________________
કચિત વક્તથ. જૈન સાહિત્યની દિશામાં આજે જે કઈ પ્રચારકાર્ય થઈ રહ્યું છે. તેમાં યકિચિત ફાળો આપવાની ભાવનાથી “શ્રી બુદ્ધિ-વૃદ્ધિ-કપૂર ગ્રંથમાળા” ને પ્રથમ મણકા રજુ કરતાં અમને આનંદ થાય છે. એક રીતે કહીએ તે દુનિયાના સાહિત્ય ક્ષેત્રમાં આજે જે પ્રગતિ થઈ રહી છે તે અપેક્ષાએ, ભલે આપણે જૈન સાહિત્યના પ્રચાર માટે પ્રયાસો કરી રહ્યા હાઇએ છતાં આપણું સાહિત્ય ક્ષેત્ર ઘણું અણખેડાએલ છે. તત્ત્વ, ઈતિહાસ, કથા, ક્રિયાકાંડ, વગેરે દીશામાં અપૂર્વ પ્રકાશ પાડતા આ પણ પ્રાચિન સાહિત્યના ગૌરવને વાસ્તવિક પરિચય જૈન જૈનેતર જગતને કરાવવા જોઈએ તેટલો આજે આપણે કરાવી શકયા નથી, એટલે રોચક શૈલીએ જેનું સાહિત્ય તૈયાર કરીને તેને બનતે પ્રચાર કરવાની અનિવોચ અગત્ય આજે ઉભી છે, આ ગ્રંથમાળા આ દીશામાં પુષ્પ-પાખડી ૩૫ પિતાની સેવા આપવાના આશયથી જન્મે છે, એટલે જૈન જૈનેતર વિદ્વાનોના હાથે તૈયાર થએલ જેન-તત્વનું તુલનાત્મક સરળ સાહિત્ય, પ્રમાણભૂત ઇતિહાસ, ક્રિયાના આમાને સમજાવતું ક્રિયાકાંડનું સાહિત્ય તેમ જ લોકરૂચીને પહોંચી વળે તેવું કથા, ઉપદેશ કે ભકિતપ્રદ સાહિત્ય પ્રસિદ્ધ કરવાનો આ ગ્રંથમાળાને ઉદેશ છે. આ રીતે જૈન દર્શનની મહત્તા પર તુલનાત્મક પ્રકાશ પાડતા શ્રી હરિસત્ય ભટ્ટાચાર્યનો
એક મનનીય નિબંધે ગ્રંથમાળાના પ્રથમ મણકા તરીકે સમાજ સમક્ષ કે રજુ કરતા અમે ઇચ્છીએ છીએ કે તેને યોગ્ય સત્કાર થાય. 3. આવા સાહિત્યનો બને તેટલે વધુ ફેલાવો થાય તે માટે બનતી ઓછી કિંમતેં તેને પ્રચાર કરવાનો ક્રમ જવામાં આવ્યો છે. એમ છતાં પ્રચારની વ્યાપક દીપ્ત માટે તો આવું સાહિત્ય જરૂરી સ્થાને મફત અપાય એજ વાસ્તવિક ગણાય, અને ત્યારે જ જૈન-જૈનેતર જનતામાં જૈન-દર્શનની મહત્તાને વધુ પ્રચાર થાય એટલા માટે સાહિત્યપ્રેમી શ્રીમંત જે આર્થીક સહકાર આપશે, તે જે ગ્રંથનો સંપૂર્ણ ખર્ચ મળશે તેને યોગ્ય દીશામાં મફત ફેલાવો કરવામાં આવશે સાથોસાથ સાહિત્ય સેવકો પાસે એટલું પણ માંગી લઈએ છીએ કે આ ગ્રંથમાળાને બંધ બેસતુ સાહિત્ય પ્રગટ કરવામાં અમને પોતાની લેખીનીનો લાભ આપે અને અમારા કાર્યને સરળ બનાવે.