્થા એ જ પ્રકૃતિનું સ્વરૂપ એવી મતલબનું એ સાંખ્ય દર્શને અસ્પષ્ટરૂપે લક્ષણ આપ્યું છે, પણ ઈન્દ્રિયગ્રાહા ઉપરોકતજ :પદાર્થો, વિભિન્નભાવી ગુણત્રયની સામ્યવસ્થારૂપ તે નથી જ એ દેખીતી વાત છે. “બહુ”ની અંદર જે “એક છે, વિવિધ સંર્ઘષભુપરાયણ ગુણપર્યાની અંદર પણ જે પોતાનું એકત્વ અથવા અદ્વિતીયત્વ જાળવી શકે છે તેને તે જડ પદાર્થ કહેવા કરતાં અધ્યાત્મ-પદાર્થ કહે એ વધારે ઉચિત છે. ભૂદર્શન તેમ જ તત્વવિચારણા પણ એ જ સિદ્ધાંતનું સમર્થન કરે છે. ભિન્નભિન્ન ભાવવાળા ત્રણ ગુણવડે વિશિષ્ટ પ્રકૃતિ જે જગવિવર્તરૂપી ક્રિયા સતત કરી રહી હોય તે એને અધ્યાત્મ-પદાર્થ માનવા સિવાય ચલાવી શકાય નહીં. એને અર્થ એ થયો કે વિભિન્ન ગુણત્રય, પ્રકૃતિના આત્મવિકાસમાં પ્રકારત્રય ગણાય. પ્રકૃતિને સ્વભાવત એકાન્તવિભિન્ન ગુણત્રયનું અચેતન સંઘર્ષક્ષેત્ર જ માનવામાં આવે તે પ્રકૃતિમાંથી કોઈ પદાર્થ ન ઉદ્દભવે. પ્રકૃતિને અધ્યાત્મ પદાર્થ માનીએ તે જગતવિકાસને ખુલાસે મળી રહે. પ્રકૃતિએ જન્માવેલા તમાં પહેલું તત્ત્વ મહત્તત્ત્વ અથવા બુદ્ધિતત્ત્વ છે. એ કઈ પત્થર જેવું જડ પરમાણુ નથી; એ અધ્યા Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ]. પદાર્થ છે. તે પછી ઈન્દ્રિય, પંચતન્માત્રા અને ધીમે ધીમે મહાભતેને ઉભવ મનાય છે. પ્રકૃતિને સંપૂર્ણરૂપે જડ માનીએ તે પ્રકૃતિમાંથી વિશ્વને જન્મ એક અર્થહીન વ્યાપાર બની જાય. મહસ્તત્વ અથવા અહંકાર અધ્યાત્મપદાર્થ છે. અને કપિલને પિતાને મત એ જ છે કે કાર્ય અને કારણ એક જ સ્વભાવના પદાર્થ હેય છે. એટલે પ્રકૃતિમાતાએ જન્માવેલા તની જેમ માતા અને સંતાને પણ અધ્યાત્મ પદાર્થો જ છે એમ માનવું યુકિતસંગત લેખાશે. પ્રકૃતિ જે સંપૂર્ણપણે જડ સ્વભાવવાળી હોય તે જડ સ્વભાવી પંચતન્માત્રાને જન્મ પહેલાં પેલા બે અધ્યાત્મ-પદાર્થ કેવી રીતે જમ્યા તે નથી સમજાતું. મતલબ કે પ્રકૃતિને અધ્યાત્મપદાર્થ માન્યા વગર છૂટકો જ નથી. પ્રકૃતિ બીજરૂપી ચિતપદાર્થ છે. એને પૂર્ણરૂપે વિકસવા માટે સૌ પહેલાં લક્ષ્ય તથા આત્મજ્ઞાનની જરૂર પડે છે અને એમાંથી બુદ્ધિ તથા અહંકાર જન્મે છે. પછી પ્રકૃતિ પોતાની અંદરથી આત્મવિકાસના કરણસ્વરૂ૫. જરૂર પ્રમાણે કેમે કેમે ઈન્દ્રિય, તમાત્રા, મહાભૂતાદિ જેવા જડે ત સરજે છે. એ રીતે પ્રકૃતિને અધ્યાત્મપદાર્થ અને તેની સંતતીને પ્રકૃતિના આત્મવિકાસના સાધનરૂપ માનવાથી સાંપે કહેલી જગત-વિવર્ત ક્રિયા બરાબર સમજાય છે. પ્રકૃતિતવને અધ્યાત્મપદાર્થરૂપે માન્યા સિવાય બીજે ઈલાજ નથી. અને પ્રાચીન કાળમાં કેઈને એવી કલ્પના નહીં આવી હોય એમ પણ ન કહી શકાય. કઠોપનિષદની ત્રીજી વલ્લીના નીચેના ૧૦-૧૧ મા લેકમાં પ્રકૃતિને અધ્યાત્મસ્વભાવસ્વરૂપે ઓળખાવી છે અને સાંયદર્શનને વેદાન્ત-દર્શનમાં