________________
નથી વિધા જમાનામાં, નથી ગુણિયલ ગણાવામાં; નથી કોઈ સ્થાન જાવામાં, તમારું છે તમારામાં. તમેo નથી મહેલો મજાનામાં, નથી ધનના ખજાનામાં; સુચ્યું છે ‘સંતના શિષ્ય' તમારું છે તમારામાં. તમે
૧૦૮૨ (રાગ : પ્રભાતિ) જાગ જંજાળથી જીવન જય કારણે, ખલકમાં જન્મ તુજ જાય ખાલી; સાધનો નરભવે સર્વ સુંદર મળ્યા, ન્યાયનાં નયનથી જો નિહાળી. ધ્રુવ રત્નચિંતામણી હાથ આવ્યો તને, દુ:ખ દારિદ્રને દૂર કરવી; અખૂટ દોલત નહિ ઓળખી આત્મની, ભીખ માંગી સદા પેટ ભરવા. જાગo રવિતણા ઉદયથી રજની તુજ ના ગઈ, કાર્ય શુભ નવ થયું કટ કીધે; પાપના તાપ તુજ ઘટ થકી નવ ઘટ્યા; નિશદિન પ્રભુતરું નામ લીધે. જાગ શાસ્ત્ર સિદ્ધાંતથી સાર શોધ્યો નહીં, ખુશી થઈ વૈરીને નવ ખમાવ્યું; લોહનો લોહ મણિ પાર્થ પાસે રહ્યો; ગુરુ થકી હૃદયમાં જ્ઞાન ના 'વ્યું. જાગo ગ્રહણ કીધાં ન ગુણ જ્ઞાન ગંભીરતા, ગંડુતા માંહીં આયુષ્ય ગાળ્યું; અગ્નિના કુંડમાં રેડી અમૃત બધું, ઘોળીને ઝેર ઘટમાંહી ઘાલ્યું. જાગo ઘોરનિદ્રાં વિષે ઘર બધું જાય છે, ઊઠ તું મેલ અજ્ઞાન તારું; સંતનો શિષ્ય' કહે સરળ થઈ માનજે, મૂર્ખતા તજી દઈ વચન મારું. જાગo
૧૦૮૪ (રાગ : હરિગીત છંદ) દિનરાત નાથ ! રહું તમોને, ક્યાં લગી તલસાવશો ? લાગી લગન હે દેવ ! તુમમાં ક્યાં લગી લલચાવશો ? ધ્રુવ ઘેલી ફ હું ઘર વિષે પ્રભુ ! શાંતિમંત્ર સુણાવશો. વ્યાપેલ દિલડામાં વિરહની, આગ નાથ ! બુઝાવશો. ક્યાંo નિરખું સદા નયને તમોને, જ્યોતિ એહ જગાવશો; દિલદાર ક્યારે પ્રેમ સાગર, પ્રેમ રૂપ ડુબાવશો. ક્યાં ચંદન તણા મનમંદિરે, કહો વીર ક્યારે આવશો ? હવે ક્યાં લગી ભારે વ્યથામાં, “સંતશિષ્ય’ ભમાવશો. ક્યાંo
૧૦૮૩ (રાગ : ગઝલ) તમે છો શોધમાં જેની , અનુભવીને ખબર એની; નથી તમને ખબર તેની , મઝા સમજ્યા વિના શેની ? ધ્રુવ નથી સુખ પુત્ર પ્યારામાં, નથી દિલજાન દારામાં; અવરમાં કે અમારામાં , તમારું છે તમારામાં. તમેo નથી વૈભવ વિલાસોમાં, નથી ઉત્તમ આવાસોમાં; ક્ષણિકના હર્ષહાસ્યોમાં, તમારું છે તમારામાં. તમેo ભ્રમિતને અન્યમાં ભાસે, નથી સુખ અન્યની પાસે; ફ્લાઓ કાં વિષય ફાંસે ? તમારું છે તમારામાં. તમે
૧૦૮૫ (રાગ : ભૈરવી) દૂર કાં પ્રભુ ! દોડ તું, મારે રમત રમવી નથી, આ નયન બંધન છોડ તું, મારે રમત રમવી નથી; પ્યાસુ પરમરસનો સદો, શોધું પરમરસ રૂપને, અનુભવ મને અવળો થયો, એવી રમત રમવી નથી. ધ્રુવ બાંધી નયન-બંધન મને, મૂક્યો વિષમ મેદાનમાં, અદૃશ્ય થઈ અળગા રહ્યા, એવી રમત રમવી નથી; ભારે વિષમપથ ભટકવું, બહુ નયનને બાંધી કરી , આવી અકારી રમતને , મારે હવે રમવી નથી. દૂર
મન જહાજ ઘટ મેં પ્રકટ, ભાવસમુદ્ર ઘટ માંહિ મૂરખ મરમ ન જાનહીં, બાહર ખોજન જાહિ ||
કહૈ દોષ કોઉં ન તજૈ, તર્જ અવસ્થા પાઈ | જૈસે બાલક કી દશા, તરૂન ભયે મિટિ જાઈ
૫૦
ભજ રે મના
(૫૬)
સંતશિષ્ય