Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પિંગળશી ઈ. સ. ૧૮૫૬ - ૧૯૩૯
પિંગળશીભાઈ નરેલાનો જન્મ ઈ.સ. ૧૮૫૬માં ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કવિ પાતાભાઈ અને માતાનું નામ આઈબા. તેઓ ભાવનગર રાજ્યના રાજકવિ હતા. * શ્રી કૃષ્ણ બાળલીલા', ' સુબોધમાળા’ અને ‘ઈશ્વર આખ્યાન' તેમના જાણીતાં પુસ્તકો છે. ૮૩ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯૩૯માં તેઓએ વિદાય લીધી.
રાગદ્વેષ કે નહિ આસક્તિ, નમ્ર બનીને રે'તો રે; અપરાધીને ક્ષમા આપતો, વેર વિસારી દેતો રે. એવો મનસા વાચા કે કર્મણાથી , કરે ન હિંસા કેની રે; પૂછી પૂછી પગલાં ભરતો, સ્થિર વૃત્તિઓ જેની રે. એવો પરમારથમાં અનહદ પ્રીતિ, દુષ્કર્મથી ડરતો રે; અપ્રમાણિક અર્થ વાપરી, દાનનો ડોળ ન કરતો રે. એવો સંક્ટ વેઠી સેવા કાજે, જલદી પહોંચી જાતો રે; ભાવે થકી ભૂખ્યાને ભોજન, ખવરાવીને ખાતો રે. એવો સહનશક્તિને ચિત્ત પ્રસન્નતા, દૂર રહે દુર્ગુણથી રે; જ્ઞાની-ધ્યાની-૮ઢ વિશ્વાસી, મુક્ત પાંચેય બદણથી રે. એવો નાની મોટી સંઘરાખોરી, કદી ન ઘરમાં કરતો રે; ઈષ્ય-તૃણોથી રહી અળગો, હળવોક્ત થઈ તો રે, એવો ક્રોધ, લોભ કે ભય-ટીખળમાં, વદે ન જુઠ્ઠી વાણી રે; * પિંગળ' એનાં ચરણ પખાળી , પીવું છે મારે પાણી રે. એવો
૫૧૧ (રાગ : ગઝલ) ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું ? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું ? ધ્રુવ દુ:ખી વખતે નહિ દીધું, પછી ખોટી દયાથી શું ? સુકાયા મોલ સૃષ્ટિના , પછી વૃષ્ટિ થયાથી શું ? ગજબ૦ વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિધા જાણ્યાથી શું ? જગતમાં કોઈ નવ જાણે , જનેતાના જણ્યાથી શું ? ગજબ૦ સમય પર લાભ આપ્યો નહિ, પછી તે ચાકરીથી શું ? મળ્યું નહીં દૂધ મહિષીનું, પછી બાંધી બાકરીથી શું ? ગજબo ન ખાધું કે ન ખવરાવ્યું, દુખી થઈને રળ્યાથી શું ? કવિ પિંગળ કહે, પૈસા મુઆ વખતે મળ્યાથી શું ? ગજબo
પ૧૧ ૫૧૨
પ૧૩ પ૧૪
સારંગ એવો હોય તો કોઈ બતાવો ગઝલ. ગજબ હાથે ગુજારીને પછી કાશી શિવરંજની ચોરાઈ ગયું મન ઈશ્કમાં પછી માંડ
ભજેથી શું થાય, જ્યાં લગી સોરઠ ચલતી મનની તૃષ્ણા કદી ન તૂટે હોજી પ્રભાતી વાતની વાતમાં આયુષ વઈ જાય પરજ વારજે મન વારજે તારા
પ૧૫ પ૧૬
પ૧૦ (રાગ : સારંગ) એવો હોય તો કોઈ બતાવો જનની કેરો જાયો રે; દીન-દુ:ખી દુનિયામાં દેખી, ઊઠી વ્હારે ધાયો રે. ધ્રુવ
| ચલતી ચક્કી કો દેખકે દિયા કબીરા રોય
| દો પડ ભીતર આયકે, સાબિત રહા ન કોય || ભજ રે મના
ઉ૧૨
આરે પારે જો રહા, ઝીના પીસે સોય ખૂટ પકડકે જો રહે, પીસ સકે ના કોય
હ૧)
પિગળશી