Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 342
________________ ૧૦૯૭ (રાગ : ચલતી) સદગુરુ વર સમજાવે કોઈ, સદ્ગુરુ વર સમજાવે રે હો જી; પ્રેમ પિયાલા પાવે ઘટમાં, અગમ નિગમ દરશાવે. ધ્રુવ આનંદ નિધિનું દ્વાર ઉઘાડી, અપૂર્વ સ્થાન બતાવે રે હો જી; સાચી મનની કરે સમાધિ, અંતર અલખ લગાવે કોઈ, સંગુરુo વગર તેલને વગર દીપની, જલહલ જ્યોત જગાવે રે હો જી; વિના નગારે અંતર ઘટમાં, અનહદ નાદ સુણાવે કોઈ. સંગુરુo જગત જાળમાં જય કરવાની, કૂંચી કસબ જણાવે રે હો જી; ભૂલે નહિ કદી ભવ અટવીમાં, ભણતર એહ ભણાવે કોઈ. સદ્દગુરુ પરમ દશાનો પંથ પમાડી, દિલના દર્દ મિટાવે રે હો જી; ધર્મ સ્વરૂપે કરી ધારણા, ધ્યાને ધ્યેય ધરાવે કોઈ સદ્ગુર૦ એ રસ બસમાં રમે રાત દિન, અવર ન ભોજન ભાવે રે હો જી; વિશ્વ સુખને કરે વેગળું, એ વિષ વેલ ન વાવે કોઈ. સગુરુo ગુરુવર શિષ્ય તણી ગમ પાડી, નાડી ભેદ નિરખાવે રે હો જી; પાત્ર કુપાત્રની કરી પરીક્ષા, પરમ અમી પિવરાવે કોઈ. સંગુરુ) સદ્ગુરુ વિણ કદી સાન ન આવે, અંધ જેમ અથડાયે રે હો જી; ‘સંતશિષ્ય સદ્ગુરુ કૃપાથી , ભવના દુ:ખ ભૂલાવે કોઈ. સદ્ગુરુ આંખોના પડદા ઉતારવા, તમે પામવા દૈવી પ્રકાશ-ચરણેવાસના વ્યાધિ વિરામવા, તમેo મૂકી અવરની આશ-ચરણે- સદ્ગુરુના માણ્યા નથી તે માણવા, તમેo ઉડાડવાને આનંદ-ચરણેજાણ્યું નથી તે જાણવા, તમે છોડી દેવાને સ્વચ્છેદ-ચરણે- સંગુરુના અમીના ઝરણા ઝીલવા, તમેo લેવાને આતમ જ્ઞાન-ચરણેબગાડ ચિત્તનો બાળવા, તમે ઓગાળવા અભિમાન-ચરણે- સદ્ગુના કુમતિની જાળને કાપવી, તમે રમવા સુમતિને સાથ-ચરણેસંતશિષ્ય પ્રેમ પ્રગટાવવા , તમે ભજવા નિરંજનનાથ-ચરણે- સદ્ગુરુનાજી ૧૦૯૯ (રાગ : માલકૌંશ) સાર સંસારમાં ન જોયો; રે ! બહુ રીતે તપાસતાં, સાર સંસારમાં ન જોયો (૨). સમજ્યો તો જ્યાં સારૂં, પ્રીતિને કરનારું, અનુભવિયું અંધારૂં, મુંઝાયું મન મારું; નવનીત માટે વારિધિ વલોવ્યો. રેo ચોટ્યું મન ચામમાં, દોડ્યું દિલ દામમાં, કુડ કપટ કામમાં, રાચ્યું નવ રામમાં; ખોટામાં વખત બધો ખોયો. રેo અજ્ઞાને અંગમાં, રાચ્યો હું રંગમાં, અસ્થિર ઊમંગમાં, સમજ્યો ન સંગમાં; માયામાં રાતદિન મોહ્યો. રેo જાગ્યો હું જ્યારથી, માયાના મારથી, પાપ તણા ભારથી, વિબુદ્ધ વિચારથી; હૃદયમાં જાગીને રોયો. રેo ‘ સંતશિષ્ય’ સંતથી, તૂટ્યું મન તંતથી, ખરેખરી ખંતથી, ભક્તિ ભગવંતથી; ધર્મેથી મેલ કાંઈક ધોયો. રેo ૧૦૯૮ (રાગ : ગરબી) સદ્ગુરુના સત્ સંગમાં, તમે આવોને, અંગમાં રેલવો રંગ, ચરણે-આવોને. ધ્રુવ પામ્યા નથી તેને પામવા, તમે શીખવા પ્રેમના પાઠ-ચરણેત્રિવિધ તાપને ટાળવી, તમે ગાળવા મદની ગાંઠ-ચરણે- સદ્ગુરુના હૃદય જખમ રૂઝાવવા, તમે બુઝાવા દિલના બાફ-ચરણેજીવને પ્રભુમાં રેડવી, તમે મને ના મળ કરવો સાફચરણે- સદ્ગુરુના જ્ય ઔષધ અંજન કિયે, તિમિરરોગ મિટ જાય. ત્ય સતગુરૂ ઉપદશર્તે, સંશય વેગ વિલાય / ભજ રે મના 698 ખુદા ખેલ કરતા કીસીસે ન ડરતા, કિસી મોત મરતા, કિસીકું જીલાતા, કિસી કે હૈ ઘોડા, કિસી પાવ ખોડા, કિસી કો ન જોડા, હયદા ચલાતા; કિસી રાજ પાતા, કિસી માંગ ખાતા, કિસીકો હસાતા, કિસીકું રોલાતા, મુરાદ કહે જો સહી કરકે દેખા, ખુદાને કિયા સો અકલમેં ન આતા. જહાં આપા તહં આપતા, જહં સંશય તહં સોગા સગુરુ બિન ભાગે નહીં, દોઉ જાલિમ રોગ સંતશિષ્ય

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381