________________
હું જે પદ્ધતિએ જૈન દર્શનની આલેચના કરવા માગું છું તે પરત્વે ઉપર ઇસારો કરી ગયે છું. મારી આલેચના સંકલનાત્મક અથવા તુલનાત્મક છે. આવી આચના કરવી એ જરા અઘરી વાત છે, કારણ કે એવી આલોચના કરનારને ભારતવષય સમસ્ત દર્શનેનું સારું જ્ઞાન હોવું જોઈએ. પરંતુ અહીં હું બહુ ઉંધ વિગતમાં ઉતરવા નથી માગતે. માત્ર મૂળ તત્ત્વને અંગે જ એક-બે વાતે કહીશ.
જૈન દર્શન સંબંધે વિવેચન કરતાં પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની છે. જેમિનીય દર્શન સિવાય, ભારતવર્ષના પ્રાય પ્રત્યેક દશને, સીધી અથવા આડકતરી રીતે, વેદોકત કિયાકલાપમાં અંધશ્રદ્ધા રાખવા સામે સખત વિરોધ દાખવ્યું છે. ખરી રીતે તો અંધશ્રદ્ધાની સામે યુક્તિવાદનું જે અવિરામ યુદ્ધ ચાલે છે તેનું જ નામ દર્શન. પ્રસ્તુત લેખમાં, ભારતવર્ષના દર્શનેનું એ દષ્ટિએ નિરીક્ષણ કરવાને અને એમના પોતાના મુખ્ય મુખ્ય તત્ત્વો વિષે આલોચના કરવાને ઉદ્દેશ રાખે છે. ભારતીય દર્શનેને જે કમવિકાસ અહીં હું બતાવવા માગું છું તે કાળની દ્રષ્ટિએ નહીં, પણ યુક્તિની દષ્ટિએ જ હશે એટલું યાદ રાખવું. (જેનેëજીકલ નહીં પણ લૈંકલ.)
અર્થહીન વૈદિક ક્રિયાકાંડ સામેને સંપૂર્ણ પ્રતિવાદ ચાર્વાકસૂત્રોમાં મળે છે. સમાજમાત્રમાં આવા વિરોધી સ્વતંત્ર સંપ્રદાય હોય છે જ. પ્રાચીન વૈદિક સમાજમાં પણ એવા સંપ્રદાય હતા. વૈદિક ક્રિયાકલાપની સખત ભાષામાં ઝાટકણી કાઢવી એ સહજ વાત છે. વિચારશીલ અને તત્ત્વજ્ઞાસુ વર્ગ લાંબા સમય સુધી એ પ્રકારના કર્મકાંડથી સંતુષ્ટ રહી જ શકે નહીં. એટલે અર્થશૂન્ય ક્રિયાકાંડ, જેવાં કે યજ્ઞ સંબંધી વિધિવિધાન પર સબળ