Book Title: Bharatiya Darshanoma Jain Darshanu Sthan Author(s): Harisatya Bhattacharya Publisher: Popatlal Sakalchand Shah View full book textPage 4
________________ પ્રસ્તાવના કેટલાક વરસની વાત ઉપર “બંગ-બિહાર અહિંસા ધર્મ પરિપ”ના માસિક મુખપત્ર “જીનવાણું'ના કેટલાક જુના અંક જડી આવ્યા. શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય (એમ. એ. બી. એલ.) એના સહકારી સંપાદક હતા. શ્રીયુત ભટ્ટાચાર્યજી જૈન દર્શનના એક ઉંડા અભ્યાસી તરિકે સારી નામના મેળવી ચૂકયા છે. એમના કેટલાક મૂળ બંગાળી લે, તેમજ એમણે પિતે જ બંગાળીમાં અનુવાદિત કરેલા પિતાના અંગ્રેજી લેખે, આ માસિકમાં વાંચવાને મને લાભ મળ્યો. શ્રીયુત ભટ્ટાચાર્યજીનાં લખાણમાં જે તટસ્થતા, પરીક્ષાપ્રધાનતા અને સમતલતા દેખાય છે તેને લીધે એ બંગાળી લેખને અનુવાદ ગુજરાતીમાં કરવાની ફુરણું થઈ. આજે આ હાની પુસ્તિકામાં એમના એક લેખને અનુવાદ, જૈન સિદ્ધાંતના અનુરાગીઓ આગળ નમ્રભાવે રજુ કરું છું. સંભવિત છે કે જેને વાંચકોને એમાં કોઈ નવી વસ્તુ સાંભળવાની ન મળે. એમને સારૂ નિરૂપણની શૈલી અને ચિંતન પદ્ધતિ એ બે વસ્તુ જ બસ થશે. જેને સિદ્ધાંતના પ્રચારમાં જેઓ રસ લઈ રહ્યા છે, જેના દર્શનને વિશ્વમાં વિજયવંતુ વર્તાવવાનાં જેમને અભિલાષ છે તેઓ એક બંગાળી વિદ્વાનની લેખિનીથી લખાએલા આ લેખો પ્રેમથી વાંચશે અને એને પ્રચાર કરશે એવી આશા છે. આ લેખમાળા સમાજને સત્કાર પામશે તે આવાં બીજાં પણ કેટલાક લેખ ગુજરાતી વાચકવર્ગ આગળ રજુ કરવાનું ઉત્તેજન મળશે. સુશીલ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28