Book Title: Bharatiya Darshanoma Jain Darshanu Sthan
Author(s): Harisatya Bhattacharya
Publisher: Popatlal Sakalchand Shah

View full book text
Previous | Next

Page 23
________________ ભેદ એ છે કે કપિલ દર્શન ઘણે અંશે ચૈતન્યવાદી દેખાય છે ત્યારે જૈન દર્શન જાણે કે જડવાદની નજીકમાં જતું હોય એમ લાગે છે. ( પરંતુ અહીં કઈ એવી ભૂલ ન કરે કે સાંખ્યદર્શન પૂર્ણરૂપે ચૈતન્યવાદી છે અને જૈન દર્શન જડવાદી છે. લેખકને એમ કહેવાને મુદ્દલ આશય નથી.) સાંખ્યદર્શનના અભ્યાસીને સૌ પહેલાં એ પ્રશ્ન ઉદ્દભવે કે “પ્રકૃતિનું સ્વરૂપ શુ?” એ જડસ્વરૂપ છે કે ચિતન્ય સ્વરૂપ હવે પ્રકૃતિ સંપૂર્ણ જડ છે એમ તે માની શકાય જ નહીં. સાધારણ રીતે આપણે જેને જડ કહીએ છીએ તે તે પ્રકૃતિની વિકૃતિકિયાનું છેલ્લું પરિણામ હોય છે, તે પછી પ્રકૃતિ એટલે શું સમજવું? જૂદા જૂદા ભાવવાળા ગુણોની સામ્યાવસ્થા એ જ પ્રકૃતિનું સ્વરૂપ એવી મતલબનું એ સાંખ્ય દર્શને અસ્પષ્ટરૂપે લક્ષણ આપ્યું છે, પણ ઈન્દ્રિયગ્રાહા ઉપરોકતજ :પદાર્થો, વિભિન્નભાવી ગુણત્રયની સામ્યવસ્થારૂપ તે નથી જ એ દેખીતી વાત છે. “બહુ”ની અંદર જે “એક છે, વિવિધ સંર્ઘષભુપરાયણ ગુણપર્યાની અંદર પણ જે પોતાનું એકત્વ અથવા અદ્વિતીયત્વ જાળવી શકે છે તેને તે જડ પદાર્થ કહેવા કરતાં અધ્યાત્મ-પદાર્થ કહે એ વધારે ઉચિત છે. ભૂદર્શન તેમ જ તત્વવિચારણા પણ એ જ સિદ્ધાંતનું સમર્થન કરે છે. ભિન્નભિન્ન ભાવવાળા ત્રણ ગુણવડે વિશિષ્ટ પ્રકૃતિ જે જગવિવર્તરૂપી ક્રિયા સતત કરી રહી હોય તે એને અધ્યાત્મ-પદાર્થ માનવા સિવાય ચલાવી શકાય નહીં. એને અર્થ એ થયો કે વિભિન્ન ગુણત્રય, પ્રકૃતિના આત્મવિકાસમાં પ્રકારત્રય ગણાય. પ્રકૃતિને સ્વભાવત એકાન્તવિભિન્ન ગુણત્રયનું અચેતન સંઘર્ષક્ષેત્ર જ માનવામાં આવે તે પ્રકૃતિમાંથી કોઈ પદાર્થ ન ઉદ્દભવે. પ્રકૃતિને અધ્યાત્મ પદાર્થ માનીએ તે જગતવિકાસને ખુલાસે મળી રહે. પ્રકૃતિએ જન્માવેલા તમાં પહેલું તત્ત્વ મહત્તત્ત્વ અથવા બુદ્ધિતત્ત્વ છે. એ કઈ પત્થર જેવું જડ પરમાણુ નથી; એ અધ્યા

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28