________________
[ ૮ ]. અથહીન વૈદિક કિયાકલાપને વિરોધ કરવામાં ચાર્વાક ભલે વ્યાજબી હોય, પણ એ પછી કોઈ ગંભીર વિષય પર વિચાર કરવાનું એને ન સૂઝયું. મનુષ્યપ્રકૃતિમાં જે એક પાશવતાને અંશ રહેલે છે તેને જ વળગીને ચાર્વાક દર્શન પી રહ્યું. વૈદિક ક્રિયાકાંડ ગમે તેવાં હોય, પણ એનાથી લેકેની લાલસા કઈક કાબૂમાં રહી શકતી, સ્વચ્છેદ ઇન્દ્રિયવિલાસને માર્ગ હેજ કંટકમય બનતે. ચાર્વાક દર્શનને એ ન પાલવ્યું, તેથી તેણે વેદશાસન અમાન્ય કર્યું. હવે જે ખરેખર જ નિરર્થક–ભારભૂત કર્મકાંડ સામે સફળ બળ જગાવ હોય તે બળવાખાએ કઈક વધુ કરી બતાવવું જોઈએ. આંધળી શ્રદ્ધા અને આંધળા ક્રિયાનુરાગથી મનુષ્યની બુદ્ધિ અને વિવેકશક્તિનું પણ હડહડતું અપમાન થાય છે, એ દષ્ટિએ કર્મકાંડને વિરોધ કરવામાં આવે એ બરાબર છે; પરંતુ નરી ઇન્દ્રિય સુખવૃત્તિ એટલે દૂર દષ્ટિ નાખી શકતી નથી. જેના દર્શનને એ વાત સૂઝી, તેથી જ બૌદ્ધોની જેમ અધ્યાત્મવાદી–જેનદર્શને ચાર્વાક મતને પરિહાર કર્યો.
ચાર્વાકની પછી સુપ્રસિદ્ધ બોદ્ધ દશનની સાથે જૈન દર્શનની સરખામણી કરીએ. બૌદ્ધએ પણ બીજા નાસ્તિક મતની જેમ વેદિક ક્રિયાકલાપને વિરોધ કર્યો છે, પરંતુ એમણે વધુ સારી યુક્તિથી કામ લીધું. વૈદિક કર્મકાંડ વિષેને તેમને દેષારોપ યુક્તિવાદ ઉપર પ્રતિષ્ઠા પામ્યું. બૌદ્ધમત પ્રમાણે જીવન સુખ-દુખ કર્માધીન છે. જે કઈ કરીએ છીએ અને જે કઈ કર્યું છે તેને લીધે જ સુખ-દુઃખ પમાય છે. અસાર અને માયાવી ભેગવિલાસ પામર જીવેને મુંઝવી મારે છે અને સંસારી સુખની પાછળ દેડનાર છવ જન્મજન્માંતરની ઘટમાળમાં સપડાય છે. આ અવિરામ દુઃખ-કલેશ