________________
[ ૧૫ ] સ્વતંત્ર-સત્પદાર્થ છે. જર્મન-દાર્શનિક કાન્ટ કહે છે કે દિશા અને કાળ તે મનુષ્યના મનનાં સંસ્કારમાત્ર છે; પણ એ સિદ્ધાંત, ઠેઠ લગી પાળી શકાયું નથી. ઘણીખરી જગ્યાએ કાન્ટને પિતાને જ કહેવું પડયું છે કે દિશા અને કાળને પણ પિતાની સ્વતંત્ર, સત્તા છે. તે ઉપરાંત ડેમેક્રિટસથી માંડી આજસુધીના લગભગ બધા જ વૈજ્ઞાનિકોએ પરમાણુની અનાદિતા-અનંતતા માની છે, માત્ર કપિલ અને પતંજલી જ દિશા, કાળ અને પરમાણુઓની અનાદિ-અનંતતા માની શક્યા નથી. પ્રકૃતિ અને લક્ષણ પણ ભિન્ન ભિન્ન હોવા છતાં દિશા, કાળ અને પરમાણુ વિગેરે એ એકઅદ્વિતીય વિશ્વપ્રધાનના વિકાર શી રીતે સંભવે એ નથી સમજાતું એટલું છતાં સાંખ્ય અને વેગ દર્શને એ મત અંગીકાર કર્યો છે.
વૈશેષિક દશને પરમાણુ, દિશા અને કાળનું અનાદિ અનંતપણું માન્યું છે. પ્રત્યક્ષવાદી ચાર્વાકને તે દિશા, કાળ વિગેરે બાબત વિચાર કરવા જેવું જ નથી લાગ્યું. શૂન્યવાદી બૌદ્ધ પણું, દિશા ને કાળ ભલે આપણી નજરે સત્ય લાગે તે પણ એને અવસ્તુ તરીકે ઓળખાવે છે. વેદાન્ત પણ એને મળતી જ વાત કહે છે. સાંખ્ય અને ગમત પ્રમાણે દિશા ને કાળ અય પ્રકૃત્તિની અંદર બીજરૂપે છુપાયેલાં રહે છે. એક માત્ર કણદમત દિશા, કાળ અને પરમાણુની સત્તા નિત્યતા અને સ્વતંત્રતા સ્વીકારે છે. વૈશેષિક દર્શનની જેમ જૈન દર્શન એ બધાનું અનાદિ અનંતપણું કબૂલ રાખે છે. - ભારતીય દર્શનના સુયુકિતવાદરૂપ વૃક્ષનાં આ બધાં સુંદર ફળ-ફુલ છે. ન્યાય દર્શનમાં યુકિતપ્રયોગ સારૂં જેવું સ્થાન રેકે છે. તર્કવિદ્યાની જટિલ નિયમાવલી આ ન્યાય દર્શનના એક અંગભૂત છે. ગૌતમ દર્શનમાં હેતુન્નાનાદિનું ખૂબ સરસ રીતે