________________
[ ૧૨ ]. - વેદાન્તને આ “ પ્રમવાદિતા” વાદ ઘણે ગંભીર અને જમ્બર છે. પણ સાધારણ માણસ એટલી ઉંચાઈએ પહોંચી શકે કે કેમ તે એક સવાલ છે. સામાન્ય માનવી, જીવાત્મા નામે એક સત્તા છે એટલે અનુભવ કરી શકે, પણ માણસ માણસની વચ્ચે કંઈ ભેદ જ નથી, મન એક જડ પદાર્થ છે અને બીજા નજરે જણાતાં પદાર્થોમાં કોઈ પ્રકારને ભેદ નથી; આવી વાતો વિચારતાં તે તેની બુદ્ધિ પણ બુંડી બની જાય, અને ધારે કે કઈ બુદ્ધિવાન એ સિદ્ધાન્ત કરી બેસે કે હું બીજા બધા કરતાં જુદો છું–સ્વતંત્ર છું, મારે બીજાં જડ-ચેતન સાથે કઈ સીધે સંબંધ નથી અને ચરાચર વિશ્વમાં અસંખ્ય સ્વતંત્ર પદાર્થો ભર્યા છે– તે તેને એ સિદ્ધાન્ત છેક યુક્તિરહિત છે એમ આપણે કઈ રીતે કહી શકીએ ? સાચું પૂછે તે એ સિદ્ધાન્ત સાવ કાઢી નાખવા જે નથી. દુનીયાને મેટે ભાગ તે એ જ અનુભવ મેળવે છે અને એ જ સિદ્ધાન્ત માને છે. એ કારણે જ વેદાન્તમત સૌના સ્વીકારને એગ્ય નથી રહ્યું. - કપિલ-પ્રણીત સુવિખ્યાત સાંખ્યદર્શનને મતવાદ પણ અહીં વિચારવા જેવો છે. વેદાન્તની જેમ સાંખ્ય પણ આત્માનું અનાદિપાણું અને અનંતપણું સ્વીકારે છે. પરંતુ સાંખ્ય, આત્માનું મહત્વ સ્વીકારવાની ના પાડતું નથી. વેદાન્તમતની સાથે સાંખ્યને બીજે પણ એક મતભેદ છે. સાંખ્યમત પ્રમાણે પુરૂષ અથવા આત્માની સાથે અચેતન છતાં ક્રિયાશીલ પ્રકૃતિ નામની વિશ્વ-રચના-ફ્રેશળ એક શક્તિ મળી ગઈ છે અને એ બને મળીને બધી ઘડભાંજ કયાં કરે છે. એ રીતે સાંખ્ય દર્શન આત્માનું અનાદિપણું, અનંતપણું અને અસીમપણું સ્વીકારે છે. એ મતમાં આત્માની બહુ સંખ્યા માનવામાં આવી છે. કપિલમત કહે છે કે જે કે પુરૂષથી જદી