________________
નિજાત્માને જ જાણીને, થયો નિર્ભય સદા શંકર ! જીવાણું ને કીટાણુંમાં, અમર આત્મા વિરાજે છે. નજર
૯૫૦ (રાગ : દેશી ઢાળ) દિલના દરિયામાં મારી ડૂબકી રે, લાવ્યો મોતી હરિનામ, હરિને અર્પી હરિને રિઝવ્યા, છૂટ્યાં બંધન તમામ (૨);
ખેલું હવે હું સદા આભમાંo મોતીનું તેજ અપાર છે રે, એનું મૂલ્ય નવ થાય, મોટા મોટા સોદાગર લોકની, બુદ્ધિ એમાં ડૂબી જાય (૨);
ખેલું હવે હું સદા આભમાંo મોતી તોડ્યું ન તોડાય છે રે, ભલે કરો કોટિ ઘાવ , વીંધ્યું વીંધાય શુદ્ધ પ્રેમથી, વીંધી લોને રુડા હાવ (૨);
ખેલું હવે હું સદા આભમાંo પહેલાં હું કાંઈ નહોતો જાણતો રે, ગુરુદેવે આપ્યું જ્ઞાન , જ્ઞાનના પ્રકાશે ઊંડે ઊતર્યો, ભૂલ્યો દેહ કેરું ભાન (૨);
ખેલું હવે હું સદા આભમાંo નામે તે નામી આવી ભેટિયા રે, સાં મારાં સહુ કામ, શંકર' કહે ‘હું-મારું' મૂક્તાં, મળ્યાં મુક્તિનાં ધામ (૨);
ખેલું હવે હું સંદા આભમાંo
૯૫૧ (રાગ : ગઝલ) નજર જ્યાં જ્યાં કરો ત્યાં ત્યાં, અમર આત્મા બિરાજે છે; ઉપર નીચે બધાં સ્થળમાં, અમર આત્મા વિરાજે છે. ધ્રુવ ન એ જન્મ ન એ મરતો, ન એ કરતો, ન એ ભરતો; હું માં, તું માં અને તેમાં, અમર આત્મા વિરાજે છે. નજર ન એ નાનો, ન એ મોટો, ન એ સાચો, ન એ ખોટો; અણુનાયે અણુઓમાં , અમર આત્મા વિરાજે છે. નજર૦ ન એ રોગી ન નિરોગી, ન એ યોગી ન એ ભોગી; ગણાતી સર્વ દિશામાં અમર આત્મા. વિરાજે છે. નજર
૯૫૨ (રાગ : ગઝલ) નથી જ્યાં કોઈ મારું ત્યાં, સમર્પણ શું કરું તુજને ? સમગ્ર વિશ્વ તારું ત્યાં, સમર્પણ શું કરું તુજને ? ધ્રુવ બધી વસ્તુ કરી ઉત્પન્ન, પ્રવેશ્યો તું પ્રભુ ! તેમાં; સમગ્ર વિશ્વ તારા રૂપ, સમર્પણ શું કરું તુજને ? નથo તું સૌમાં છે, સહુ “તું” માં, તું સૌનો છે, સહુ તારું; મને નક્કી થયું ભગવદ્ ! સમર્પણ શું કરું તુજને ? નથી. હું જ્યાં પોતે જ તારો છું, પછી કોને સમર્પે કોઈ ? નકામા ડોળ દુનિયાના, સમર્પણ શું કરું તુજને ? નથી અહો ! જેના ઉપર તારી, અમીદ્રષ્ટિ રહે કાયમ; કહે “શંકર' સમજશે એ, સમર્પણ શું કરું તુજને ? નથી
૯૫૩ (રાગ : ગઝલ) નથી જ્યાં હું અને મારું, તહાં હું એકલો ઊભો; નથી જ્યાં તું અને તારું, તહાં હું એકલો ઊભો. ધ્રુવ નથી જ્યાં પંથ કે વાડા, નથી જ્યાં દેવ કે દેવી; નથી જ્યાં લેશ અંધારુ, તહાં હું એકલો ઊભો. નથી નથી જ્યાં નામ કે રૂપો, નથી જ્યાં મિત્ર કે શત્રુ; નથી જ્યાં મીઠું કે ખારું, તહાં હું એકલો ઊભો. નથી અનલહક્કની ખુમારીમાં, મને દર્શન થયું મારું; નથી જ્યાં મારું કે તારું, તહાં હું એકલો ઊભો. નથી. અગમની એ રમત માંહીં, સદાયે મસ્ત છે “શંકર'; નથી જ્યાં કોઈ પણ બારું, તહાં હું એકલો ઊભો. નથી,
સકામી સુમરન કરે, પાવે ઉત્તમ ધામ
નિષ્કામી સુમરન કરે, પાવે અવિચલ રામ ભજ રે મના
૫૮૨)
ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકે લાગું પાય ? બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાયા ૫૮૩)
શંકર મહારાજ