Book Title: Bharatiya Darshanoma Jain Darshanu Sthan
Author(s): Harisatya Bhattacharya
Publisher: Popatlal Sakalchand Shah

View full book text
Previous | Next

Page 15
________________ [ ૧૧ ] અનુભવ તે સૌને હોય છે. “સાચેસાચ હું છું-હું માત્ર છાયા નથી ” એમ સૌ અંતરથી માને છે. આત્મા અનાદિઅનન્ત છે એ વાત ઉપનિષદની પ્રત્યેક પંક્તિમાં ઉજ્જવળ અક્ષરે આલેખાઈ છે, અને વેદાન્ત દર્શન પણ એ જ વાતને પ્રચાર કરે છે. આત્મા છે, આત્મા સત્ય છે, એ કેઈએ - સરજાવેલો પદાર્થ નથી, એ અનંત છે, આત્મા જન્મ-જન્માંતર પામે છે, સુખ-દુઃખ ભેગવે છે એમ લાગે; પરન્તુ વસ્તુતઃ તે એક અસીમ સત્તા છે, જ્ઞાન ને આનંદ સંબંધે અસીમ અને અનન્ત છે. વેદાન્ત દર્શનને એ મૂળ પ્રતિપાદ્ય વિષય છે અને આત્માનું અસીમત્વ તેમજ અનંતત્વ સ્વીકારી, જૈન દર્શને વેદાન્તદશનના અવિધી દશન તરિકે ખ્યાતિ મેળવી. - બૌદ્ધ દર્શનના અનાત્મવાદની ઝાટકણી કાઢવામાં અને આ ત્માની અનંત સત્તાની ઉદ્દઘોષણા કરવામાં જૈન અને વેદાન્ત એક થઈ જાય છે, પણ એ બને અભેદ નથી–બનેમાં પાથકય છે. વેદાન્તિક જીવાત્માની સત્તા સ્વીકારી, એટલેથી જ અટકતું નથી. વન–જગતમાં તે એક ડગલું આગળ વધે છે અને ખુલ્લી રીતે કહે છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે કઈ ભેદ નથી. વેદાન્તમત પ્રમાણે આ ચિદચિન્મય વિશ્વ, એક-અદ્વિતીય સત્તાને વિકાસમાત્ર છે. “ હું તે છું;” વિશ્વનું ઉપાદાન તે જ છે. હું કંઇ તેનાથી ભિન્ન અથવા સ્વતંત્ર સત્તા નથી. આ બહારનું અંસહન જગત-જે મારાથી સ્વતંત્ર દેખાય છે તે પણ તેનાથી જુદું અથવા સ્વતંત્ર નથી. એક અદ્વિતીય સત્તાને જ આ બધે વિલાસ છે–તમે અને હું-ચિત્ અચિત એવી કઈ વસ્તુ નથી કે “સત્ર સત્ય” થી જૂદી પડે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28