________________
અથડાવવું છે ક્યાં લગી ? બાંધી નયનનાં બંધનો, આરો ન આવે તો પછી, એવી રમત રમવી નથી; તું આવ આવ’ અવાજ કરે તો, એ તરફ આવી શકું, વિણલક્ષ અથડાવા તણી, મારે રમત રમવી નથી. દૂર તું આવીને ઉત્સાહ દે, કાં ફેંક કિરણ પ્રકાશનાં, આ લક્ષ વિણ રખડી મર્યાની, રમતને રમવી નથી; હે તાત, તાપ અમાપ આ , તપવી રહ્યા છે ત્રિવિધના, એ તાપ માંહે તપી મની, આ રમત રમવી નથી. દૂર નથી સહન કરી શક્તો પ્રભુ, તારા વિરહની વેદના , હે દેવ, તુજ દર્શન વિના, મારે રમત રમવી નથી; નથી સમજ પડતી શ્રી હરિ, કઈ જાતની આ રમત છે, ગભરાય છે ગાત્રો બધાં, મારે રમત રમવી નથી. દૂર૦ હોયે રમત ઘડી બે ઘડી, બહુ તો દિવસ બે ચારની, આતો અનંતા યુગ ગયા, એવી રમત રમવી નથી; ત્રિભુવનપતિ તુજ નામનો, થાક્યો કરી કરી સાદને, સુણતા નથી કેમ ‘સંતશિષ્ય ’ને, આ રમત રમવી નથી. દૂર૦
૧૦૮૬ (રાગ : ગઝલ) નયનને નિર્મળા કરીને, પ્રથમ મન મેલને ધોશો; પછીથી સર્વ કાર્યોમાં, અમીની આંખથી જોશો. ધ્રુવી ભરેલાં કંઈક કાળોનાં, રહ્યાં છે હૃદયમાં રોષો; ગુનાની આપતાં માફી, અમીની આંખથી જોશો. નયનને હૃદયમાં પાપ ભરનારા, દલન કરીને બધા દોષો; દુ:ખી કે દર્દીઓ સામું, અમીની આંખથી જોશો. નયનને૦ ગરીબડાં ગાલ પર ઝરતાં, ગરીબના અશ્રુઓ લોશો; અનાથો યાચવા આવ્યું, અમીની આંખથી જોશો. નયનને૦ મળ્યાં છે સાધનો મોંઘાં , ખચિત આ સમય નહિં ખોશો; બનીને ‘ સંતના શિષ્યો’ અમીની આંખથી જોશો. નયનને
મહિમા જિનકે વચનકી, કહૈ કહાં લગ કોયા
જ્યાં જ્યાં મતિ વિસ્તારિયે, ત્યાં ત્યોં અધિકી હોય. ભજ રે મના
(૫૮.
૧૦૮૭ (રાગ : ધોળ) પરમ - વિશુદ્ધતર પ્રેમની લાગી જેને લગની ખરી. ધ્રુવ આખી તે અવનિમાં પ્રેમને પેખે રે (૨), કૂંચી એ ખરેખરી ક્ષેમની. લાગી એહ રસાયણે અંતરઘટની રે (૨), વેગળી રહે છે સ્થિતિ વહેમની. લાગી. સાચા તે પ્રેમની સંપત્તિ આગળ રે (૨), કિંમત શું હોયે હીરા હેમની. લાગી પૂરણ રીતે જેણે પ્રેમને પિછાણ્યો રે (૨), તારક જિંદગી છે તેમની, લાગી પરવા નહિ જેણે પ્રેમરસ પીધો રે (૨), હલકાથી મહદ્ હાકેમની. લાગo પ્રેમ વિના પરિતાપનાં સ્થળો છે રે (૨), અનુપમ છાયા એક એમની. લાગી ‘સંતનો શિષ્ય ” થઈ શુદ્ધ પ્રેમ સાધે રે (૨), જય રૂપ વૃત્તિ હોય જેમની. લાગo
૧૦૮૮ (રાગ : માલકોંષ) ભિન્ન નથી ભગવાન તુજથી, ભિન્ન નથી ભગવાન . ધ્રુવ તંજમાં તે છે તેનામાં તું, ભૂલી ગયો શું ભાન ? અળગો કર પડદો અહંપદનો , નિરખીશ પરમનિધાન. ભિન્ન સર્વ જીવનનું એ મહાજીવન, સર્વ શક્તિનું સ્થાન; સર્વ બળોનું મહાબળ એ છે, સર્વ જ્ઞાનનું જ્ઞાન. ભિન્ન દૈવત સર્વનો એ છે દાતા, નિર્મળ એહ નિદાન; અર્પી દે તન મન ધન તેને, તજ તારું અભિમાન, ભિન્ન અવર પ્રપંચ તજીને એનું, ધર અંતરમાં ધ્યાન; ‘સંતશિષ્ય” સુખસાગરનાં હવે, ગર્વ તજી ગા ગાન. ભિન્ન
ચતુરો ચપેથી ચાહી, ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે, પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી, કલ્પતરૂં કર્થ જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી ; આત્માના ઉદ્ધારને, ઉમંગથી અનુસરો જ, નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે ‘રાયચંદ' વીર , એવું ધર્મરૂપ જાણી , “ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વે’મથી.”
પરમજ્યોતિ પરમાતમા, પરમજ્ઞાન પરવીન બંદો પરમાનંદમય, ઘટ ઘટ અંતરલીના
૬૫૯)
સંતશિષ્ય