પરિણમાવવાને એ ખુલ્લો પ્રયત્ન હોય એમ પણ લાગશે. इन्द्रियेभ्यो पराह्यर्थाः अर्थेभ्यश्च परं मनः मनसश्र परा बुद्धिबुद्धरात्मा महान् परः Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ! ] महतः परमव्यक्तमव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किंचित् सा काष्ठा सा परा गतिः 66 ઈન્દ્રિયેા કરતાં અર્થ શ્રેષ્ઠ છે, અર્થાં કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ, બુદ્ધિ કરતાં મહદાત્મા, મહત્ કરતાં અવ્યક્ત, અવ્યક્ત કરતાં પુરૂષ શ્રેષ્ઠ છે. પુરૂષ કરતાં ખીજું કઈં શ્રેષ્ઠ નથી. પુરૂષ જ સીમા અને શ્રેષ્ઠ ગતિ છે. ” જૈન દનની માનીનતા એથી સાવ જૂદી છે. જૈન દર્શન અજીવ તત્ત્વ માને છે. સંખ્યામાં તે એક કરતાં વધુ છે એટલું જ નહીં પણ અજીવને અનાત્મ સ્વભાવ માન્યા છે. ઉપર ખતાવ્યુ તેમ સાંખ્યના અજીવતત્ત્વને કિવા પ્રકૃતિને અધ્યાત્મપદાર્થરૂપે પરિણુમાવી શકાય; પરંતુ જૈન દર્શનમાંના અજીવ તત્ત્તાને તે કાઇ રીતે જીવ સ્વભાવની કોટિમાં મૂકી શકાય જ નહીં. આ અજીવ પાંચ છે-પુદ્દગલ નામના જડ પરમાણુ, ધર્મ નામનું ગતિતત્ત્વ ( ધર્માસ્તિકાય ) અધર્મ નામનું અગતિતત્ત્વ ( અધર્માસ્તિકાય ), કાળ અને આકાશ. આ બધા જડ પદાર્થા છે અથવા તા એમના સહકારી છે. એ સિવાય જૈન મતમાં આત્માને અસ્તિકાય-અર્થાત્ પરિમાણુ વિશિષ્ટરૂપે ઓળખાવવામાં આવે છે. આત્માને કમજનિત લેફ્સા અથવા વર્ણભેદ હાવાનું પણ મનાય છે. જૈન દનમાં આત્માને અતિશય લઘુ પદાર્થો અને ઉર્ધ્વગાતશીલ માન્યા છે. આ મધી હકીકત સાંખ્યથી જૂદી પડે છે. એટલા માટે જ મે' જે ઉપર કહ્યું છે કે સાંખ્યદર્શીન ઘણેખરે અ ંશે ચૈતન્યવાદની પાસે પહોંચે છે અને જૈન દન કેટલીકવાર જડવાદની નજીક જતું દેખાય છે તેની મતલબ આથી કઇંક સમજાશે. સાંખ્ય દર્શનથી જૈન દશ્તુન સ્વતંત્ર છે. સાંખ્યમાંથી જૈન દર્શન ઉદ્ભવ્યુ છે એમ કહેવુ... મિથ્યા છે. જેમ એ બે વચ્ચે ઘણા Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] ઘણા વિષયોમાં મળતાપણું છે તેમ જૂદાઈ પણ ઘણી ઘણી છે. એક જ વાત લઈએ. સાંખ્યમતમાં આત્માને નિવિકાર તથા નિષ્ક્રિય માને છે. જેના દર્શન કહે છે કે તેને સ્વભાવ જ એવો છે કે એ પરિપૂર્ણતા પામવા મથે, એટલું જ નહીં પણ એ અનંત ક્રિયાશક્તિને આધાર છે. ટુંકામાં આદર્શન સુયુક્તિમૂલક દર્શન છે યુતિ અને ન્યાય ઉપર જ એની પ્રતિષ્ઠા છે વૈદિક ક્રિયાકાંડના વિરોધે એને જબરજસ્ત શક્તિમાન બનાવ્યું. નાસ્તિક જેવા ચાર્વાક એની પાસે મુદ્દલ ટકી શકે નહીં. ભારતવર્ષના બીજા દર્શનની જેમ જૈન દર્શનને પણ પિતાનાં મૂળ સૂત્ર, તરવવિચાર અને મતામત વિગેરે છે. - જૈન અને વૈશેષિક-દર્શનમાં પણ એટલું મળતાપણું છે કે સામાન્ય અભ્યાસીને એ બે વચ્ચે ખાસ ભેદ જેવું ન લાગે. પર