Book Title: Bharatiya Darshanoma Jain Darshanu Sthan Author(s): Harisatya Bhattacharya Publisher: Popatlal Sakalchand Shah View full book textPage 7
________________ એ આધ્યાત્મિકતા જોઈએ તેટલી પરિસ્ફટ નથી હતી છતાં સમાજની પ્રત્યેક અવસ્થામાં કઈક ને કઈક વિચારવિકાસ, પ્રચલિત નીતિ-પદ્ધતિમાં પલટે આણવાની મને ભાવના અને એ રીતે આદર્શને ક્રમે ક્રમે ઉચ્ચ સ્થાને સ્થાપવાની આકાંક્ષા અહાનિશ જાગૃત રહે છે જ. એટલા માટે કોઈ પણ દર્શનની જન્મતિથિ. નકકી કરવી અશકય બને છે. જેઓ જૂદા જૂદા દર્શનના અધિકાતા તરિકે ઓળખાય છે તેમની પહેલાં એમણે પ્રવર્તાવેલા દર્શનનાં સૂક્ષમ બીજ હોય છે. બૌદ્ધમતને પ્રચાર બુદ્ધદેવે કર્યો અને જૈન મતને પ્રથમ પ્રચાર શ્રી વર્ધમાન–મહાવીરે કર્યો એ એક ટી. ધારણું છે. એટલું નિશ્ચિત છે કે એ બે મહાપુરૂષો પહેલાં લાંબા સમય પૂર્વે બૌદ્ધ અને જૈનશાસનના મૂલ તત્વે સૂત્રરૂપે પ્રચલિત હતા. એ તને ખૂબ સ્પષ્ટરૂપે પ્રચાર કરે, એમાંનાં માધુર્ય તથા ગાંભીર્ય જનસમૂહને સમજાવવાં અને વૃદ્ધથી માં બાળક સુધીના તમામ સ્ત્રી-પુરૂષ. એને સમાદર કરે એવી પરિસ્થિતિ ઉપજાવવી એને એ મહાપુરૂષોએ પિતાના જીવનનું ગૌરવમય વ્રત માન્યું હતું. મૂળ તત્વના હીસાબે, બુદ્ધ અને મહાવીરના જન્મ પહેલાં ઘણા સમયથી બૌદ્ધ અને જૈનમત હતાં બન્ને મત પ્રાચીન છે, ઉપનિષદુના જેટલા જ પ્રાચીન છે એમ કહી શકાય. ' બોદ્ધ અને જૈનમતને ઉપનિષદ્દના સમકાલીન માનવાનું કઈ ખાસ પ્રમાણ નથી અને તેથી તે બન્ને મતને ઉપનિષ૬ જેટલા પ્રાચીન માની શકાય નહીં, એ જે કઈ વાંધો ઉઠાવે તે તે ઠીક નથી. ઉપનિષદે ખુલ્લી રીતે વેદને વિરોધ ન્હાતા કરતા તેથી તેના શિષ્યની સંખ્યા બીજા કરતાં ઘણી વધારે હતી. અવૈદિક મતવાળા પ્રથમ અવસ્થામાં કઈક ને કઈક શંકાગ્રસ્ત હતા અને તેથી તેમને ખુલ્લી રીતે બહાર પડતાં ઘણે સમય વીતાવ પડ્યો હશે. તેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28