________________
[ ૧૦ ] સરખા દેખાતા જૈન દર્શન અને બૌદ્ધ દર્શન વચ્ચે ઘણે પ્રભેદ છે. બૌદ્ધ દર્શનના પાયામાં જે નબળાઈ છે તે જૈન દર્શનમાં નથી.
પરીક્ષા કરવાથી સ્પષ્ટ દેખાઈ આવશે કે બૌદ્ધમતની સુંદર અટ્ટાલિકાને નીતિન પાયે સાવ કાગે છે. વેદ-શાસનને અમાન્ય કરવાને ઉપદેશ તે બરાબર છે, અહિંસા અને ત્યાગને આગ્રહ પણ સમજી શકાય છે, કર્મબંધન છેદવાની વાત પણ અર્થવાળી છે, પરંતુ આપણે બૌદ્ધ દર્શનને જ્યારે એમ પૂછીએ કેઃ “આપણે કેણ? તમે જેને પરમપદ તરીકે ઓળખાવે છે અને જેને સાધ્ય માને છે તે શું છે?” ત્યારે તે જે જવાબ આપે છે એ સાંભળીને તે આપણે થીજીજ જઈએ છીએ. તે કહે છે કેઃ “આપણે એટલે શૂન્ય–અર્થાત્ કઈ નહીં.” ત્યારે શું આપણે સદાકાળ અંધકારમાં જ અથડાવાનું? અને આખરે પણ શું અસાર એવા મહાશૂન્યમાં જ સૌએ મળી જવાનું? એ ભયંકર મહાનિર્વાણ અથવા એ અનન્તકાળવ્યાપી મહા નિસ્તબ્ધતા માટે મનુષ્ય-પ્રાણીએ કઠેર સંચમાદિ શા સારૂ સ્વીકારવા? મહાશુન્યને અર્થે જીવનનાં સામાન્ય સુખ શા સારૂ જતાં કરવાં? આ જીવન ભલે નિસાર હાય, પણ તેની પછી જે મળવાનું છે તે એના કરતાં પણ વધુ નિસાર હોય તે તે મુદ્દલ ઈચ્છવાયેગ્ય નથી એમ જ કહેવું પડે. મતલબ કે બૌદ્ધ દર્શનને આ અનાત્મવાદ સામાન્ય મનુષ્યને સંતોષ આપી શકતું નથી, બૌદ્ધધર્મે એક વાર પોતાની સત્તા સંપૂર્ણપણે સ્થાપી હતી અને જનતા ઉપર તેને પ્રભાવ પડ્યો હતે તે આ અનાત્મવાદને આભારી હશે એમતે ભૂલેચૂકે પણ કેઈ નહીં માને. બૌદ્ધમાં એક “મધ્યમ માર્ગ” છે અને બુદ્ધદેવે બતાવેલા આ માર્ગમાં કઠેરતા રહિત તપશ્ચર્યાનું જે એક પ્રકારનું આકર્ષણ હતું તેને લીધે જેને પણ બૌદ્ધ દર્શન તરફ ખેંચાયા હતા. “હું છું” એ