માણુ, દિશા, કાળ, ગતિ અને આત્મા વિગેરે તત્વવિચારમાં એ અને દર્શન લગભગ એકરૂપ છે; પણ જૂદાઈ જોવા જઈએ તે પણ ઘણું મળી આવે. વૈશેષિક દર્શન વિવિધતાવાદી હોવાને દા કરે છે, છતાં ઈશ્વરને સ્વીકાર કરી તે પણ એકત્વવાદ તરફ ગતિ કરે છે, પરંતુ જેના દર્શન એના વિવિધ તત્ત્વ ઉપર અડગપણે ઉભું રહી શકે છે. ઉપસંહારમાં એટલું કહી દઉં કે જૈન દર્શન ખાસ ખાસ બાબતેમાં બૌદ્ધ, ચાક, વેદાન્ત, સાંખ્ય, પાતંજલ, ન્યાય અને વૈશેષિકને મળતું હોય એમ દેખાય છે પરંતુ એ એક સ્વતંત્ર દર્શન છે. એ પિતાની ઉન્નતિ કે ઉત્કર્ષ માટે કેઈનું પણ દેવાદાર નથી. એના બહુવિધ તના વિષયમાં એ સંપૂર્ણ સ્વતંત્ર અને વ્યક્તિત્વવાળું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાળા સાથે ત્રણ મહાપુરૂષોનાં નામ જોડવામાં આવ્યા છે. પ્રથમ શાંતમૂર્તિ શ્રી બુદ્ધિવિજયજી ( બુકેરાયજી ) મહારાજ જેઓ પ્રથમ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષિત થએલ; પરંતુ ત્યારપછી સત્ય સમજાતાં સંવેગી પક્ષ અંગીકાર કર્યો. સ્વભાવે શાંત અને સરળ હતા ને ચારિત્ર તેમનો અસ્થિમજજામાં પરિણમ્યું હતું. શાંતમૂતિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સ્વભાવે શાંત, સહનશીલ, સદા ધર્મની ઉન્નતિના ચાહનાર, રોગપીડીત સાધુઓની સુશ્રુષામાં અગ્રગણ્ય, જૈન સંધ ઉપર પોતાના ચારિત્રની સુંદર પ્રભા પાડનાર હતા. ત્રીજા તેમના જ હસ્તદીક્ષિત શાંતમૂનિ શ્રી કરવિજયજી મહારાજ વ્યવહારની કોઈપણ પ્રવૃતિમાં નહિ જેડાતા હમેશાં આત્મન્નતિના વિચારોમાં નિમગ્ન રહેનાર જેઓ સત ચારિત્રનું આરાધન કરી જ્ઞાનના પિપાસુઓની તૃષા છીપાવવા પોતાથી બનતા પ્રયત્ન કરી રહ્યા છે -જ્ઞાનદાન આપી રહ્યા છે. “ જૈન ધર્મ પ્રકાશ” તેમના લેખ વિનાનું ભાગ્યે જ મળી શકે. તેમજ તેમની પ્રેરણાથી આજસુધીમાં અનેક ગ્રંથ પ્રકાશિત થયા છે ને તેમાં પોતે નિર્લેપભાવે રહ્યા છે. ગ્રંથમાળાના આ પ્રથમ મણકા પછી નીચેના પુસ્તકો પ્રગટ કરવાની યોજના ઘડવામાં આવી છે. ? સામાયિક ચત્યવંદન. ૩ દેવસિરાઈ પ્રતિક્રમણ. ૪ પંચપ્રતિક્રમણ. આ પુસ્તકામાં મૂળસૂત્ર, શબ્દાર્થ, અશ્વાર્થ ભાવાર્થ, ફુટનટ તેમ જ બીજા પરચુરણ અનેક વિષયો રજુ કરવામાં આવશે. આ પુસ્તકો અભ્યાસક દષ્ટિથી અભ્યાસીઓને ઉપયોગી જાણ પ્રગટ કરવા વિચાર રાખે છે. જેમાંનું સામાયિક ચિત્યવંદન તાજેતરમાં જ પ્રગટ કરવામાં આવશે. - ૫ ભક્તિમાતા–પુસ્તકની ત્રણ આવૃતિ થઈ ગઈ હોવા છતાં અનેક માણસની અમારી પાસે માગણી આવવાથી સુધારા વધારા સાથે અમે 'છપાવવી શરૂ કરી છે. ) પિોપટલાલ Page #28 -------------------------------------------------------------------------- ________________ जैनं जयति शासनम् મુદ્રકઃ શેઠ દેવચંદ દામજી આનંદ પ્રેસ–ભાવનગર,