________________
૧૦૮૯ (રાગ : જોગિયા) મહાવીર ! અમને પાર ઉતારો, અમને સેવક તરીકે સ્વીકારો. ધ્રુવ ભ્રમિતપણે ભટક્યો ભવ ભવમાં, આવ્યો ના દુ:ખનો આરો; મોહની કર્મ મુંઝાવી મુંઝાવી, વ્યાધિનો કરે છે વધારો. મહાવીર સત્યાસત્ય નથી સમજાતું, માયા કરે છે મુંઝારો; ભક્ત વત્સલ તમે ભવદુઃખ ભંજન, આશ્રિત જાણી ઉગારો. મહાવીર દુરિત અનેકથી દૂગ્ધ થયેલા, સાહેબ અમને સુધારો; દોષ તરફ દૃષ્ટિ નવે કરશો , એ અરજી અવધારો, મહાવીર અધમ ઉદ્ધારક તારક જિનવર, વિપત્તિ અમારી વિદારો; શુદ્ધ સ્વરૂપી સહજાનંદી, નાથ ન કરશો ન્યારો. મહાવીર જેવા તેવા તોય તમારા, વિભુ અમને ના વિચારો; ‘સંતશિષ્ય ’ના મન મંદિરમાં , પાવન કરવા પધારો, મહાવીર
૧૦૧ (રાગ : ગઝલ) મળ્યાં છે સાધનો મોંઘા, મહા પુન્યોતણા યોગે; છતાં સત્કાર્ય નથી કરતા, કહો ક્યારે પછી કરશો ? ધ્રુવ મળે નહીં આપતાં નાણું, તયનું આ ખરું ટાણું; છતાં હજીયે નથી કરતા, કહો ક્યારે પછી તરશો ? મળ્યાંo ધરો છો ધ્યાન માયાનું, કરો છો કામ કાયાનું; પ્રભુનું ધ્યાન ના ધરતા, કહો ક્યારે પછી ધરશો ? મળ્યાંo મહા તૃષ્ણા તણા પૂરમાં , ઘણા ભવથી તણાયા છો; હજી પાછા નથી ક્રતા, કહો ક્યારે પછી શો ? મળ્યાંo બગાડીને બધી બાજી, રહો છો શા થકી રાજી; કરી દોષો નથી ડરતા, કહો ક્યારે પછી ડરશો ? મળ્યાં કમાવાના નગદ દામો, ખરાં કરવા તણા કામો; ‘સંતના શિષ્ય’ હજી કરતા, નથી, તો ક્યા સમે કરશો ? મળ્યાં
૧૦૯૦ (રાગ : દેશી ઢાળ) મહાવીર તણા ભક્ત એને માનવા રે, પહેરે સત્ય શીલના જે શણગાર, ધ્રુવ સત્યાસત્ય સ્વાદવાદથી સમજેલ છે રે, દિવ્ય દૃષ્ટિ વડે એહ દેખનાર. મહાવીર નિર્દભી મૃદુ હૃદય પ્રેમથી ભર્યા રે, વિશ્વ વાત્સલ્યમય એહનો વ્યવહાર, મહાવીર રોમે રોમ વીર વચનથી વ્યાપી રહ્યાં રે, દિવ્ય ગુણમણિઓના ભંડાર, મહાવીર જેણે તન મન ધન અય પ્રભુ ચરણમાં રે, શ્વાસોચ્છવાસ એનું રટણ રટનાર. મહાવીર ગ્રંથી-ભેદ કરી ભેદ જ્ઞાન પામીઆ રે, સ્વ પર શાસ્ત્ર તણો શોધ્યો જેણે સાર, મહાવીર ‘સંત શિષ્ય’ જેને પરવાનો પ્રભુનો મળ્યો રે, ભવ સાગરમાં તે નહિ ભમનાર. મહાવીર
૧૦૯૨ (રાગ : ગરબી) મારા જીવન તણી શુદ્ધ શેરીએ પ્રભુ આવોને, હું તો જોઉં વાલમની વાટ, મારા ઘરે આવોને, આ ચંદનના ચિત્ત ચોકમાં, પ્રભુ. મારા આતમ સરોવર ઘાટ. મારા ઘરેo મેં જ્યોત જગાવી છે પ્રેમની, પ્રભુ. વીર વેય આનંદના ક્લ. મારા ઘરે મને વ્યાપી વિરહ તણી વેદના, પ્રભુ. મારાથી ખમી ન ખમાય. મારા ઘરે જેમ જળ વિણ તરક્કે માછલી, પ્રભુ. હરિ એવા છે મારા હવાલ, મારા ઘરેo મારી રડી રડી આંખ થઈ રાતડી, પ્રભુ. રોમે રોમે વ્યાપ્યો ઉન્માદ. મારા ઘરેo હે પ્રેમનિધિ ! પ્રેમ પ્રગટાવવા, પ્રભુ. મને પાવન કરો ધરી પાદ, મારા ઘરે તમે મારા નયનના તારલા, પ્રભુ. મારા હૈયાના અમુલખ હાર, મારા ઘરેo આ ત્રિવિધ તાપને ટાળવા, પ્રભુ. ‘સંતશિષ્ય ” તણા શણગાર. મારા ઘરેo
માયા છાયા એક હૈ, ઘટે બઢે છિનમાહિં ઇનકી સંગતિ જે લગૈ, તિનહી કહીં સુખ નહિ G
સંતશિષ્ય
| ભાનુ ઉદય દિનકે સમય, ચંદ્ર ઉદય નિશિ હોત |
દોઉં જાકે નામ મેં, સો ગુરૂ સદા ઉદોત ભજ રે મના
GGO