________________
માંથી છુટવું હોય તે કર્મનાં બંધન તૂટવાં જોઈએ. કર્મની સત્તામાંથી છુટવા પહેલાં કુકર્મની જગ્યાએ સુકર્મ સ્થાપવા જોઈએ; અર્થાત ભંગ લાલસાના સ્થાને વૈરાગ્ય, સંયમ, તપ, જપ અને હિંસાને બદલે અહિંસા વિગેરે આચરવાં જોઈએ. વૈદિક કર્મોના અનુષ્ઠાનથી ઘણા નિરપરાધ પ્રાણુઓની હત્યા થાય છે એટલું જ નહીં પણ એ કર્મના અનુષ્ઠાન કરનાર જીવ, કૃતકર્મના બળે સ્વર્ગાદિ લિગમય ભૂમિમાં જાય છે. એ પ્રમાણે વૈદિક ક્રિયાકલાપ પ્રત્યક્ષ કે પરોક્ષભાવે જીવનાં દુ:ખમય ભવભ્રમણમાં એકનિમિત્તરૂપ બને છે. બૌદ્ધમત એટલા સારૂ વૈદિક કર્મકાંડને ત્યાગ કરવાનું કહે છે. બોદ્ધની આ મુખ્ય માન્યતા છે કે વૈદિક ક્રિયાકાંડ હિંસાના પાપથી ખરડાયેલાં છે તેમ તે નિર્વાણના માર્ગમાં સીધી કે આડકતરી રીતે અંતરાયભૂત છે; માટે વૈદિક વિધિવિધાન નકામાં છે. અહીં એટલું જણાઈ આવશે કે ચાર્વાક દર્શનની જેમ બૌદ્ધદર્શન વેદશાસનને વિરોધ કરે છે, પણ બૌદ્ધદર્શન, ચાર્વાકેના ભેગવિલાસ સામે મજબૂત હુમલો લઈ જાય છે. વૈદિક ક્રિયાકાંડને ત્યાગ કરવા જતાં, લાલસાના ઉંડા-અંધારા કુવામાં ગબડી ન જવાય એ વિષે બૌદ્ધ દર્શન બરાબર સાવચેત રહે છે. કઠિન સંયમ અને ત્યાગવડે કર્મની લેહશંખલા ભાંગવા તે ઉપદેશે છે. • - • - આ કર્મ બંધનને કારણે સંસારમાં જ સુખ-દુઃખ ભેગવે છે એ વાત બૌદ્ધ દર્શનની જેમ જૈન દર્શન પણ સ્વીકારે છે. બૌદ્ધમતની જેમ જૈન દર્શન વેદ-શાસન અમાન્ય કરે છે અને ચાકેના ઇન્દ્રિય ભેગવિલાસને તુચ્છકારી કહાડે છે. અહિંસા અને વેરાગ્ય જ આદરવા ચોગ્ય છે એમ જૈન અને બૌદ્ધ સાથે મળીને સમવરે ઉચ્ચારે છે. ખાસ કરીને નમતમાં અહિંસા અને વૈરાગ્ય ઉપર તે ખૂબ જ ભાર મુકવામાં આવ્યા છે. આમ બહારથી એક