Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 343
________________ પ્રભુ, સત્ય-વ્યાય-દયા-વિનય જળ હૃદયમાં વરસાવજો, બદનામ કામ હરામ થાય ન એહ ટેક રખાવજો; હે દેવના પણ દેવ, અમ ઉર પ્રેમ પૂર વહાવજે , પાપાચરણની પાપવૃત્તિ હે દયાળ ! હઠાવજો. સુખસંપ સજ્જનતા-વિનય-ચશ-રસ અધિક વિસ્તારજો, સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિષે ઉભરાવજો; શુભ સંતશિષ્ય' સધાય શ્રેયો એ વિવેક વધારજો, આનંદ-મંગળ અર્પવાની અરજને અવધારજો. ૧૧૦૦ (રાગ : યમન) હજી છે હાથમાં બાજી, કરીલે રામને રાજી ; કરૂં શું વાતને ઝાઝી, હજી સમજાય તો સારું. ધ્રુવ ના કીધાનું ઘણું કીધું, ન લીધાનું ઘણું લીધું, ન સમજાયું કદી સીધું, હજી સમજાય તો સારું. હજી ઘણાં કુકર્મને કીધાં, દગા વિશ્વાસુને દીધા; પીણાં ઝેરી બહુ પીઘાં, હજી સમજાય તો સારું. હજી જમાવ્યું તેહ જાવાનું, ખરીધું કર્મ ખાવાનું, થયું તે ના ન થવાનું , હજી સમજાય તો સારું. હજી ભૂલ્યાં ત્યાંથી ફ્રી ગણવું, ભણ્યા નહિં તે હવે ભણવું; મનાયે જો હજી મારૂં, હજી સમજાય તો સારું. હજી થશે નક્કી બધું ન્યારૂં, ખલક ત્યારે થશે ખારૂં; પછી તો ક્યાં હતું તારૂં ? હજી સમજાય તો સારું. હજી કરીલે ધૈર્યથી ધાર્યું, મળ્યું આ મોક્ષનું બારું; કહ્યું આ સંતને શિષ્ય, હજી સમજાય તો સારું. હજી સંત બુલ્લેશાહ સંત બુલ્લેશાહનો જન્મ સંવત ૧૭૩૭ માં લાહોર જિલ્લાના પંડોલ ગામમાં થયો હતો. તેઓ આજીવન બ્રહ્મચારી હતા. તેમનો દેહાન્ત સંવત ૧૮૧૦ માં કસૂર ગામમાં થયો હતો. (રાગ : ભૈરવી) અબ તો જાગ મુસા પ્યારે ! રૈન ઘટી લટકે સબ તારે. ધ્રુવ આવાગૌન સરાઈ ડેરે, સાથ તયાર મુસાફ તેરે; અજે ન સુણદા કૂચ-નગારે. અબ૦ કર લૈ આજ કરણે દી બેલા, બહુરિ ન હોસી આવણ તેરા; સાથ તેરા ચલ ચલ પુકારે, અબ૦ આયો અપને લાહે દડી, કયા સરધન કયા નિર્ધન બૌરી; લહા નામ તૂ લેહુ ભોંરે. અબo. * બુલ્લે’ સહુદી પૈરી પરિયે, ગદ્દત છોડ હિલા કુછ કરિયે; મિરગ જતન બિન ખેત ઉજારે. અબo ૧૧૦૧ (રાગ : ભૈરવી) હે નાથ ! ગ્રહીં અમ હાથ રહીને સાથે માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ અસત્ આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો , અન્યાય પાપ અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. બગડે ન બુદ્ધિ કુટિલ કાર્યો બોધ એહ બતાવજો, વિભુ ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજી; સહુ દૂષિત વ્યવહારો થકી દીનબંધુ દૂર રખાવજો , છે યાચના અમ કર થકી સંસ્કાર્ય નિત્ય કરાવજો. જો આશાકે દાસ તે, પુરૂષ જગત કે દાસા આશા દાસી જાસ કી, જગત દાસ હૈ તાસ. | ભજ રે મના બેશક મંદિર મસ્જિદ તોડો, બુલેશાહ એ કહતા; પર પ્યાર ભરા દિલ કભી ન તોડો, જિસ દિલમેં દિલબર રહેતા. ૬૬૭) સંતશિષ્ય

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381