________________
[[ ૭ ] .... प्रवाह्येते अदृढा यज्ञरुपा अष्टादशोकमवरं षेषु कर्म एतत् श्रेयो ये ऽभिनन्दंति मूढा जरामृत्युम् ते पुनरेवापि यान्ति
મુંડકેપનિષદ્ ૧ઃ ૨: ૭ ય અને તેના અઢાર અંગે તેમજ કમેં બધાં અઢ અને વિનાશશીલ છે. જે મૂઢ એ સર્વને શ્રેયઃ માને છે તેઓ ફરી ફરીને જરા અને મૃત્યુના ફેરામાં પડે છે.”
પણ ઉપનિષદ્ અને ચાર્વાક વચ્ચે એક ભેદ છે. ઉપનિષદ એક ઉચ્ચતર અને મહત્તર સત્યને માર્ગ બતાવવા વૈદિક ક્રિયાકાંડની ખબર લે છે ત્યારે ચાર્વાકને માત્ર દે દેખાડવા સિવાય બીજું કઈ કરવા જેવું જ નથી લાગતું. ચાવાકદર્શન એક નિષેધવાદ છે. એને પોતાને વિધિ જેવું કઈ નથી. વૈદિક વિધિવિધાનને ઉથલાવી પાડવા એ તેને મુખ્ય ઉદ્દેશ છે. છતાં અહા એટલું સ્વીકારવું જોઈએ કે સૌ પહેલાં યુક્તિવાદને આશ્રય જે કેઈએ લીધું હોય તે આ ચાર્વાક દર્શને. ભારતવર્ષના બીજા દશામાં પછી એ જ યુક્તિવાદ ફા કુલ્ય લાગે છે. છે નાસ્તિક ચાર્વાકની જેમ જૈન દર્શનમાં વૈદિક ક્રિયાકાંડની નિરર્થકતા બતાવવામાં આવી છે. જૈન દર્શને વેદના શાસનને ખુલ્લી રીતે વિરોધ કર્યો હતો અને બીજા નાસ્તિક મતની જેમ યજ્ઞાદિ ક્રિયાને મુક્તકંઠે પ્રતિવાદ કર્યો હતે એ વાત સૌ સારી પેઠે જાણે છે. ચાર્વાક અને જૈન દર્શન વચ્ચે જે કઈ સારશ્ય હોય તે એટલા જ પૂરતું. બાકી બરાબર તપાસીએ તે જૈન દર્શન, ચાર્વાકની જેમ માત્ર નિષેધાત્મક નથી. એક સંપૂર્ણ દાર્શનિક મત ઉપજાવવાને જૈન દર્શનને ઉદ્દેશ દેખાઈ આવે છે. સૌ પહેલાં તે જેના દર્શને ઈન્દ્રિય સુખ-વિલાસને અવજ્ઞાપૂર્વક પરિહાર કર્યો.