________________
સગાં સંબંધી પાગલ કહી પજવે મને, વસમી લાગે છે વ્યવહારુ વાત જો; પળપળ સુંદર શ્યામ સ્વરૂપ રટ્યા કરું, દર્શન માટે ઝૂરું હું દિન-રાત જો.
ચીણગારી સંદેશો સુણીને રે શુદ્ધ બુદ્ધ વીસરી, મનોરથોના બુટ્યા મારા મહોલ જો; કઠણ કયા દોષથી નાથ તમે તજી ,બોલાયેલા કેમ વીસરિયા બોલ જો ?
ચીણગારી ચિત્તમાં ચોટ લગાડી શું ચાલ્યા ગયા ? નહિ જવા દઉં પ્રભુ તમને ક્ષણ એક જો; ‘ સંતશિષ્ય’ શરણાગતને નવ છોડશો, રાજુલની જેમ રાખી વહાલા ટેક જો.
ચીણગારી
૧૦૭૯ (રાગ : દેશ) ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે; બતાવી ગુપ્ત રહસ્યો, નહીં જાણેલ જણાવજો રે. ધ્રુવી ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો;
લાયકાત ગુરુ નાલાયકમાં લાવજો રે. ગુરુ તિમિર તમામ સ્થળે છવરાયું, હિત અહિત જરા ન જણાયું;
અંધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. ગુરુ દરદીના છે અનેક દોષો, જડતા સામું કદી નઈ જોશો;
વિશાળ દૃષ્ટિ કરીને અમી વરસાવજો રે. ગુરુo ઊર્ધ્વ સ્થાન શુભ વૃત્તિ ચડે છે, અનેક વિદ્ગો આવી નડે છે;
આ અગવડની સરસ દવા સમજાવજો રે. ગુરુ અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદાય ન્યારી;
દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે. ગુરુ અંજન નેત્રે અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો;
શંકા કદી ઉપજે નહિ એમ સમાવજો રે. ગુરુo જન્મ મરણ જાયે ગુરુ મારાં, નીકળીને દોષો રહે ન્યારા;
‘સંતશિષ્ય’ ને એવું સ્વરૂપ સુણાવજો રે. ગુરુ
૧૦૮૧ (રાગ : આરતી) જયદેવ ! જયદેવ ! જય જિનવર દેવા ! પ્રભુ જય૦ સદા કરું તુમ સેવા (૨) અવિચળ પદ લેવા. જયદેવ સુખદ સર્વદા સહજાનંદી, અખંડ અવિનાશી; પ્રભુત્વ પૂરણ આપ પ્રકાશી (૨) અનંત ગુણ રાશી. જયદેવ અજર અમર અવિચળ આનંદી, પ્રભુ તમને પામી; પ્રભુ ખચીત રહે નવ ખામી (૨) સુખકર તું સ્વામી, જયદેવ
જ્યોતિર્મય ઘને શુદ્ધ સ્વરૂપી, પૂરણ પ્રભુ પ્યારા; પ્રભુત્વ આનંદઘન અવિકારા (૨) મુગુટમણિ મારા, જયદેવ પરમદેવ ચરણે એ યાચું, પાપ તાપ હરવા; પ્રભુત્વ ‘ સંતશિષ્ય” સુખ કરવા (૨) ભવજળને તરવા. જયદેવ
૧૦૮૦ (રાગ : બાગેશ્રી) ચીણગારી ચાંપી રે શ્યામ સિધાવિયા, અંતરમાં પ્રગટાવી વિરહી આગ જો; આંગણિયે આવી રે પ્રભુ અળગા થયા, બંધાણો રસનિધિથી મારે રાગ જો.
ચીણગારી કામણગારે કીધાં કામણ કારમા, સૂઝે નહિ એકે વ્યવહારિક કામ જો; ઘેલાની માફ્ટ હું ઘર માંહે ફરું, નાથ વગરનું નીરસ થયું છે તમામ જો.
ચીણગારી જે જે પુદગલ કી દશા, તે નિજ માનૈ હંસા
યાહી ભરમ વિભાવ સૌ, બર્સે કરમ કો વંસ | ભજ રે મના
૫૪)
ધર્મ વિના ધન ધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં, ધિક્તા ધરાય છે; ધર્મ વિના ધીંમતની, ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય, ધુમ થૈ ધમાય છે; ધર્મ વિના ધરાધર, ધુતાશે, ન ધામધુમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગ ઢંગે ધાય છે; ધારો, ધારો ધવળ , સુધર્મની ધુરંધરતા, ધન્ય ધન્ય ! ધામે ધામે, ધર્મથી ધરાય છે.
જ્યોં વાનર મદિરા પિએ, વિષ્ણુ ઠંક્તિ ગાતા || ભૂત લગે કૌતુક કરે, ત્યૌ ભ્રમ કૌ ઉત્પાત
૬૫૫
સંતશિષ્ય