________________
લેવાનું મેં શું શું લીધું ? તજવાનું શું શું તજી દીધું ?
કઈ બાજુની મારી ભૂલ હજી રહી રે ? રાત્રેo કરુ કરુ કરતાં નથી કંઈ કરતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો;
વાતો કરતાં વેળા શુભ જાયે વહી રે. રાત્રે જન્મ ધર્યો છે જેના માટે, મન હજુ ન કર્યું તેના માટે;
| ‘સંતશિષ્ય’ શો જવાબ આપીશ ત્યાં જઈ રે. રાત્રે
૧૦૯૩ (રાગ : કટારી) માયામાં મુંઝાયો રે... ઠામે નવ બેઠો ઠરી; અંતરને ઉઘાડીરે... ખોજ કરી જોજે ખરી. ધ્રુવ જન્મ ધર્યો જે કારણે, વેઠી દુ:ખ અપાર, વિસરી ગયો તે વાતને, ગંડુ થયો ગમાર;
દામાં ફ્રાણો રે... ફોગટનો રહ્યો હું ફરી. માયામાંo લાભ કમાવા આવિયો, ખોટે થયો ખુવાર, દેવામાં ડુલી ગયો, લાલચથી લાચાર; ધુમાડે ધુંધવાયો રે... મતિ તારી ગઈ છે મરી. માયામાંo ઘરના ને પરના ગણી, ઘરનો વાળ્યો ઘાણ , નિજ પરના એ ભેદથી, કેવળ રહ્યો અજાણ; દુશ્મનને દિલ આપ્યું રે... અંતરના ન ઓળખ્યા અરિ. માયામાંo કરવાનું કીધું નહિં, કીધું અવર અનેક, જોવાનું જોયું નહિં, વીસર્યો આત્મવિવેક; ઘોળીને ઝેર પીધું રે... ભ્રષ્ટતા આ ક્યાંથી ભરી ? માયામાં નિદ્રા તજ તું નયનથી, કર સદગુરુનો સંગ, ‘સંતશિષ્ય” સુણ સ્વરૂપને, હૃદય ભરીને રંગ; સમજાવી સગુરૂજી રે...હેતે પાપ લેશે હરી. માયામાંo
૧૦૯૪ (રાગ : બહાર) રાત્રે રોજ વિચારો, આજ કમાયા શું અહીં રે;
શાંત પળે અવલોકો, નિજ ઘરમાં ઊંડે જઈ રે. ધ્રુવ કરવાનાં શાં કાર્યો કીધાં ? નહિ કરવાનાં કયા તજી દીધાં ?
લાભ ખોટમાં વધેલ બાજુ છે કઈ રે, રાત્રે જે જે આજે નિશ્ચય કરિયા, અમલ વિષે કેવા તે ધરિયા ?
સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે. રાત્રેo. જૈસે જ્વરકે જોરસ, ભોજનકી રૂચિ જાઈ
| તૈસે કુંકરમકે ઉદય, ધર્મવચન ન સુહાઈ || ભજ રે મના
ઉદ)
૧૦૯૫ (રાગ : માંડ) શાંતિ માટે સગુરુનું શરણું લીધું રે (૨) તન મન ધન એમને બધું અર્પી દીધું રે. ધ્રુવ કુંચી રૂપે તત્ત્વ મને કાનમાં કીધું રે (૨); પીયૂષ ગણી તુરત તેને, પ્રેમથી પીધું રે. શાંતિo ગોતતો ચારે કોર હું તેને ઘટમાં ચીંધું રે; દયા કરીને દિલડામાં, દરશાવી દીધું રે. શાંતિ વૈરાગ્યેથી ગુરુએ મારું, મનડું વીંધ્યું રે (૨); ‘સંતશિષ્ય ’ કહે સદ્ગુરુએ , કામણ કીધું રે. શાંતિo
( ૧૦૯૬ (રાગ : માલકૌંશ) સદ્ગુણના સિંધુ શોધ સંતને, શરણે રાખી શોક હરે. ધ્રુવ આશાને તૃષ્ણા અલગ કરે એવા, મનને જીતેલા મહંતને. સગુણo મોહદશાથી જે મુક્ત થયેલા રે, માયા તજેલા મતિવંતને . સગુણ આધિ વ્યાધિને ઉપાધિ તજાવે રે, તોડી નાખે અવતંતને. સગુણo પરમ જ્ઞાનનો પાય છે પિયાલો રે, ઓળખાવી દે અરિહંતને, સગુણ અંતરઘટ માંહે કરી અજવાળું રે, આણે અવિધાના અંતને. સદ્ગુણ૦ ‘સંતશિષ્ય’ કહે સંતની સંગતિ રે, ભેળો કરી દે ભગવંતને. સગુણ
જૈસે પવન ઝકોર, જલમેં ઉઠે તરંગ | ત્યાઁ મનસા ચંચલ ભઈ, પરિગહકે પરસંગ
દ
સંતશિષ્ય