Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 338
________________ નથી વિધા જમાનામાં, નથી ગુણિયલ ગણાવામાં; નથી કોઈ સ્થાન જાવામાં, તમારું છે તમારામાં. તમેo નથી મહેલો મજાનામાં, નથી ધનના ખજાનામાં; સુચ્યું છે ‘સંતના શિષ્ય' તમારું છે તમારામાં. તમે ૧૦૮૨ (રાગ : પ્રભાતિ) જાગ જંજાળથી જીવન જય કારણે, ખલકમાં જન્મ તુજ જાય ખાલી; સાધનો નરભવે સર્વ સુંદર મળ્યા, ન્યાયનાં નયનથી જો નિહાળી. ધ્રુવ રત્નચિંતામણી હાથ આવ્યો તને, દુ:ખ દારિદ્રને દૂર કરવી; અખૂટ દોલત નહિ ઓળખી આત્મની, ભીખ માંગી સદા પેટ ભરવા. જાગo રવિતણા ઉદયથી રજની તુજ ના ગઈ, કાર્ય શુભ નવ થયું કટ કીધે; પાપના તાપ તુજ ઘટ થકી નવ ઘટ્યા; નિશદિન પ્રભુતરું નામ લીધે. જાગ શાસ્ત્ર સિદ્ધાંતથી સાર શોધ્યો નહીં, ખુશી થઈ વૈરીને નવ ખમાવ્યું; લોહનો લોહ મણિ પાર્થ પાસે રહ્યો; ગુરુ થકી હૃદયમાં જ્ઞાન ના 'વ્યું. જાગo ગ્રહણ કીધાં ન ગુણ જ્ઞાન ગંભીરતા, ગંડુતા માંહીં આયુષ્ય ગાળ્યું; અગ્નિના કુંડમાં રેડી અમૃત બધું, ઘોળીને ઝેર ઘટમાંહી ઘાલ્યું. જાગo ઘોરનિદ્રાં વિષે ઘર બધું જાય છે, ઊઠ તું મેલ અજ્ઞાન તારું; સંતનો શિષ્ય' કહે સરળ થઈ માનજે, મૂર્ખતા તજી દઈ વચન મારું. જાગo ૧૦૮૪ (રાગ : હરિગીત છંદ) દિનરાત નાથ ! રહું તમોને, ક્યાં લગી તલસાવશો ? લાગી લગન હે દેવ ! તુમમાં ક્યાં લગી લલચાવશો ? ધ્રુવ ઘેલી ફ હું ઘર વિષે પ્રભુ ! શાંતિમંત્ર સુણાવશો. વ્યાપેલ દિલડામાં વિરહની, આગ નાથ ! બુઝાવશો. ક્યાંo નિરખું સદા નયને તમોને, જ્યોતિ એહ જગાવશો; દિલદાર ક્યારે પ્રેમ સાગર, પ્રેમ રૂપ ડુબાવશો. ક્યાં ચંદન તણા મનમંદિરે, કહો વીર ક્યારે આવશો ? હવે ક્યાં લગી ભારે વ્યથામાં, “સંતશિષ્ય’ ભમાવશો. ક્યાંo ૧૦૮૩ (રાગ : ગઝલ) તમે છો શોધમાં જેની , અનુભવીને ખબર એની; નથી તમને ખબર તેની , મઝા સમજ્યા વિના શેની ? ધ્રુવ નથી સુખ પુત્ર પ્યારામાં, નથી દિલજાન દારામાં; અવરમાં કે અમારામાં , તમારું છે તમારામાં. તમેo નથી વૈભવ વિલાસોમાં, નથી ઉત્તમ આવાસોમાં; ક્ષણિકના હર્ષહાસ્યોમાં, તમારું છે તમારામાં. તમેo ભ્રમિતને અન્યમાં ભાસે, નથી સુખ અન્યની પાસે; ફ્લાઓ કાં વિષય ફાંસે ? તમારું છે તમારામાં. તમે ૧૦૮૫ (રાગ : ભૈરવી) દૂર કાં પ્રભુ ! દોડ તું, મારે રમત રમવી નથી, આ નયન બંધન છોડ તું, મારે રમત રમવી નથી; પ્યાસુ પરમરસનો સદો, શોધું પરમરસ રૂપને, અનુભવ મને અવળો થયો, એવી રમત રમવી નથી. ધ્રુવ બાંધી નયન-બંધન મને, મૂક્યો વિષમ મેદાનમાં, અદૃશ્ય થઈ અળગા રહ્યા, એવી રમત રમવી નથી; ભારે વિષમપથ ભટકવું, બહુ નયનને બાંધી કરી , આવી અકારી રમતને , મારે હવે રમવી નથી. દૂર મન જહાજ ઘટ મેં પ્રકટ, ભાવસમુદ્ર ઘટ માંહિ મૂરખ મરમ ન જાનહીં, બાહર ખોજન જાહિ || કહૈ દોષ કોઉં ન તજૈ, તર્જ અવસ્થા પાઈ | જૈસે બાલક કી દશા, તરૂન ભયે મિટિ જાઈ ૫૦ ભજ રે મના (૫૬) સંતશિષ્ય

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381