________________
ચિંતામણીના જાપથી, ચિંતા કદી ઓલાય ના; વિણ ધાન્ય છાલાં વાવવાથી, પાક ડાંગર થાય ના, કાગળo હતવીર્યનાં હથિયાર દેખી, શત્રુઓ ગભરાય ના; અક્રિય વાતો ભવ્ય ભાષણથી, વિજય વરતાય ના. કાગળo જળ જળ તણાં સ્મરણો કર્યો, જળ વગર તરસ છિપાય ના; ભોજન તણી વાતો કર્યાથી, લેશ પેટ ભરાય ના. કાગળo અર્પણ વિના તર્પણ નથી, પુરુષાર્થ વગર પમાય ના; કહે ‘સંતશિષ્ય’ સદા જગતમાં , સમજ વિણે સુખ થાય ના. કાંગળo
૧૦૭૬ (રાગ : ભૈરવી) ક્યાં મળશે કહો ક્યાં મળશે, એ પ્રભુમાં પાગલ ક્યાં મળશે ? ધ્રુવ જે પતિત ઉપર અતિ પ્રેમ કરે, દુશ્મન ઉપર પણ રહેમ કરે; પ્રભુ રાજી રહે નિત્ય એમ કરે, એ પ્રભુમાં પાગલ૦ હાં.... ક્યાંo ઊંચા-નીચનો ભેદ નથી, ધન-જન ખોયાનો ખેદ નથી;
જ્યાં અધિક થવાની ઉમીદ નથી, એ પ્રભુમાંo હાં.... ક્યાંo જે જગ વ્યવહારો છોડે છે, તૃષ્ણાનાં બંધન તોડે છે; જીવન પ્રભુ ભજને જોડે છે, એ પ્રભુમાં. હાં.... ક્યાંo જે કામ કરે પ્રભુને ગમતાં, દુ:ખોમાં પણ રાખે સમતા; નહિ માયા માન અને મમતા, એ પ્રભુમાં હાં.... ક્યાંo પ્રાણીને નિજ સંમ પેખે છે, સ્ત્રીને માતા સમ દેખે છે; લક્ષ્મી મિટ્ટી સમ લેખે છે, એ પ્રભુમાવે હાં.... ક્યાંo સુખ અર્પીને સુખમાં રહે છે, દુ:ખ સહીને પણ સેવા દે છે; અણુઅણુમાં પ્રેમ સદા વહે છે, એ પ્રભુમાં હાં.... ક્યાંo વિષયો તન-મનથી ત્યાગે છે, પુદ્ગલ રસ રસહીન લાગે છે; જે નિશદિન ઘટમાં જાગે છે, એ પ્રભુમાં, હાં.... ક્યાંo જે નિજ મસ્તીમાં મહાલે છે, ચિંતા વિણ પ્રભુ પંથે ચાલે છે; ‘સંત-શિષ્ય’ થઈ દિન ગાળે છે, એ પ્રભુમાં હાં.... ક્યાંo
૧૦૭૮ (રાગ : કાન્હડા) ગુણી એવા સંત ગમે છે (૨); પરમારથના પરમ ક્ષેત્રમાં, નિત્ય મન ભ્રમર ભમે છે. ધ્રુવ રાતદિવસ રસ સાથે જેના, અંતર રામ રમે છે ; મનભુજંગ ને પાંચ ઈંન્દ્રિયો, દુ:ખ વિણ નિત્ય દમે છે. ગુણી સાધન સમજીને સંયમનું, સાદાં જમણ જમે છે; વૈભવ સમજી વિનાશવાળા, વિષય વિકાર વસે છે. ગુણી નિર્વિષયી નિ:સ્પૃહી નિરંતર, નમ્ર દશાથી નમે છે; શમ દમ ઉપરતિ અને તિતિક્ષા , વિરાગમાં વિરમે છે. ગુણી સુખ દુ:ખ સરખાં ગણી પરિસહ, ખાંતિ નિત્ય ખમે છે; ‘સંતશિષ્ય' એ સુખદ સર્વને, સમરસ માંહી શમે છે. ગુણo
૧૦૭૭ (રાગ : ભૈરવી)
કાગળ તણી હોડી વડે, સાગર કદી ઉતરાય ના; ચીતરેલ મોટી આગથી, ભોજન કદી રંધાય ના. ધ્રુવ ઔષધ તણાં નામો ઉચ્ચાયથિી જ દરદ દબાય ના; સેવા તણી વાતો કર્યાથી, સેવ્યનાં દુ:ખ જાય ના. કાગળo
જૈસે હૈની લોહ કી, કરે એકસ દોઈ
જડચેતન કી ભિન્નતા, ત્ય સુબુદ્ધિસૌ હોઈ | ભજ રે મના
(૬પ૨
જટ્ટ કહાં જાને ભટ્ટકો ભેદ ? કુંભાર કહા જાને ભેદ જગાકો ? મુઢ કહા જાને ગુઢકી બાતમેં ? ભીલ કહા જાને પાય લગાતો ? પ્રીતકી રીત અતીત ક્યા જાને ? ભેંસ કહા જાને ખેત સગાકો ? “કવિ ગંગ’ કહે સુન અય બાદશાહ, ગધ્ધા કહા જાને નીર ગંગાકો?
વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકૌ નામાં
G43
અનુભા કલામ ||
સંતશિષ્ય