________________
[ ! ]
महतः परमव्यक्तमव्यक्तात् पुरुषः परः पुरुषान्न परं किंचित् सा काष्ठा सा परा गतिः
66
ઈન્દ્રિયેા કરતાં અર્થ શ્રેષ્ઠ છે, અર્થાં કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ, બુદ્ધિ કરતાં મહદાત્મા, મહત્ કરતાં અવ્યક્ત, અવ્યક્ત કરતાં પુરૂષ શ્રેષ્ઠ છે. પુરૂષ કરતાં ખીજું કઈં શ્રેષ્ઠ નથી. પુરૂષ જ સીમા અને શ્રેષ્ઠ ગતિ છે. ” જૈન દનની માનીનતા એથી સાવ જૂદી છે. જૈન દર્શન અજીવ તત્ત્વ માને છે. સંખ્યામાં તે એક કરતાં વધુ છે એટલું જ નહીં પણ અજીવને અનાત્મ સ્વભાવ માન્યા છે. ઉપર ખતાવ્યુ તેમ સાંખ્યના અજીવતત્ત્વને કિવા પ્રકૃતિને અધ્યાત્મપદાર્થરૂપે પરિણુમાવી શકાય; પરંતુ જૈન દર્શનમાંના અજીવ તત્ત્તાને તે કાઇ રીતે જીવ સ્વભાવની કોટિમાં મૂકી શકાય જ નહીં. આ અજીવ પાંચ છે-પુદ્દગલ નામના જડ પરમાણુ, ધર્મ નામનું ગતિતત્ત્વ ( ધર્માસ્તિકાય ) અધર્મ નામનું અગતિતત્ત્વ ( અધર્માસ્તિકાય ), કાળ અને આકાશ. આ બધા જડ પદાર્થા છે અથવા તા એમના સહકારી છે. એ સિવાય જૈન મતમાં આત્માને અસ્તિકાય-અર્થાત્ પરિમાણુ વિશિષ્ટરૂપે ઓળખાવવામાં આવે છે. આત્માને કમજનિત લેફ્સા અથવા વર્ણભેદ હાવાનું પણ મનાય છે. જૈન દનમાં આત્માને અતિશય લઘુ પદાર્થો અને ઉર્ધ્વગાતશીલ માન્યા છે. આ મધી હકીકત સાંખ્યથી જૂદી પડે છે. એટલા માટે જ મે' જે ઉપર કહ્યું છે કે સાંખ્યદર્શીન ઘણેખરે અ ંશે ચૈતન્યવાદની પાસે પહોંચે છે અને જૈન દન કેટલીકવાર જડવાદની નજીક જતું દેખાય છે તેની મતલબ આથી કઇંક સમજાશે.
સાંખ્ય દર્શનથી જૈન દશ્તુન સ્વતંત્ર છે. સાંખ્યમાંથી જૈન દર્શન ઉદ્ભવ્યુ છે એમ કહેવુ... મિથ્યા છે. જેમ એ બે વચ્ચે ઘણા