________________
૧૦૯૭ (રાગ : ચલતી) સદગુરુ વર સમજાવે કોઈ, સદ્ગુરુ વર સમજાવે રે હો જી; પ્રેમ પિયાલા પાવે ઘટમાં, અગમ નિગમ દરશાવે. ધ્રુવ આનંદ નિધિનું દ્વાર ઉઘાડી, અપૂર્વ સ્થાન બતાવે રે હો જી; સાચી મનની કરે સમાધિ, અંતર અલખ લગાવે કોઈ, સંગુરુo વગર તેલને વગર દીપની, જલહલ જ્યોત જગાવે રે હો જી; વિના નગારે અંતર ઘટમાં, અનહદ નાદ સુણાવે કોઈ. સંગુરુo જગત જાળમાં જય કરવાની, કૂંચી કસબ જણાવે રે હો જી; ભૂલે નહિ કદી ભવ અટવીમાં, ભણતર એહ ભણાવે કોઈ. સદ્દગુરુ પરમ દશાનો પંથ પમાડી, દિલના દર્દ મિટાવે રે હો જી; ધર્મ સ્વરૂપે કરી ધારણા, ધ્યાને ધ્યેય ધરાવે કોઈ સદ્ગુર૦
એ રસ બસમાં રમે રાત દિન, અવર ન ભોજન ભાવે રે હો જી; વિશ્વ સુખને કરે વેગળું, એ વિષ વેલ ન વાવે કોઈ. સગુરુo ગુરુવર શિષ્ય તણી ગમ પાડી, નાડી ભેદ નિરખાવે રે હો જી; પાત્ર કુપાત્રની કરી પરીક્ષા, પરમ અમી પિવરાવે કોઈ. સંગુરુ) સદ્ગુરુ વિણ કદી સાન ન આવે, અંધ જેમ અથડાયે રે હો જી; ‘સંતશિષ્ય સદ્ગુરુ કૃપાથી , ભવના દુ:ખ ભૂલાવે કોઈ. સદ્ગુરુ
આંખોના પડદા ઉતારવા, તમે પામવા દૈવી પ્રકાશ-ચરણેવાસના વ્યાધિ વિરામવા, તમેo મૂકી અવરની આશ-ચરણે- સદ્ગુરુના માણ્યા નથી તે માણવા, તમેo ઉડાડવાને આનંદ-ચરણેજાણ્યું નથી તે જાણવા, તમે છોડી દેવાને સ્વચ્છેદ-ચરણે- સંગુરુના અમીના ઝરણા ઝીલવા, તમેo લેવાને આતમ જ્ઞાન-ચરણેબગાડ ચિત્તનો બાળવા, તમે ઓગાળવા અભિમાન-ચરણે- સદ્ગુના કુમતિની જાળને કાપવી, તમે રમવા સુમતિને સાથ-ચરણેસંતશિષ્ય પ્રેમ પ્રગટાવવા , તમે ભજવા નિરંજનનાથ-ચરણે- સદ્ગુરુનાજી
૧૦૯૯ (રાગ : માલકૌંશ) સાર સંસારમાં ન જોયો; રે ! બહુ રીતે તપાસતાં, સાર સંસારમાં ન જોયો (૨). સમજ્યો તો જ્યાં સારૂં, પ્રીતિને કરનારું, અનુભવિયું અંધારૂં, મુંઝાયું મન મારું;
નવનીત માટે વારિધિ વલોવ્યો. રેo ચોટ્યું મન ચામમાં, દોડ્યું દિલ દામમાં, કુડ કપટ કામમાં, રાચ્યું નવ રામમાં;
ખોટામાં વખત બધો ખોયો. રેo અજ્ઞાને અંગમાં, રાચ્યો હું રંગમાં, અસ્થિર ઊમંગમાં, સમજ્યો ન સંગમાં;
માયામાં રાતદિન મોહ્યો. રેo જાગ્યો હું જ્યારથી, માયાના મારથી, પાપ તણા ભારથી, વિબુદ્ધ વિચારથી;
હૃદયમાં જાગીને રોયો. રેo ‘ સંતશિષ્ય’ સંતથી, તૂટ્યું મન તંતથી, ખરેખરી ખંતથી, ભક્તિ ભગવંતથી;
ધર્મેથી મેલ કાંઈક ધોયો. રેo
૧૦૯૮ (રાગ : ગરબી) સદ્ગુરુના સત્ સંગમાં, તમે આવોને, અંગમાં રેલવો રંગ, ચરણે-આવોને. ધ્રુવ પામ્યા નથી તેને પામવા, તમે શીખવા પ્રેમના પાઠ-ચરણેત્રિવિધ તાપને ટાળવી, તમે ગાળવા મદની ગાંઠ-ચરણે- સદ્ગુરુના હૃદય જખમ રૂઝાવવા, તમે બુઝાવા દિલના બાફ-ચરણેજીવને પ્રભુમાં રેડવી, તમે મને ના મળ કરવો સાફચરણે- સદ્ગુરુના
જ્ય ઔષધ અંજન કિયે, તિમિરરોગ મિટ જાય.
ત્ય સતગુરૂ ઉપદશર્તે, સંશય વેગ વિલાય / ભજ રે મના
698
ખુદા ખેલ કરતા કીસીસે ન ડરતા, કિસી મોત મરતા, કિસીકું જીલાતા, કિસી કે હૈ ઘોડા, કિસી પાવ ખોડા, કિસી કો ન જોડા, હયદા ચલાતા; કિસી રાજ પાતા, કિસી માંગ ખાતા, કિસીકો હસાતા, કિસીકું રોલાતા, મુરાદ કહે જો સહી કરકે દેખા, ખુદાને કિયા સો અકલમેં ન આતા.
જહાં આપા તહં આપતા, જહં સંશય તહં સોગા સગુરુ બિન ભાગે નહીં, દોઉ જાલિમ રોગ
સંતશિષ્ય