SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ તજવાનું ત્યાગે કોઈ વિરલા, જ્ઞાનનદીમાં વિરલા નહાવે. આતમઆતમ રમણ રમે કોઈ વિરલા, અમરબુટ્ટી વિરલા અજમાવે. આતમ0 સમજે આત્મ સમા સહુ વિરલા, ધ્યાન પ્રભુનું વિરલા ધ્યાવે. આતમ અર્પી દે પ્રભુ અર્થે વિરલા, ‘સંતશિષ્ય' વિરલા સમજાવે. આતમ ૧૦૭૩ (રાગ : ગઝલ) અમે મહાવીરના પુત્રો, અમારો પંથ ન્યારો છે; સમજવા સત્યનાં સૂત્રો, ધરમ એવો અમારો છે. ધ્રુવ બજાવા સંઘની સેવા, અમે બનશું હવે એવા; જીવન અર્પી બધુ દેવા, ધરમ એવો અમારો છે. અમે દીધા જેવું સદા દેવું, લીધા જેવું સદા લેવું; પીધા જેવું સદા પીવું, ધરમ એવો અમારો છે. અમે અહર્નિશ ન્યાયમાં રહેવું, કપટ છળથી નહિં કહેવું; સદા આનંદમાં રહેવું, ધરમ એવો અમારો છે. અમે જીવન વિજયી બનાવાનો, સરવ દોષો સમાવાનો; જ સાચી બજાવાનો, ધરમ નિત્યે અમારો છે. અમેo સર્વથી મિત્રતા કરવી , લાગણી પ્રેમની ધરવી; હરકતો સંઘની હરવી, ધરમ એવો અમારો છે. અમેo અમારા આત્મભોગોથી, અમારા આત્મયોગોથી; અપર પરના ભલાં કરવાં, ધરમ એવો અમારો છે. અમેo નથી જ્યાં જન્મવું મરવું, નથી જ્યાં કાર્યને કરવું; સનાતન ધર્મવાળાનો, અમર એવો ઉતારો છે. અમેo વિચરવું ધર્મની વાટે, જીવન પણ ધર્મના માટે; હંમેશાં ‘સંતશિષ્યો 'ને પરમ એ ધર્મ પ્યારો છે. અમેo ૧૦૭૪ (રાગ ૪ પીલુ) આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે. ધ્રુવ એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે. આતમ0 સદ્ગુરુ સંગ કરે કોઈ વિરલા, અમૃતફ્ટ કોઈ વિરલા ખાવે. આતમ0 અંતરમાં જાગે જન વિરલા, કર્મદળોને વિરલા હઠાવે. આતમ૦ બહુવિધ કિયા કલેસ સૌં, સિવપદ લહૈ ન કોઈ ગ્યાન કલા પરકાશ સ, સહજ મોખપદ હોઈ. ભજ રે મના GUO ૧૦૭પ (રાગ : પરજ) ઉઠ રે ! ઉડાડ ઊંઘ તાહરી, અવધિનો દિન આવ્યો; નયન ઉઘાડી નિહાળ તું, દિનકર જો આ દેખાયો ! ધ્રુવ પરહર શય્યા પ્રમાદની, આળસ તજ અભિમાની; મોહ મમત્વને મેલ તું, મુનિવરનું કહ્યું માની. ઉઠ રે૦ નિબુદ્ધિ નબળો તને, કુમતિ નારી કરાવે; પાથરી પૂરણ પ્રપંચને , હિંમત તારી હરાવે, ઉઠ રેo સુતો રે બહુ સંસારમાં, યુગના યુગો અનંત; અવસર ગયો અજ્ઞાનમાં, શોધ તું સમરથ સંત, ઉઠ રેo અજર અમર લે ઓળખી, સાચા જેહ સખાય; શરણું લે રૂડા સંતનું, અવળા તજીને ઉપાય, ઉઠ રે નિર્ભયનાથ નિરામયી, ભજ ભયહર ભગવંત; * સંતશિષ્ય’ પ્રભુ નામથી, આવે દુ:ખડાનો અંત, ઉઠ રે૦ વૃચ્છ ર્લે પર-કાજ નહી ઔરકે ઇલાજ, ગાય-દૂધ સંત-ધન લોક સુખકાર હૈ, ચંદન ઘસાઈ દેખી , કંચન તપાઈ દેખી, અગર જલાઈ દેખી , શોભા વિસતાર હૈ; સુધા હોત ચંદ્રમાંહિ, જૈસે છાંહ તરૂમાંહિ, પાલેમેં સહજ સીત, આતપ નિવાર હૈ, તૈસે સાધલોગ સબ લોગનિક સુખકારી, તિનહીકો જીવન જગતમાંહિ સાર હૈ. ર્યો ઘટ કહિયે ઘીવ કૌ, ઘટક રૂપ ન ઘીવ લ્ય વરનાદિક નામસૌ, જડતા લહે ન જીવી | ૫૧ સંતશિષ્ય
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy