________________
આ ગ્રંથમાળા સાથે ત્રણ મહાપુરૂષોનાં નામ જોડવામાં આવ્યા છે.
પ્રથમ શાંતમૂર્તિ શ્રી બુદ્ધિવિજયજી ( બુકેરાયજી ) મહારાજ જેઓ પ્રથમ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષિત થએલ; પરંતુ ત્યારપછી સત્ય સમજાતાં સંવેગી પક્ષ અંગીકાર કર્યો. સ્વભાવે શાંત અને સરળ હતા ને ચારિત્ર તેમનો અસ્થિમજજામાં પરિણમ્યું હતું.
શાંતમૂતિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ સ્વભાવે શાંત, સહનશીલ, સદા ધર્મની ઉન્નતિના ચાહનાર, રોગપીડીત સાધુઓની સુશ્રુષામાં અગ્રગણ્ય, જૈન સંધ ઉપર પોતાના ચારિત્રની સુંદર પ્રભા પાડનાર હતા.
ત્રીજા તેમના જ હસ્તદીક્ષિત શાંતમૂનિ શ્રી કરવિજયજી મહારાજ વ્યવહારની કોઈપણ પ્રવૃતિમાં નહિ જેડાતા હમેશાં આત્મન્નતિના વિચારોમાં નિમગ્ન રહેનાર જેઓ સત ચારિત્રનું આરાધન કરી જ્ઞાનના પિપાસુઓની તૃષા છીપાવવા પોતાથી બનતા પ્રયત્ન કરી રહ્યા છે -જ્ઞાનદાન આપી રહ્યા છે. “ જૈન ધર્મ પ્રકાશ” તેમના લેખ વિનાનું ભાગ્યે જ મળી શકે. તેમજ તેમની પ્રેરણાથી આજસુધીમાં અનેક ગ્રંથ પ્રકાશિત થયા છે ને તેમાં પોતે નિર્લેપભાવે રહ્યા છે.
ગ્રંથમાળાના આ પ્રથમ મણકા પછી નીચેના પુસ્તકો પ્રગટ કરવાની યોજના ઘડવામાં આવી છે.
? સામાયિક ચત્યવંદન. ૩ દેવસિરાઈ પ્રતિક્રમણ. ૪ પંચપ્રતિક્રમણ. આ પુસ્તકામાં મૂળસૂત્ર, શબ્દાર્થ, અશ્વાર્થ ભાવાર્થ, ફુટનટ તેમ જ બીજા પરચુરણ અનેક વિષયો રજુ કરવામાં આવશે. આ પુસ્તકો અભ્યાસક દષ્ટિથી અભ્યાસીઓને ઉપયોગી જાણ પ્રગટ કરવા વિચાર રાખે છે. જેમાંનું સામાયિક ચિત્યવંદન તાજેતરમાં જ પ્રગટ કરવામાં આવશે. - ૫ ભક્તિમાતા–પુસ્તકની ત્રણ આવૃતિ થઈ ગઈ હોવા છતાં અનેક માણસની અમારી પાસે માગણી આવવાથી સુધારા વધારા સાથે અમે 'છપાવવી શરૂ કરી છે. )
પિોપટલાલ